પથ્થરો સાથે ય વાતો શક્ય છે પણ,
શોધ, ભાષા તું પ્રથમ શબ્દો વગરની.
રમેશ પારેખ

બીજું શું જોઈએ – હિરેન ગઢવી

લય, તાલ, સ્વરમાં હોઈએ, બીજું શું જોઈએ,
આઠે પ્રહરમાં હોઈએ, બીજું શું જોઈએ !

દીવાલ બોલવા ચહે આધારની કથા,
એ વખતે ઘરમાં હોઈએ, બીજું શું જોઈએ !

જે ચાહે તે પહોંચી શકે આપણા સુધી,
કાયમ એ સ્તરમાં હોઈએ, બીજું શું જોઈએ !

જેને નશામાં રાખે સ્વયંની જ જાગૃતિ,
એની અસરમાં હોઈએ, બીજું શું જોઈએ !

તારા થયાની ઘોષણા કરવાનું થાય મન,
ત્યારે સબરમાં હોઈએ, બીજું શું જોઈએ !

નિર્દોષ જો નહીં તો ગુનેગારની રીતે,
એની નજરમાં હોઈએ, બીજું શું જોઈએ !

‘હોવાની’ જેમાં કંઈ જ જરૂરત પડે નહીં,
એવી સફરમાં હોઈએ, બીજું શું જોઈએ !

– હિરેન ગઢવી

સાદ્યંત સુદર ગઝલ. ‘બીજું શું જોઈએ’ જેવી રદીફને તંતોતંત નિભાવતા મેઘધનુષી સાત શેર. હળવે તે હાથ, નાથ! મહીડા વલોવજો…

5 Comments »

  1. પૂર્વી બ્રહ્મભટ્ટ said,

    July 30, 2021 @ 4:05 AM

    ખૂબ જ મજાની ગઝલ
    દરેક શેર ખૂબ સરસ થયા છે
    આવી સુંદર ગઝલ બદલ કવિ મિત્ર હિરેનભાઈને અભિનંદન

  2. હરીશ દાસાણી. said,

    July 30, 2021 @ 6:19 AM

    નિરપેક્ષતાની મસ્તી અને મિજાજ

  3. Maheshchandra Naik said,

    July 30, 2021 @ 3:25 PM

    સરસ ગઝલ…

  4. pragnajuvyas said,

    July 30, 2021 @ 4:50 PM

    સુંદર ગઝલ
    સોનેરી સાંજ, ક્ષિતિજ ને તારો સાથ,. બીજું શું જોઈએ ?
    સાગર, એક નાવ ને, હાથમાં તારો હાથ,.બીજું શું જોઈએ ?

  5. Lata Hirani said,

    August 7, 2021 @ 2:04 AM

    આવેી સરસ મજાનેી ગઝલ વાન્ચવા મળે પચ્હિ બીજ શુ જોઇએ ? (અહેી ટાઇપ કર્યુ)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment