સૈંયા, મેલી દે તારી નવાબી,
. કે રોજ મારી ફરકે છે આંખ હવે ડાબી….
વિનોદ જોશી

નીકળી ગયો – કિરણસિંહ ચૌહાણ

કાંઈ પણ કીધા વગર નીકળી ગયો,
શબ્દ; ખોલીને અધર, નીકળી ગયો.

હોઉઁ છું હાજર છતાં નડતો નથી,
હું બધેથી માપસર નીકળી ગયો.

એની આંખોમાં ઘણી વાતો હતી,
મૂકીને ખાલી કવર, નીકળી ગયો.

રોજ આવી તો ઘરોબો થઈ ગયો,
આફતો પ્રત્યેનો ડર નીકળી ગયો.

સોંપીને બીજા પ્રહરને કામકાજ,
રાતનો પહેલો પ્રહર નીકળી ગયો.

આપણી યારી તો નીચે રહી ગઈ,
તું હવે એથી ઉપર નીકળી ગયો.

મૂર્તિની લાચાર હાલત જોઈને,
હું કશું માંગ્યા વગર નીકળી ગયો.

– કિરણસિંહ ચૌહાણ

કિરણસિંહ ચૌહાણ એમનો ત્રીજો સંગ્રહ ‘દરજ્જો’ લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. નવા સંગ્રહમાં કવિએ ટૂંકી બહરની ગઝલો પર સવિશેષ કામ કર્યું છે અને ભાષામાં રોજિંદી બોલચાલનો કાકુ પણ આબાદ ઝીલ્યો છે… આલા દરજ્જાની રચનાઓ ધરાવતા ‘દરજ્જો’નું સહૃદય સ્વાગત. સંગ્રહમાં પ્રકાશિત રચનાઓમાંથી કેટલીક આપણે અગાઉ લયસ્તરો પર માણી ચૂક્યાં છીએ. આજે માણીએ એક નવી ગઝલ.

11 Comments »

  1. Parbatkumar said,

    January 21, 2021 @ 12:42 AM

    વાહ વાહ
    ખૂબ સરસ ગઝલ

    બધેથી માપસર…….
    આહા…..

  2. Anjana bhavsar said,

    January 21, 2021 @ 1:49 AM

    ખૂબ સરસ ગઝલ કિરણભાઈ

  3. Love Sinha said,

    January 21, 2021 @ 1:56 AM

    વાહ

  4. saryu parikh said,

    January 21, 2021 @ 9:51 AM

    વાહ્ સરસ રચના… શબ્દ; ખોલીને અધર, નીકળી ગયો.
    સરયૂ પરીખ

  5. Shah Raxa said,

    January 21, 2021 @ 11:50 AM

    વાહ..કયા બાત..

  6. pragnajuvyas said,

    January 21, 2021 @ 12:04 PM

    ખૂબ સરસ ગઝલ
    કાંઈ પણ કીધા વગર નીકળી ગયો,
    શબ્દ; ખોલીને અધર, નીકળી ગયો.
    વાહ

  7. Maheshchandra Naik said,

    January 21, 2021 @ 2:31 PM

    હોંઉ છું હાજર છતાં નડતો નથી,
    હું બધેથી માપસર નીકળી ગયો,
    બધા જ શેર અફ્લાતુન…..કવિશ્રીને અભિનદન……..આપનો આભાર…

  8. Maheshchandra Naik said,

    January 21, 2021 @ 2:33 PM

    હોંઉ છું હાજર છતાં નડતો નથી,
    હું બધેથી માપસર નીકળી ગયો,
    બધા જ શેર અફ્લાતુન…..કવિશ્રીને કિરણસિંહ ને અભિનંદન્…………આપનો આભાર…

  9. Prahladbhai Prajapati said,

    January 21, 2021 @ 8:25 PM

    અમાપનુ કહિ માપમો નિકલિ ગયા ………વાહ વાહ્ ,,,,,,,

  10. Harihar Shukla said,

    January 21, 2021 @ 10:27 PM

    શબ્દ કાંઈ પણ કીધા વિના “અધર” ખોલીને નીકળી ગયો!👌💐

  11. Kajal kanjiya said,

    January 22, 2021 @ 4:32 AM

    ખૂબ સરસ ગઝલ
    અભિનંદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment