જીવી લીધું – હરીશ ધોબી
ઓછું-વત્તું, હલકા-ભારી જીવી લીધું,
જેવું તેવું મનને મારી જીવી લીધું.
ખૂબ જ કરતી’તી નખરાં એ મારી આગળ,
ઇચ્છાને ઠોકર ફટકારી જીવી લીધું.
ખુશ કરવી’તી દુનિયાને બસ એ કારણસર,
જીવતરને ચાંપી ચિનગારી જીવી લીધું.
જીવવા જેવું જીવવા ખાતર મૃત્યુને પણ,
ડગલે ને પગલે પડકારી જીવી લીધું.
કોઈ દિલાસો દેનારું ના દેખાયું તો,
મેં ખુદનો વાંસો પસવારી જીવી લીધું.
ઘર આગળના રસ્તાઓ ખામોશ થયા તો,
મેં પણ બંધ કરીને બારી જીવી લીધું.
– હરીશ ધોબી
ખુમારી અને લાચારીના બે અંતિમ ધ્રુવોની વચ્ચે ગતિ કરીને જીવી લેવાની સ્વાનુભૂતિની સ-રસ ગઝલ.
Anjana bhavsar said,
February 18, 2021 @ 2:01 AM
સરસ ગઝલ
Praful said,
February 18, 2021 @ 4:48 AM
Excellent! What a wonderful life experience to express with pen.
Prahladbhai Prajapati said,
February 18, 2021 @ 4:54 AM
સરસ્
pragnajuvyas said,
February 18, 2021 @ 9:20 AM
ડો વિવેકે આસ્વાદમા કહ્યું તે પ્રમાણે ‘બે અંતિમ ધ્રુવોની વચ્ચે ગતિ કરીને જીવી લેવાની સ્વાનુભૂતિની સ-રસ ગઝલ’
કોઈ પણ કવિ નિજી અવાજની શોધમાં નીકળતો હોય તોય ભાષા અને સંવેદનશીલતા સાથે કામ પાડવાનું આવે જ. એની મથામણ ભાષાની સાથોસાથ અસ્તિત્વનાં સંવાદી-વિસંવાદી તત્ત્વોને સમજવાની, પામવાની હોય તે સ્વાભાવિક છે. ભાષા અને અનુભવનું અદ્વૈત ફોર્મમાં સધાતું આવે છે. સ્વાનુભૂતિ પણ અન્તે તો ભાષામાં રૂપાન્તર પામે.
ઓછું-વત્તું, હલકા-ભારી જીવી લીધું,
જેવું તેવું મનને મારી જીવી લીધું.
વાહ
Maheshchandra Naik said,
February 18, 2021 @ 1:54 PM
સરસ ગઝલ,બધા જ શેર ખુમારીથી જીવવાનુ શીખવી જાય છે,
કવિશ્રીને અભિનંદન………
Kajal kanjiya said,
February 19, 2021 @ 4:00 AM
Wahhh srs Gzl