રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.
રઈશ મનીઆર

(ભાંગતી રાતનો આ સન્નાટો) – રશીદ મીર

ભાંગતી રાતનો આ સન્નાટો,
ભીંતને કોઈ તો બારી આપેા.

આટલી સ્તબ્ધતા હતી કયારે,
ઓસનો સાંભળું છું ધુબાકો.

તે પછી ઊંઘવા નથી દેતો,
થોડી રાતોનો તારો સથવારો.

એય ઉપકાર બની જાયે છે,
કોઈ વેળાનો હળવો જાકારો.

કૈં દયા એની ઉતરી એવી,
મેં ત્યજી દીધા સૌ અધિકારો.

ભરબપેારે શહેરની વચ્ચે,
હુંય શોધું છું મારો પડછાયો.

એના અંગેની ધારણાઓ ‘મીર’,
કેવો આપે છે મનને સધિયારો !

– રશીદ મીર

આમ તો આખી ગઝલ મજાની છે પણ ઓસનો ધુબાકો પણ સંભળાય એવી તીવ્ર સ્તબ્ધતા વ્યાખ્યાયિત કરતો શેર સવિશેષ સ્પર્શી ગયો…

8 Comments »

  1. Sandip Pujara said,

    August 27, 2021 @ 1:29 AM

    ​વાહ…. સરસ ગઝલ…

    એય ઉપકાર બની જાયે છે,
    કોઈ વેળાનો હળવો જાકારો

    મારો એક શેર યાદ આવ્યો…..

    કહ્યું’તું જેમણે કે એ મને કંઈ પણ નહીં આપે,
    રહી છે આબરૂ તો એમના ‘કંઈ પણ’નો ૠણી છું.

  2. praheladbhai prajapati said,

    August 27, 2021 @ 4:57 AM

    nice

  3. pragnajuvyas said,

    August 27, 2021 @ 8:47 AM

    આટલી સ્તબ્ધતા હતી કયારે,
    ઓસનો સાંભળું છું ધુબાકો.
    વાહ્
    સ રસ ગઝલ

  4. saryu parikhs said,

    August 27, 2021 @ 9:44 AM

    વાહ!!
    ભાંગતી રાતનો આ સન્નાટો,
    ભીંતને કોઈ તો બારી આપેા.

  5. Gautam said,

    August 27, 2021 @ 11:34 AM

    ખુબજ બળકટ રચના… નાજુક સ્તબ્ધતા… ન્યાલ થઈ ગયા…!!!

  6. Preeti Purohit said,

    September 1, 2021 @ 12:26 AM

    સલામ મીર સાહેબને.

    કૈં દયા એની ઉતરી એવી,
    મેં ત્યજી દીધા સૌ અધિકારો…

    બસ જો એની આવી દયા ઉતરી આવે તો બીજુ શુ જોઇએ?

  7. Preeti Purohit said,

    September 1, 2021 @ 12:29 AM

    સલામ મીર સાહેબને….

    આટલી સ્તબ્ધતા હતી કયારે,
    ઓસનો સાંભળું છું ધુબાકો..

    કેવી વીરાન સ્તબ્ધતા કે ઓસનો ધુબાકો સમ્ભળાય..

    કૈં દયા એની ઉતરી એવી,
    મેં ત્યજી દીધા સૌ અધિકારો…

    બસ જો એની આવી દયા ઉતરી આવે તો બીજુ શુ જોઇએ?

  8. Lata Hirani said,

    September 1, 2021 @ 4:32 AM

    ભીંતને કોઈ તો બારી આપેા.
    ક્યા કહના !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment