સાથ કાયમનો છતાં સહવાસ જેવું કંઈ નથી,
સૂર્યનો આભાસ છે અજવાસ જેવું કંઈ નથી.
– મધુમતી મહેતા

ચૂકી ગઈ – બિનીતા

દરિયો જોવામાં નદી ચૂકી ગઈ,
એક ક્ષણમાં હું સદી ચૂકી ગઈ.

એક સરખી એની ચાહત તો મળી,
હું કદી પામી, કદી ચૂકી ગઈ.

ફિલસૂફીને હાંકવામાં હું સદા,
સત-અસત, નેકી-બદી ચૂકી ગઈ.

કહેવા જેવું હોય તે કીધું જ છે,
બોલવામાં ક્યા કદી ચૂકી ગઈ?

કૃષ્ણને પહેલાથી કહેવાનું હતું,
એ જ બાબત દ્રૌપદી ચૂકી ગઈ.

– બિનીતા

આપણી પાસે તથાગત જેવી all-encompassing દૃષ્ટિ નથી. આપણે એક જોવા જઈએ ત્યાં તેર ચૂકી જવાય છે. દરિયાની વિશાળતા જોવામાં ક્યારેક નદીને જોવાનું રહી જાય છે. સાની મિસરામાં કવયિત્રી વિશાળતાના આયામોની ઉલટાસૂલટી કરે છે. કદને સામસામે મૂકીએ તો દરિયો સદી જેવો વિશાળ છે અને એની સાપેક્ષે નદી ક્ષણ જેવી નાનકી. પણ કવયિત્રી એક તરફ વિશાળતા જોવા જતાં અલ્પતા તરફ ધ્યાન આપવાનું રહી ગયું હોવાનો એકરાર કરે છે તો બીજી તરફ અલ્પતા તરફ ધ્યાન હોવાથી વિશાળતા હાથમાંથી સરકી ગઈ હોવાની વાત કરે છે. થોડું અસંગત લાગે પણ આ જ તો કવિતાની મજા છે. મોટાને જોવામાં નાનાને જોવાનું ચૂકી જવાય એ વાત હકીકતમાં ક્ષણમાં સદી ચૂકવા જેવી જ છે. દરિયો મોટો પણ ખારો. વૃકોદર. અગણિત નદીઓની મીઠાશ પી જાય. નદી નાની પણ મીઠી. પોતાની જાત આખી આપી દે દરિયાને પણ બદલામાં કશું માંગે પણ નહીં. જીવનમાં નાની-નાની વસ્તુઓ પર ધ્યાન નહીં આપીએ તો ક્ષણમાં સદી ગુમાવવાનો વારો આવી શકેની વાત કરતો, અને જરા અવળા હાથે કાન પકડાવતો આ મત્લા મને તો ખૂબ ગમી ગયો. આપનું શું કહેવું છે?

બાકીના શેર પણ મનનીય. સરવાળે આખી ગઝલ આસ્વાદ્ય.

12 Comments »

  1. Dilip Chavda said,

    January 15, 2021 @ 7:16 AM

    ફિલસૂફીને હાંકવામાં હું સદા,
    સત-અસત, નેકી-બદી ચૂકી ગઈ.
    Mind Blowing

    નવા જોમ સાથેની જોરદાર ગઝલ

  2. Pravin Shah said,

    January 15, 2021 @ 7:41 AM

    મે તો ગઝલ અને આસ્વાદ બન્ને માણ્યા
    હ્નુ તો કઇ ચૂકી નથી ગયો !

  3. Anjana bhavsar said,

    January 15, 2021 @ 7:47 AM

    Saras gazal

  4. pragnajuvyas said,

    January 15, 2021 @ 11:36 AM

    સુંદર ગઝલનો ખૂબ સ રસ આસ્વાદ

  5. preetam lakhlani said,

    January 15, 2021 @ 2:38 PM

    સરસ નદી દરિયો અને ગઝલ ગમી ગયા

  6. preetam lakhlani said,

    January 15, 2021 @ 2:40 PM

    સરસ ગઝલ, નદી દરિયો પણ ગમતાનો ગુલાલ

  7. નરેશ કે ડોડીયા said,

    January 16, 2021 @ 12:06 AM

    ખૂબ સરસ ગઝલ

  8. binita said,

    January 16, 2021 @ 3:54 AM

    શુક્રિયા

  9. Vipul pandya said,

    January 16, 2021 @ 4:27 AM

    વાહહ ખૂબ સુંદર રચના આસ્વાદ એટલો જ સરસ👏👏

  10. ચેતના શાહ said,

    January 16, 2021 @ 4:31 AM

    વાહ વાહ સખી
    ખૂબ સુંદર ગઝલ
    ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ

  11. Ansuya Desai said,

    January 16, 2021 @ 7:14 AM

    વાહ વાહ ખૂબ સરસ
    જોરદાર 👍👍

  12. હરિહર શુક્લ said,

    January 16, 2021 @ 9:12 AM

    લો વીતી ગઈ ક્ષણ ક્ષણમાં, ને
    યુગો વીત્યા, યુગ વીત્યો ના!

    સદી ચૂકી જવાની એ એક કિંમતી ક્ષણ!👌💐

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment