મોટેથી કહી શકાય, નથી એવી વાત એ;
સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ !
– અમર પાલનપુરી

શ્વાસોની સફર – ગુલામ અબ્બાસ ‘નાશાદ’

એકધારું તાકતાં થાકી નજર;
આભને જોયા કર્યું કારણ વગર,

માર્ગમાં અટવાઈ જાવાનું થયું;
લક્ષ્ય વિસરી ગઈ છે શ્વાસોની સફર.

આ ઉદાસી એટલે એનું પ્રમાણ;
કોશિશો નિષ્ફળ, દુઆઓ બેઅસર.

ભરવસંતે પાનખર જેવી ઋતુ;
એક પણ ટહુકો ન ગુંજ્યો ડાળ પર.

ભાવિને શણગારવાની હોડમાં;
હું જમાનાથીય છું તો બેખબર.

આ ભલા કેવું સુરાલય છે કે જ્યાં;
આંખમાં આંસુ ને કોરા છે અધર.

મુંઝવણ ‘નાશાદ’ હંમેશાં રહી;
આપણું કહેવાય એવું ક્યાં છે ઘર !

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

લગભગ બધા જ શેર મનનીય… સહજસાધ્ય ગઝલ.

4 Comments »

  1. Pravin Shah said,

    February 19, 2021 @ 6:26 AM

    ખૂબ સરસ !

  2. saryu parikh said,

    February 19, 2021 @ 9:39 AM

    વાહ! એકે એક શેર સુંદર.
    “માર્ગમાં અટવાઈ જાવાનું થયું;
    લક્ષ્ય વિસરી ગઈ છે શ્વાસોની સફર.”
    સરયૂ પરીખ

  3. pragnajuvyas said,

    February 19, 2021 @ 9:41 AM

    કવિશ્રી ગુલામ અબ્બાસ ‘નાશાદ’ની સુંદર ગઝલ
    માર્ગમાં અટવાઈ જાવાનું થયું;
    લક્ષ્ય વિસરી ગઈ છે શ્વાસોની સફર
    વાહ
    શાસ્ત્રોમાં ચોર્યાસી લાખ ફેરાની વાત કરી છે. આપણે એમ થાય કે એક ફેરામાં જ આટલું હાંફી જવાય છે તો ચોર્યાસી લાખ ફેરામાં તો શુંનું શું થતું હશે. પણ ના, એવું એટલા માટે નથી થતું કારણકે દરેક જન્મ નવેસરથી એકડો ઘૂંટે છે. કવિ કહે છે એમ શ્વાસોની સફર આરંભી જ છે તો એના નીતિ-નિયમો પણ પાળવા પડે. લક્ષ્ય વિસરી જાય તે ન ચાલે.

  4. Maheshchandra Naik said,

    February 23, 2021 @ 8:54 PM

    સરસ ગઝલ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment