સાંયાજીને કહેજો કોઈ… – બાબુલાલ ચાવડા ‘આતુર’
સાંયાજીને કહેજો કોઈ,
ફૂટી આંખો રોઈ-રોઈ.
ભવસાગરના ખારા જળ ને,
बीच भंवरमें नाव डुबोई ।
પહેલાં પાયો પ્રેમપિયાલો,
शब्दकटारी बाद पिरोई ।
ઝળહળ જ્યોતું જાગી ગઈ તો,
खुदकी खलकत खुदमें खोई ।
किसकी बिरहा, किसकी तडपन,
किसकी गठरी, किसने ढोई ।
– બાબુલાલ ચાવડા ‘આતુર’
ભાષા એટલે વહેતી નદી… અને એક નદી બીજીમાં ભળે ત્યારે બેમાંથી એકેય નથી કોઈ ફરિયાદ કરતી કે નથી પોતપોતાનું પોત અલગ જાળવવા કોશિશ કરતી. જુઓ, કવિએ કેવી સ-રસ રીતે અહીં બે ભાષાઓનો સમાન હાથ ઝાલીને મજાની ગઝલ રજૂ કરી છે!
હરીશ દાસાણી said,
June 10, 2021 @ 6:13 AM
પાંચ શેરમાં મણમણ જેવડી વાતો
Shah Raxa said,
June 10, 2021 @ 8:51 AM
વાહ..વાહ.મજાની ગઝલ
pragnajuvyas said,
June 10, 2021 @ 11:28 AM
સાંયાજીને કહેજો કોઈ,
ફૂટી આંખો રોઈ-રોઈ.
કસક અનુભવાય તેવો અદભુત મત્લાએ યાદ આવે
રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો,
વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકળિયું ગામ ત્યાં વસાવજો.
આંખોમાં સાંભરણ ખૂંચશે કણાની જેમ
પાંપણનાં દ્વાર કેમ દેશું?
એક પછી એક પાન ખરશે કદમ્બનાં
ને વેળામાં વીખરાતાં રેશું.
છલકાતું વહેણ કદી હોલાતું લાગે તો વેળુમાં વીરડા ગળાવજો.
આઠમની ધોધમાર મધરાતે એક વાર
પાનીએ અડીને પૂર ગળશે,
પાણીની ભીંતો બંધાઈ જશે
ગોકુળને તે દી’ ગોવાળ એક મળશે.
સાંયાજીને કહેજો કોઈ,
ફૂટી આંખો રોઈ-રોઈ.
લીલુડાં વાંસવન વાઢશો ન કોઈ, મોરપીંછિયુંને ભેળી કરાવજો.
પૂનમની એકાદી રાતના ઉજાગરાને
સાટે જીવતર લખી જાશું,
અમથુંયે સાંભરશું એકાદા વેણમાં
તો હૈયું વીંધાવીને ગાશું.
ભવભવની પ્રીતિનું બંધાણી ભેટે તો વનરાવન વાટે વળાવજો!
લીલુડાં વાંસવન વાઢશો ન કોઈ, મોરપીંછિયુંને ભેળી કરાવજો
ડૉ વિવેકના આસ્વાદ પ્રમાણે-‘બે ભાષાઓનો સમાન હાથ ઝાલીને મજાની ગઝલ રજૂ કરી છે!’
NARESH said,
June 12, 2021 @ 12:13 PM
Please explain meaning of
” खुदकी खलकत खुदमें खोई ”
Thanks.