શ્વસ અનંતોમાં
ઊડ પતંગોમાં
પોઢ ગઝલોમાં
ઊઠ અભંગોમાં
સંદીપ ભાટિયા

માલમને ઓળખો – સાહિલ

ક્યારેય તમને ક્યાં કહ્યું કે અમને ઓળખો,
જો ઓળખી શકો તો તમે – તમને ઓળખો.

સામો કિનારો લાગવાનો હાથવેંતમાં,
દરિયો અજાણ્યો હો ભલે – માલમને ઓળખો.

દૃશ્યોની પારદર્શિતાની પાર હો જવું,
તો જીવને વરેલા બધા ભ્રમને ઓળખો.

ઈશ્વર અને તમારી નિકટતા વધી જશે,
આલમના બદલે જો તમે આતમને ઓળખો.

આસાન છે સમયનાં બધાં વ્હેણ વીંધવા,
ક્યારેક તો ભીતરની ગતાગમને ઓળખો.

બુદ્ધિ અને સમજના પરિમાણ છે અલગ,
વાણીને સાંભળો અને મોઘમને ઓળખો.

જડબેસલાક બંધ કમાડો ખુલી જશે,
જો શબ્દ બદલે શબ્દની સરગમને ઓળખો.

– સાહિલ

મજબૂત ગઝલ. લગભગ બધા જ શેર સંતર્પક.

10 Comments »

  1. Sandip Pujara said,

    February 20, 2021 @ 2:28 AM

    મસ્ત ગઝલ – વાહ
    વાણીને સાંભળો અને મોઘમને ઓળખો…. ક્યા બાત……

  2. Lalit Trivedi said,

    February 20, 2021 @ 4:08 AM

    વાહ વાહ… સરસ ગઝલ..

  3. Labhshankar Bharad said,

    February 20, 2021 @ 4:09 AM

    વાહ, સુંદર – મનનીય ગઝલ. ધન્યવાદ.

  4. Pravin Shah said,

    February 20, 2021 @ 5:16 AM

    વાહ ! ખૂબ સરસ !

  5. Prahladbhai Prajapati said,

    February 20, 2021 @ 6:08 AM

    RXCELENT

  6. pragnajuvyas said,

    February 20, 2021 @ 9:15 AM

    મજાની ગઝલનો
    ક્યારેય તમને ક્યાં કહ્યું કે અમને ઓળખો,
    જો ઓળખી શકો તો તમે – તમને ઓળખો.
    સુંદર મત્લા
    તારેએ સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ કે હું કોણ છું, કયાંથી આવ્યો છું, કયાં જવાનું છે ? કયા ઉદેશ્યથી હું સંસારમાં આવ્યો છું, કયા કામ માટે ભગવાને મને પેદા કર્યો છે, મારી ભલાઈ શામાં છે અને મારું દુર્ભાગ્ય શામાં છે ? આ ઉ૫રાંત તે ૫ણ જોવું જોઈએ કે તારી અંદર જે દૈવી અને પાશવિક વૃત્તિઓનો સંગ્રહ થયેલો છે તેમાંથી કયા પ્રકારની વૃત્તિઓનું જોર વધારે છે તથા સાથે એ ૫ણ જો કે તારો પોતાનો સ્વભાવ કેવો છે.

  7. Lata Hirani said,

    February 20, 2021 @ 9:16 AM

    સાચે જ સાદ્યંત સુંદર રચના…

  8. Maheshchandra Naik said,

    February 20, 2021 @ 2:17 PM

    ધમધોકાર ગઝલ
    બધા જ શેર અફ્લાતુન અને મનભાવન્,
    ઈશ્વર અને તમારી નિકટતા વધી જશે,
    આલમના બદલે જો તમે આતમને ઓળખો,
    કવિશ્રીને અભિનદન,
    આપનો આભાર…

  9. Sureshkumar Vithalani said,

    February 21, 2021 @ 12:11 AM

    બહુ જ સુંદર રચના. આપને તથા કવિશ્રી ને અભિનંદન. આભાર .

  10. અજય ચૌધરી said,

    February 21, 2021 @ 12:19 PM

    ખુબ જ સરસ ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment