સલીમ મામુ ઔર ઉસકી ડૂબકી કા ગીત – વિરલ શુક્લ
સિક્કા મેં રહેતા થા મામુ સલીમ એક નમ્ભરજી ડૂબકી વો મારતા…
મોતી ફોતી તો ઉસે મલતે ન કાંઈ પર ડૂબકી કા ઇલમ વો જાણતા…
અસલમ જીલાણી તો કહેતા થા ન્યા લગ કે સિક્કા મેં મોતી ક્યાં થાતે!
મામુ કો જાદુ સે બાંધના હૈ દરિયે કુ, એટલે આ ડૂબકી લગાતે!
વૈસે તો અસલમ ગપોડી હૈ સાલા પર લગતી થી સાચી યે વારતા…
મામદ ફકીરે ભી કીધા થા કિસ્સા જબ મામુ કો મલ્યા તા મોતી;
ગંગાસતી ને જીસે વીંધા થા ઉસકો હી મામુને લીધા તા ગોતી.
મામદેય વૈસે તો ગંજેરી માણા પણ મામુ કી તાકત વો માનતા….
અસલી મેં દરિયે કો આદત થી મામુ કી, મામુ કો દરિયાથી પ્યાર થા.
મોતી તો આંખુ કે ખીચ્ચેમેં પયડે થે, દરિયા હી મામુ કા યાર થા.
એક એક ડૂબકી મેં દરિયે કે અંદર વો અણમૂલે મોતી પધરાવતા…
સિક્કા મેં રહેતા થા મામુ સલીમ એક નમ્ભરજી ડૂબકી વો મારતા…
મોતી ફોતી તો ઉસે મલતે ન કાંઈ પર ડૂબકી કા ઇલમ વો જાણતા…
– વિરલ શુક્લ
ગીત વાંચવા-સમજવાનું તો પછી થાય, સૌપ્રથમ તો આપણને ગીતની બોલી જડબેસલાક પકડી લે છે… આવી કેવી ગુજરાતી! કચ્છી-સિંધી-હિંદી-ઉર્દૂ મિશ્રિત ગુજરાતી ભાષાનું આ કૉકટેલ વાંચતાવેંત નશો થઈ જાય એવું છે. જે સિક્કા શબ્દથી ગીતનો ઉપાડ થાય છે, એ સિક્કા જામનગર જિલ્લામાં દરિયાકાંઠે આવેલ છે, જ્યાં વસતા મુસલમાન વાઘેરો આવી બોલી બોલે છે, જેને કવિએ અહીં યથાર્થ ઝીલી બતાવી છે.
સિક્કા ગામમાં રહેતો સલીમ મામુને મોતી ભલે ન મળે, પણ ગોતાખોરીની બધી તરકીબોથી વાકેફ એક નંબરનો ડૂબકીમાર હતો. અસલમ ગપોડી કહેતો કે સિકકામાં મોતી થતાં જ નથી, પણ આ તો મામુને જાદુથી દરિયો બાંધવો છે એટલે એ ડૂબકી લગાવે છે. ગંજેરી મામદ ફકીરના કહેવા મુજબ સલીમને ગંગાસતીએ જેને વીંધ્યું હતું એવાં જ મોતી મળ્યાં હતાં. ગંજેરી માણસની વાતનો જો કે ખાસ ભરોસો ન થાય. કાવ્યાંતે કવિ પોતે જ પર્દાફાશ કરતાં કહે છે કે દરિયાને મામુની અને મામુને દરિયાની આદત હતી અને મામુની આંખના આંસુ જ સાચાં મોતી હતાં, જે ડૂબકીએ ડૂબકીએ એ દરિયાને અર્પતો હતો.
આમ જુઓ તો એક સીધુંસાદું કથાકાવ્ય છે આ. પણ વિશિષ્ટ બોલી અને આંખોના ખિસ્સામાં પડેલાં મોતી જેવા વિશિષ્ટ કલ્પન, ગંજેરી-ગપોડી જેવા એક શબ્દના વિશેષણોથી ગામડાને જીવતં કરવાની કવિની સર્ગશક્તિના કારણે એ નખશિખ મનનીય થયું છે…
રાહુલ તુરી said,
September 16, 2021 @ 1:59 AM
મસ્ત
DILIPKUMAR CHAVDA said,
September 16, 2021 @ 2:08 AM
વાહ ઘણી બઘી બોલી નો ઉપયોગ કરીને એક જડબેસલાક કાવ્ય આપ્યું.. કવિને ખોબલો ભરીને અભિનંદન 👏👏👏👏👏👏💐💐💐💐💐
Harihar Shukla said,
September 16, 2021 @ 2:18 AM
અદભૂત શબ્દ રચના અને અદભૂત લય. બનતાં સુધી કવિશ્રી પંચમ શુક્લએ ફેસબુક મૂકેલું ત્યારે જ વાંચેલું.👌💐
Mansi shah said,
September 16, 2021 @ 2:26 AM
Wah…. Aah nikle evu ..!!!
Chetna said,
September 16, 2021 @ 2:30 AM
વાહ મે જોયુ છે સિક્કા ગામ..મસ્ત રચના.👌👌
Aasifkhan said,
September 16, 2021 @ 2:44 AM
वाह मजा आव गई
Pravin Shah said,
September 16, 2021 @ 3:41 AM
વાહ ! ખૂબ સરસ ! મઝા આવી ગઇ !
Chetan Gada said,
September 16, 2021 @ 4:11 AM
Wah…
નિનાદ અધ્યારુ said,
September 16, 2021 @ 4:43 AM
અસલી મેં દરિયે કો આદત થી મામુ કી . . .
ક્યા બાત !
Chetan Shukla said,
September 16, 2021 @ 9:32 AM
નિઃશબ્દ ….એક અલગ જ ભાવવિશ્વ
pragnajuvyas said,
September 16, 2021 @ 9:33 AM
વિરલ શુક્લનું મામુ સલીમ એક નમ્ભરજી ડૂબકી વિરલ સુંદર ગીત
ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
‘ વિશિષ્ટ કલ્પન, ગંજેરી-ગપોડી જેવા એક શબ્દના વિશેષણોથી ગામડાને જીવતં કરવાની કવિની સર્ગશક્તિના કારણે એ નખશિખ મનનીય થયું છે ‘ફરી ફરી માણ્યુ
Arvind Gada said,
September 16, 2021 @ 10:41 AM
કવિતાની મુખ્ય વાત ડૂબકી કા ઈલમ વો જાણતા – આ છે. દરિયામાં શું કે જીવનમાં શું , ડૂબકીનો ઈલમ જા લો તો પછી મોતી ફોતી તો માર્યા ફરે. વિરલે સાચું જ કહ્યું છે – અસલમેં દરિયે કો આદત થી મામુ કી, મામુકો દરિયે સે પ્યાર થા – અહીં કવિને પણ દરિયો એટલે જીવન જ અભિપ્રેત છે!
લલિત ત્રિવેદી said,
September 16, 2021 @ 12:02 PM
ક્યા બાત.. અદભુત ગીત…. અભિનંદન
Preeti Purohit said,
September 17, 2021 @ 1:07 AM
અદ્ભુત રચના!
કવિ એક અજ્બ ભાવ જગત મા લૈ ગયા!
વન્દન વિરલભાઈ,
ડો. વિવેક અને અર્વિન્દ ભાઈ ખુબ સુન્દર રસાસ્વાદ
Poonam said,
September 18, 2021 @ 2:45 AM
મોતી ફોતી તો ઉસે મલતે ન કાંઈ પર ડૂબકી કા ઇલમ વો જાણતા…
– વિરલ શુક્લ – 👌🏻 janta woh manta… 😊
Parbatkumar said,
September 20, 2021 @ 7:59 AM
વાહ વાહ
અદભુત ગીત
ડૂબકી કા ઇલ્મ વો જાણતા…..
આહા
Vineschandra Chhotai said,
September 25, 2021 @ 8:04 AM
આ જ વાત હદય સ્પર્શ કરી ગઈ કોઈ નિર્ણય
દીશ છવાઈ જવાય તેમ શબ્દ ની જોગવાઈ કરી
પરમ પૉહચ પર લઈ જવાઈ.