(કોરોનાના દોહા) – નિનાદ અધ્યારુ
આ તે કેવી યાતના, આ તે કેવા હાલ !
જેવી આજે જોઈ છે, ના દેખાડે કાલ.
ધોળા-ભગવા બેઉમાં, ધોળો મોટો પીર,
હોસ્પિટલ હો શામળો, શાને જઉં મંદિર ?
ચીસો એકસો આઠની, સંભળાતી ચોકોર,
ભીતર તાતા-થૈ કરે શ્વાસોના બે મોર !
આ કેવી સંવેદના? આ કેવી દરકાર?
કોરટ ઉધડો લે પછી નિર્ણય લે સરકાર.
સાંજે પાછા ઘર જતા પડતી રુદિયે વીજ,
મનમાં-મનમાં બાંધતો હું ઘરને તાવીજ.
નાના-મોટા જે ગણો, સૌના સરખા હાલ,
સેવા તો મળશે બધે, ક્યાંથી મળશે વ્હાલ?
‘નિનાદ’ એક જ પ્રાર્થના- સૌનું સારું થાય,
હું સંધાતો હોઉં તો પહેલા તું સંધાય!
– નિનાદ અધ્યારુ
કવિતા આમ તો સ્થળ-કાળ-વ્યક્તિ નિરપેક્ષ હોય છે, પણ સાંપ્રતનો પડઘો જ ન ઝીલાયો હોય એવી કવિતા કોઈ ભાષા-સંસ્કૃતિઓમાં જડતી નથી. કોરોનાની મહામારી જવાનું નામ લેવાનું તો બાજુએ, વધુને વધુ વકરતી ને વિકરાળ થતી જાય છે. ગુજરાતી કવિતા પણ કોરોનાની અસરો ઝીલવાથી મુક્ત રહી શકી નથી. ગીતો અને ગઝલોની બોછારથી અળગા ચાલીને નિનાદ અધ્યારુ ખૂબસુરત દોહાઓ લઈને આવ્યા છે. કોરોના મહામારીના અલગ-અલગ આયામ કાવ્યસૌંદર્ય જાળવીને કવિએ કેવા બખૂબી રજૂ કર્યા છે! શ્વાસોના બે મોરનું તાતા-થૈ, ઘરને તાવીજ બાંધવાની વાત અને પોતાના પહેલાં સામાની તકલીફ સંધાવાની પ્રાર્થનામાં કવિતા ચરમસીમાએ પહોંચે છે.
Kanjiya said,
April 29, 2021 @ 3:32 AM
ખૂબ સરસ ગઝલ…..અભિનંદન
DILIPKUMAR CHAVDA said,
April 29, 2021 @ 3:52 AM
ખૂબ સરસ સાંપ્રત સમયને સુસંગત
Pravin Shah said,
April 29, 2021 @ 4:06 AM
ખરેખર, ખૂબ સુન્દર !
Lata Hirani said,
April 29, 2021 @ 6:00 AM
સાચે જ… સ્પર્શી જાય એવા દોહા
praheladbhai prajapati said,
April 29, 2021 @ 6:11 AM
DAARUN HADAY VEDNAA AA KORONAA SANKRMN PR
હરીશ દાસાણી said,
April 29, 2021 @ 6:31 AM
સરસ પ્રાસંગિક રચના
Lata parekh said,
April 29, 2021 @ 8:53 AM
Very nice
pragnajuvyas said,
April 29, 2021 @ 9:26 AM
સાંપ્રત સમયની અનુભવાતી વેદના વ્યક્ત કરતી રચના
લલિત ત્રિવેદી said,
April 30, 2021 @ 1:43 AM
વાહ વાહ
Dr Heena Yogesh Mehta said,
May 1, 2021 @ 1:32 AM
ખૂબ સુંદર, સંવેદનશીલ કવિતા
Doctors n front line workers responsibility increasing every day!!
Poonam said,
May 1, 2021 @ 2:48 AM
નિનાદ’ એક જ પ્રાર્થના- સૌનું સારું થાય,
હું સંધાતો હોઉં તો પહેલા તું સંધાય!
– નિનાદ અધ્યારુ – sundar
મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે – કેશવ | ટહુકો.કોમ said,
May 1, 2021 @ 7:55 PM
[…] – નિનાદ અધ્યારુ (https://layastaro.com/?p=18545) […]