બધી આપદા એને શોધી જ લેશે
જે માણસ સતત આપદાથી ડરે છે
ડૉ. હરીશ ઠક્કર

પી જાઉં – રશીદ મીર

જામની ખાલી ક્ષણને પી જાઉં
આમ, , તારા સ્મરણને પી જાઉં.

હું ચસોચસ પીવાનો આદી છું,
બુંદ હો કે ઝરણને પી જાઉં.

મારા હોવાપણામાં તું રજરજ,
તારા એક એક કણને પી જાઉં.

જેમાં તારા બદનની ખુશ્બૂ હો,
એવા વાતાવરણને પી જાઉં.

તેં જે મળવાની શકયતા આપી,
એવા પ્રત્યેક પણને પી જાઉં,

ઝાંઝવાને નીચાવી જાણું છું,
‘મીર’ ધગધગતા રણને પી જાઉં.

– રશીદ મીર

કિડનીની બિમારીના કારણે જાણીતા કવિ, વિવેચક, આસ્વાદક શ્રી રશીદ મીર ૧૧-૦૫-૨૦૨૧ના રોજ જન્નતનશીન થયા. લયસ્તરો તરફથી કવિને ભાવભીની શબ્દાંજલિ…

5 Comments »

  1. praheladbhai prajapati said,

    May 15, 2021 @ 5:38 AM

    NICE

  2. pragnajuvyas said,

    May 15, 2021 @ 8:36 AM

    સરસ ગઝલ
    કવિ, વિવેચક, આસ્વાદક શ્રી રશીદ મીરને ભાવભીની શબ્દાંજલિ…

  3. SURENDRA SINGH RAOL said,

    May 15, 2021 @ 1:05 PM

    જનાબ્ રશેીદ મેીર સાહેબ ને મારેી શ્રધાન્જલિ.તેઓ ત્યા પન રજુઆતો કરેી, પ્રભુને ત્યા ખુશેીનેી મેહફેીલો જમાવશે.આદાબ!!! — અશ્ક જયપુરેી

  4. SURENDRA SINGH RAOL--- said,

    May 15, 2021 @ 1:24 PM

    ઉગતા રવિ હમના તુ થોભેી જાય તો સારુ, ને તિમિર જો તુએ ના વિખરાય તો સારુ, હજુ તો આરામ થેી સુતેી સે મારેી માશુકા, નિન્દરો એનેી ના ઉદ્દિ જાય તો સારુ!!— સાદર અશ્ક જયપુરેી.

  5. Maheshchandra Naik said,

    May 16, 2021 @ 11:19 PM

    હ્રદયપુર્વક શ્રધ્ધાંજલી શ્રી રશીદ મીર સાહેબ……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment