જરા મોડું થયું પણ આખરે એની દયા ઊતરી,
અમસ્તી લાશ કંઈ દરિયા ઉપર તરતી નથી હોતી.
મરીઝ

દૂર દૂર જાય છે – મયૂર કોલડિયા

દ્વાર ખૂલ્યાં ને અંધારાં થાય છે,
કોઈ મારાથી દૂર દૂર જાય છે.

લાગણીનો તાર જરા તૂટ્યો કે
શબ્દોના મોતી વેરાઈ ગયાં ધૂળમાં,
ઝાંઝરીનાં ઝણઝણની ઝીણી એક શૂળ
છેક પેસી ગઈ જીવતરનાં મૂળમાં.
હવે ખાલીપો ખોળિયાને ખાય છે,
કોઈ મારાથી દૂર દૂર જાય છે.

અંદર હું ક્યાંય નહીં, બહારે હું ક્યાંય નહીં,
હોવાપણું તો હવે વહેમ છે
લાગણી તો જાણે કે મચ્છુનાં પાણી
ને પોપચાંઓ તૂટેલો ડેમ છે
હવે આંખોના દરિયા છલકાય છે,
કોઈ મારાથી દૂર દૂર જાય છે.

– મયૂર કોલડિયા

સામાન્યરીતે દરવાજા ખૂલે તો અજવાળું ઘરમાં આવે પણ અહીં વિપરીત બીના બની છે. દ્વાર ખૂલ્યાં અને અંધારું થયું. કેમ? તો કે ‘કોઈ’ કથકથી દૂર દૂર જઈ રહ્યુ છે… સંબંધના ઘરના દરવાજા ઉઘાડીને કોઈ ચાલી જઈ રહ્યું હોવાથી જીવતરમાં કાલિમા પથરાઈ રહી હોવાનું અનુભવાય છે. સમસ્યા શી થઈ? તો કે લાગણીનો તાર જરી તૂટ્યો અને બોલાચાલી થઈ… કિંમતી શબ્દો વેડફાયા. જે ઝાંઝરીની ઝણઝણનું સંગીત ઘર આખાને ચહેકતું રાખતી હતી, એ શૂળ બનીને જીવતરના મૂળમાં પેસી ગઈ છે. મચ્છુ ડેમ તૂટતાં મોરબી જેમ ધમરોળાયું હતું એમ જ નિર્બંધ આંસુઓના દરિયામાં નાયિકા ગરકાવ થઈ ગઈ છે…

18 Comments »

  1. Sandip Pujara said,

    August 28, 2021 @ 1:39 AM

    વાહ…. મયુર …ક્યા બાત
    ને પોપચાંઓ તૂટેલો ડેમ છે….. મસ્ત …

  2. કિશોર બારોટ said,

    August 28, 2021 @ 1:40 AM

    લાગણી તો જાણે કે મચ્છુના પાણી ને પોપચાઓ તૂટેલો ડેમ છે.
    આફરીન થઈ જવાયું.

  3. Harihar Shukla said,

    August 28, 2021 @ 1:42 AM

    ઓહો 👌
    તૂટી ગયેલો મચ્છુનો ડેમ👌

  4. Kajal kanjiya said,

    August 28, 2021 @ 1:51 AM

    દરેક પંક્તિ અમૂલ્ય…..વાહહહહ
    ખૂબ ખૂબ અભિનંદન 💐

  5. gaurang thaker said,

    August 28, 2021 @ 1:53 AM

    વાહ વાહ વાહ… ખૂબ જ સરસ ગીત છે…

  6. મિત્ર રાઠોડ said,

    August 28, 2021 @ 4:38 AM

    વાહ મયૂરભાઈ
    ખૂબ સરસ

  7. Hemant Goyani said,

    August 28, 2021 @ 4:50 AM

    સંબંધ તુટતા અનુભવાતી પરિસ્થિતિ અને એકલતાને સારી રીતે વર્ણવી છે… હ્રદય સ્પર્શી…

  8. Hiren Dobariya said,

    August 28, 2021 @ 5:03 AM

    વાહ….ખૂબ સરસ..મસ્ત ગીત 👌

  9. હરીશ દાસાણી. said,

    August 28, 2021 @ 7:01 AM

    સરસ ગીત

  10. દીપક નાયક said,

    August 28, 2021 @ 7:31 AM

    વાહ.
    કવિ મયુરે મયુરપુરી (મોરબી)ના મચ્છુડેમની ઘટના કવિતામાં કેવી સરસ ગૂંથી?આફરીન.

  11. pragnajuvyas said,

    August 28, 2021 @ 7:40 AM

    , કવિશ્રી મયૂર કોલડિયાનુ મધુરુ ગીત
    ડૉ . વિવેક દ્વારા સ રસ આસ્વાદ

  12. Ghanshyam koladiya said,

    August 28, 2021 @ 9:06 AM

    Very nice

    Very nice

  13. મયૂર કોલડિયા said,

    August 28, 2021 @ 12:17 PM

    વિવેકભાઈ તેમજ સહુ કવિ-મિત્રો-વડીલોનો આભાર…

  14. Meet said,

    August 28, 2021 @ 8:52 PM

    Have aankho na dariya chhalkay chhe..wahh!!

  15. DILIPKUMAR CHAVDA said,

    August 28, 2021 @ 9:18 PM

    ખૂબ સરસ દોસ્ત,
    મજાનું ગીત

  16. DILIPKUMAR CHAVDA said,

    August 28, 2021 @ 9:19 PM

    ખૂબ સરસ દોસ્ત,
    અંદર હું ક્યાંય નહીં, બહારે હું ક્યાંય નહીં,
    હોવાપણું તો હવે વહેમ છે.
    વાહ…..
    મજાનું ગીત

  17. Preeti Purohit said,

    September 1, 2021 @ 12:23 AM

    મયૂરભાઇ ખુબ સુન્દર ગેીત..

    ઝાંઝરીનાં ઝણઝણની ઝીણી એક શૂળ
    છેક પેસી ગઈ જીવતરનાં મૂળમાં.
    હવે ખાલીપો ખોળિયાને ખાય છે…

    કેવી નાજુક અભિવ્યક્તિ!

  18. Lata Hirani said,

    September 1, 2021 @ 4:31 AM

    ક્યા બાત કવિ ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment