નામ મારુંય છે છ અક્ષરનું,
પણ શું સોનલ વસે છે મારામાં?
વિવેક મનહર ટેલર

(આખર જિંદગી છે ને!) – સંદીપ પૂજારા

ભલે રાખી હશે બહુ સાચવી, સંભાળીને એને
છતાં પરણી જશે મૃત્યુને, આખર જિંદગી છે ને!

પીડા મળશે ભલે, સાથે નવો આકાર મળશે ને!
સમયને જો હથોડા મારવા છે, મારવા દે ને!

છે પ્રામાણિક બંને, એમની રીતે જ આવે જાય
તેં સુખદુઃખનેય રિશ્વત આપવા ચાહી હશે, હેં ને?

જો એવું હોય નહિ તો કોઈ આજે જીવતું ના હોત
સહનશક્તિ પ્રભુ આપે જ છે, દુઃખ આપે છે જેને

નિભાવું સાવ નોખી રીતથી હું દોસ્તી, ઓ દોસ્ત!
વિકલ્પ એમાંય બે આપું, તું જો સિક્કો ઉછાળે ને!

જરાપણ રંજ ક્યાં છે, જો હજી એને નથી પામ્યો
અતિશય પ્રિય છે, તો પામવામાં વાર લાગે ને!

– સંદીપ પૂજારા

સાદ્યંત સુંદર રચના. બધા જ શેર પાણીદાર. સહજ, સરળ અને સંતર્પક.

22 Comments »

  1. Sandip Pujara said,

    May 21, 2021 @ 2:17 AM

    ખુબ ખુબ આભાર વિવેકભાઈ 
    અને ટીમ લયસ્તરો

  2. Kajal kanjiya said,

    May 21, 2021 @ 2:23 AM

    ખૂબ સરસ ગઝલ અભિનંદન સંદિપભાઈ💐

  3. Dr.Palak trivedi said,

    May 21, 2021 @ 2:25 AM

    Khub saras…wah

  4. રાજેશ હિંગુ said,

    May 21, 2021 @ 2:27 AM

    વાહ.. સરસ ગઝલ..અભિનંદન કવિને

  5. Anjana bhavsar said,

    May 21, 2021 @ 2:28 AM

    ખૂબ સરસ ગઝલ…અભિનંદન

  6. Hardik puj said,

    May 21, 2021 @ 2:52 AM

    Khub sundar rachna..waah

  7. આરતી રાજપોપટ said,

    May 21, 2021 @ 2:54 AM

    વાહ.. ખૂબ સરસ ગઝલ ભાઈ.

  8. Agan rajyaguru said,

    May 21, 2021 @ 2:59 AM

    વાહ…ઉમદા ગઝલ

  9. જાનકી said,

    May 21, 2021 @ 2:59 AM

    ખૂબ સુંદર,
    બધા શેર…. સ- રસ……

  10. ગૌરાંગ ઠાકર said,

    May 21, 2021 @ 4:51 AM

    વાહ વાહ… ખૂબ જ સરસ ગઝલ 🌷👌

  11. Ketki Ghoda said,

    May 21, 2021 @ 6:26 AM

    અતિ ઉત્તમ!

  12. Shah Raxa said,

    May 21, 2021 @ 7:02 AM

    વાહ..ખૂબ સરસ ગઝલ..અભિનંદન

  13. praheladbhai prajapati said,

    May 21, 2021 @ 7:52 AM

    સુન્દર

  14. રાજુ પ્રજાપતિ said,

    May 21, 2021 @ 8:31 AM

    સરસ … સુંદર .. મઝાની ગઝલ …

  15. હરીશ દાસાણી said,

    May 21, 2021 @ 10:35 AM

    સુંદર રચના

  16. DILIPKUMAR CHAVDA said,

    May 21, 2021 @ 12:19 PM

    જોરદાર દોસ્ત
    મજા આવી ગઇ હોં

  17. pragnajuvyas said,

    May 21, 2021 @ 1:18 PM

    જરાપણ રંજ ક્યાં છે, જો હજી એને નથી પામ્યો
    અતિશય પ્રિય છે, તો પામવામાં વાર લાગે ને!
    વાહ !
    સટિક વાત સહજતા સરળતાથી આભિવ્તક્ત કરી!!
    ખૂબ સરસ ગઝલ

  18. MAheshchandra Naik said,

    May 21, 2021 @ 10:30 PM

    સરસ ગઝલ….

  19. Dilip Shah said,

    May 22, 2021 @ 4:38 AM

    સરસ રચના…છલ્લા શેર માં કેટલી સલુકાઈ થી વાત કરી છે.!

  20. Dilip Shah said,

    May 22, 2021 @ 4:41 AM

    સરસ રચના…
    છેલ્લા શેર માં કેટલી સલુકાઈ થી વાત કરી છે.! મને નવા નીશાલીનેં પણ સમજાય તેવી સરળ..સચોટ..

  21. Maheshchandra Naik said,

    May 22, 2021 @ 5:06 PM

    વાહ,સરસ ગઝલ, કવિશ્રીને અભિનંદન…..
    આપનો આભાર..

  22. Maheshchandra Naik said,

    May 22, 2021 @ 5:08 PM

    વાહ,સરસ ગઝલ, કવિશ્રીને અભિનંદન…..બધા જ શેર લાજવાબ…
    આપનો આભાર..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment