પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.
– હિતેન આનંદપરા

(જરૂરી છે) – મહેશ દાવડકર

ખુદને મળવું ઘણું જરૂરી છે,
બાકી જે છે, બધી મજૂરી છે.

કેવી રીતે ઉડાન ભરશે તું?
જાતને પિંજરામાં પૂરી છે.

આ અહમ્ તો જખમ કરે ઊંડા,
જાણે કે ધારદાર છૂરી છે.

ચિત્ર દોર્યું તો બોલી ઊઠ્યું કે-
જીવવાની કળા અધૂરી છે.

શબરીની જેમ ચાખું હર ક્ષણ ને-
સૌને વ્હેંચું, જે ક્ષણ મધુરી છે.

જેમ ડાળીએ ફૂટે છે કૂંપળ,
આ ગઝલ પણ એ રીતે સ્ફૂરી છે.

– મહેશ દાવડકર

સાદ્યંત સંતર્પક રચના. સરળ, સહજસાધ્ય ભાષાની દોર પર ગહન વિચારોના મૌક્તિક કવિએ કેવી મજાની રીતે પરોવ્યાં છે!

7 Comments »

  1. Jay kantwala said,

    August 12, 2021 @ 2:43 AM

    Waaaah

  2. લવ સિંહા said,

    August 12, 2021 @ 4:25 AM

    વાહ…

  3. ડૉ . રાજુ પ્રજાપતિ said,

    August 12, 2021 @ 5:42 AM

    મસ્ત .. મઝાની ગઝલ …

  4. હરીશ દાસાણી. said,

    August 12, 2021 @ 6:24 AM

    ખૂબ સુંદર ગઝલ

  5. pragnajuvyas said,

    August 12, 2021 @ 8:45 AM

    કવિશ્રી મહેશ દાવડકરની સુંદર ગઝલ જરૂરી છે
    ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ

  6. saryu parikh said,

    August 12, 2021 @ 10:52 AM

    સરસ રચના.
    શબરીની જેમ ચાખું હર ક્ષણ ને-
    સૌને વ્હેંચું, જે ક્ષણ મધુરી છે.
    સરયૂ

  7. Lata Hirani said,

    August 18, 2021 @ 3:23 AM

    ગઝલ સરસ થૈ છે.
    પ્રથમ્મા ‘જરુરેી’ સાથે ‘મજુરેી’ પ્રાસ ચોન્ટાડેલો લાગે !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment