પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.
‘આસીમ’ રાંદેરી

(ગમતું નથી) – અંજના ભાવસાર ‘અંજુ’

આમ, તું ના હોય તો ગમતું નથી
પણ હૃદય જિદ્દી છે, કરગરતું નથી

હું શરમ છોડું , તું રહેવા દે વિવેક
સ્વપ્ન છે, અહીં કોઈ ઓળખતું નથી

નામ સંયમનું ધરી રોક્યું છે તેં
આ રીતે મનને કોઈ છળતું નથી!

એવું તે શું કહીને છોડી આંગળી?
ટેરવું પણ સહેજે ટળવળતું નથી!

પ્રેમથી આપ્યું દરદ તેં ભેટમાં
એ જ કારણ છે કે એ ઘટતું નથી

કોણ જાણે કોની લાગી છે નજર!
આંખમાં કાજળ હવે ટકતું નથી

– અંજના ભાવસાર ‘અંજુ’

આવી ગઝલ હાથ ચડે ત્યારે થાય કે હા, ગુજરાતી કવિતાનું ભવિષ્ય ઉજ્જવળ છે. લગભગ બધા જ શેર સંતર્પક થયા છે. મત્લામાં ખુદ્દારીનો કેવો સ-રસ અંદાજ વ્યક્ત થયો છે! વિરહ ગમે એટલી તકલીફ કેમ ન આપે, હૃદય ભીખ તો નહીં જ માંગે. પિયુમિલનની ઝંખના કોને ન હોય! પણ કોઈક કારણોસર બે જણે એકમેકથી દૂર રહેવાની ફરજ પડતી હોય તો તેનો ઉપાય કવયિત્રી પાસે છે જ. સ્વપ્નપ્રદેશમાં ન શરમ, ન વિવેક – કશુંય પહેરી રાખવાની આવશ્યક્તા નથી. ‘ટેરવું સહેજ પણ ટળવળતું નથી’નું કલ્પન ગઝલને એક અલગ જ ઊંચાઈએ લઈ જાય છે, તો આખરી શેર સ્ત્રીસહજ સંવેદનની પરાકાષ્ઠાનો શેર છે, કદાચ આંસુ વિશે લખાયેલા ઉત્તમ શેરોમાં સમાવી શકાય એવો…

21 Comments »

  1. Shah Raxa said,

    February 25, 2021 @ 1:10 AM

    વાહ..ગઝલ અને આસ્વાદ ખૂબ સરસ

  2. ગૌરાંગ ઠાકર said,

    February 25, 2021 @ 1:14 AM

    ખૂબ જ સરસ ગઝલ… વાહ વાહ

  3. Kajal kanjiya said,

    February 25, 2021 @ 1:16 AM

    Wahhh Congratulations 💐

  4. Harihar Shukla said,

    February 25, 2021 @ 1:16 AM

    અદભૂત અદભૂત 👌💐

  5. Anjana bhavsar said,

    February 25, 2021 @ 1:18 AM

    ખૂબ ખૂબ આભાર..મારી ખૂબ સરળ અને સાદા શબ્દોથી બનેલી ગઝલનો લયસ્તરોમાં સમાવેશ કરવા બદલ..

  6. Sandip Pujara said,

    February 25, 2021 @ 1:23 AM

    ખુબ સુંદર ગઝલ – દરેક શેર એક અલગ કવિતા બનીને આવ્યો છે 
    અભિનંદન 

  7. Rajesh Hingu said,

    February 25, 2021 @ 1:25 AM

    સરળ, સહજ, સુંદર અભિવ્યક્તિ.. કવયિત્રીને અભિનંદન

  8. Poonam said,

    February 25, 2021 @ 1:27 AM

    આમ, તું ના હોય તો ગમતું નથી
    પણ હૃદય જિદ્દી છે, કરગરતું નથી Waah !

    એવું તે શું કહીને છોડી આંગળી?
    ટેરવું પણ સહેજે ટળવળતું નથી! Kya baat

    – અંજના ભાવસાર ‘અંજુ’ aakhi ghazal Saras Aasawad sachot 👌🏻

  9. Nikita Mistry said,

    February 25, 2021 @ 2:09 AM

    અતિ સુંદર.
    લાજવાબ 👌👌

  10. Manisha Mehta said,

    February 25, 2021 @ 3:00 AM

    કલ્પનાને શબ્દોમાં ગૂંથવાની તારી મોહક અદા
    કંઈ કેટલાંય થઈ રહ્યા તેના પર ફિદા..

  11. Charu Gandhi said,

    February 25, 2021 @ 4:21 AM

    બહુ જ સુંદર રચના

  12. આરતીસોની said,

    February 25, 2021 @ 4:54 AM

    મસ્ત ગઝલ
    બધાં શેર મજેદાર

  13. Manisha gohil said,

    February 25, 2021 @ 5:50 AM

    Wahhhh…khub j Sundar gazal

  14. Kiran Jogidas said,

    February 25, 2021 @ 6:02 AM

    ખૂબ સરસ મજાની પ્રણય ગઝલ….બધા જ શેર સરસ થયા છે

  15. Kandarp said,

    February 25, 2021 @ 9:15 AM

    ખૂબ સુંદર, હાર્ટ ટચિંગ

  16. Bharat Waghani said,

    February 25, 2021 @ 11:55 AM

    છેલ્લા બેએક વર્ષમાં આવેલા ગઝલકારોમાં આદરપૂર્વક યાદ કરવા પડે એ લેવલની ગઝલો લખી રહ્યા છે અંજુ મેમ.. અભિનંદન..
    બધા જ શેર ઉતમ.
    ✌💯👌🙌🙌

  17. pragnajuvyas said,

    February 25, 2021 @ 1:16 PM

    સુંદર ગઝલનો સ રસ આસ્વાદ
    આમ, તું ના હોય તો ગમતું નથી
    પણ હૃદય જિદ્દી છે, કરગરતું નથી
    વાહ

  18. Falguni said,

    February 26, 2021 @ 10:18 PM

    બહુ સરસ , બસ આમજ સુંદર કવિતાઓ અને ગઝલ લખે એવી શુભેચ્છાઓ સાથે ખૂબ અભિનંદન

  19. Mahendra S.Dalal said,

    February 27, 2021 @ 3:55 AM

    આસુ મા કલમ દુબાવિને લખેલિ ગઝલ.
    અદભુત..

  20. ચેતન પ્રા. શાહ said,

    February 28, 2021 @ 3:39 AM

    મતલાની સ્વાભિમાનતા હ્રદય સ્પર્શી ગઇ
    એક એક શેર હ્રદય મા ઉતરી મનને રોમાંચિત કરી ગયો
    બહુજ સુંદર અભિવ્યકતિ..

  21. nirlep said,

    March 11, 2021 @ 3:57 PM

    amazing…great one after a long

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment