(શ્લોકો!) – હર્ષ બ્રહ્મભટ્ટ
જે નથી જાણતા શું છે મોકો
દોસ્ત એવાય છે ઘણા લોકો
આપનાથી થશે ન કૈં બીજું
અમને આગળ જતાં તમે રોકો !
આપ વિદ્વાન છો તો માથા પર
ના મને વાતવાતમાં ટોકો
આપણી થઈ જતી નથી એ કૈં
જેટલી ભીંત પર ખીલી ઠોકો
એની આંખોને જ્યારે પણ જોઉં
તો મને સંભળાય છે શ્લોકો !
– હર્ષ બ્રહ્મભટ્ટ
જાણીતા કવિ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ એમનો નવમો ગઝલસંગ્રહ ‘તું મળે ત્યારે જડું છું’ લઈને ઉપસ્થિત થયા છે. લયસ્તરોના ઉંબરે કવિશ્રીનું અને સંગ્રહનું સહૃદય સ્વાગત છે. સંગ્રહમાંથી એક મજાની રચના માણીએ…
ટૂંકી બહરની હમરદીફ-હમકાફિયા ગઝલ અને એમાંય સાચવવા અઘરા પડે એવા ચુસ્ત કાફિયાઓનો કવિએ કેવો બખૂબી નિર્વાહ કર્યો છે તે જોવા જેવું છે… બધા જ શેર ધ્યાનાર્હ થયા છે.
Pravin Shah said,
February 6, 2021 @ 4:32 AM
વાહ ! મઝા આવી ગઈ !
લલિત ત્રિવેદી said,
February 6, 2021 @ 10:18 AM
.. વાહ વાહ.. કવિ… સુંદર ગઝલ
pragnajuvyas said,
February 6, 2021 @ 10:53 AM
કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટની અફલાતુન ગઝલ
એની આંખોને જ્યારે પણ જોઉં
તો મને સંભળાય છે શ્લોકો !
વાહ્
યાદ આવે
ઘણી મેં શોધ કરી શ્લોક અને સ્તુતિમાં પણ ઈશ્વર મને મળ્યો સ્નેહ અને સહાનુભૂતિમાં .
લાગણી, પ્રેમ, પ્રતિભાનું તેજ જ્યારે વધી જાય છે ત્યારે સામી વ્યક્તિની આંખો બંધ થઈ જાય છે
આ સમયે પંખીઓના કલરવ વધારે સ્પષ્ટ સંભળાય છે અને જીવનમાં કઈક નજીકનું અનુભવાય છે.
Prahladbhai Prajapati said,
February 6, 2021 @ 7:00 PM
સરસ્
Maheshchandra Naik said,
February 6, 2021 @ 10:27 PM
સરસ સરસ ગઝલ, આનંદ આનંદ…..
Harihar Shukla said,
February 9, 2021 @ 6:36 AM
શ્લોકો સાંભળવા આંખોને જોવાની વાત 👌💐