હું ભણું છું એમનો ચહેરો, અને એ-
ક્લાસમાં ભૂગોળનું પુસ્તક ભણે છે.
શીતલ જોશી

(જાઉં હું) – મેગી અસનાની

બસ, બહુ મોડું થયું છે, જાઉં હું,
બે ઘડી દુનિયાને પણ દેખાઉં હું.

ખૂબ ચાહું છું તને, પણ બોલતા
કોણ જાણે કેમ રે મૂંઝાઉં હું?

બે ઘડી જો વાત મીઠી તું કરે,
એ પછી બે ત્રણ દિવસ હરખાઉં હું.

હું જ જ્યાં ખુદને હજુ સમજી નથી,
અન્યને તો શી રીતે પરખાઉં હું?

એટલી યાદો તું આપીને ગયો,
ખાલી ઘરમાં ચાલતા અથડાઉં હું.

– મેગી અસનાની

સરળ સહજ ભાષામાં સ્ત્રી હૃદયના ભાવોની નાજુક મીનાકારી. પ્રિયજનમાં સમગ્રતયા ખોવાઈ ગઈ હોવા છતાં સ્ત્રી દુનિયા તરફની પોતાની જવાબદારી તરફ મોઢું ફેરવી શકતી નથી. બે ઘડી તો બે ઘડી, પણ દુનિયાની સામે હાજરી તો પૂરાવવી જ પડે. આ સ્ત્રી જ કરી શકે. એ કદી બેપરવા બની શકતી નથી.

6 Comments »

  1. Rajesh hingu said,

    April 15, 2021 @ 2:55 AM

    વાહ… નજાકત ભરી ગઝલ… કવયિત્રીને અભિનંદન

  2. Anjana bhavsar said,

    April 15, 2021 @ 3:05 AM

    પહેલી વાર વાંચેલી ત્યારે પણ આ ગઝલ ખૂબ ગમેલી…અભિનંદન…સરળ સહજ રીતે સ્ત્રી હૃદયની ઋજુ રજુઆત…

  3. saryu parikh said,

    April 15, 2021 @ 9:40 AM

    ખૂબ સરસ…
    એટલી યાદો તું આપીને ગયો,
    ખાલી ઘરમાં ચાલતા અથડાઉં હું.
    સરયૂ પરીખ

  4. pragnajuvyas said,

    April 15, 2021 @ 10:31 AM

    એટલી યાદો તું આપીને ગયો,
    ખાલી ઘરમાં ચાલતા અથડાઉં હું.
    વાહ્
    .
    કવયિત્રી મેગી અસનાનીએ સ્ત્રી હૃદયના નાજુક ભાવને સહજ મૂર્તતા આપી છેઃ

  5. Maheshchandra Naik said,

    April 15, 2021 @ 3:17 PM

    સ્ત્રી હ્રદયની લાગણી વ્યક્ત કરી કવિયત્રીએ પોતાની મનોવ્યથા ખુબ જ સરસ રચના….

  6. લલિત ત્રિવેદી said,

    April 16, 2021 @ 12:36 AM

    સરસ ગઝલ… વાહ વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment