ઘટનાની જાણ મેં કરી તો એમણે પૂછ્યું
શું સનસનાટીવાળી કશી બાતમી નથી?
– મંથન ડીસાકર

(રડી-રડીને) – નિનાદ અધ્યારુ

થોડું હસી-હસીને, થોડું રડી-રડીને,
જોયા કરું છું એના ફોટા અડી-અડીને !

લસરીને ગાલ પરથી સીધ્ધું હૃદયને અડતું,
આંસુય જાય તો ક્યાં આખર દડી-દડીને ?

તું જીવવાનું કહે છે આ વર્તમાનમાં પણ-
ભૂતકાળ બીવડાવે પાછળ પડી-પડીને !

આંસુથી તરબતર છો ? ચિંતા જરા ન કરશો !
સોનું બને છે સુંદર હીરા જડી-જડીને.

માણસ બન્યો તવંગર મૂર્તિ બનાવી તારી,
ઈશ્વર તને મળ્યું શું માણસ ઘડી-ઘડીને ?

તારી નજર હમેશા શિખર ઉપર જરૂરી,
નીચે જરા ન જોતો ઉપર ચડી-ચડીને.

જીવનના છોડ માટે ‘નિનાદ’ ખુશખબર છે:
ખાતર બની ગયા છે સપના સડી-સડીને !

– નિનાદ અધ્યારુ

વાંચતાવેંત સહજ પ્રત્યાયન કરી દે એવી મજાની ગઝલ. બધા જ શેર આસ્વાદ્ય થયા છે.

24 Comments »

  1. Anjana bhavsar said,

    January 8, 2021 @ 3:31 AM

    લસરીને ગાલ પરથી સીધ્ધું હૃદયને અડતું…વાહ
    મકતાનો શેર પણ લાજવાબ..

  2. Prahladbhai Prajapati said,

    January 8, 2021 @ 5:29 AM

    સુન્દર

  3. Dr Sejal Desai said,

    January 8, 2021 @ 6:04 AM

    વાહ… સુંદર ગઝલ

  4. Jay kantwala said,

    January 8, 2021 @ 10:49 AM

    Waah….Waah
    Akhi gazal jordar thai 6e. Kavi ne abhinandan

  5. નિનાદ અધ્યારુ said,

    January 8, 2021 @ 10:52 AM

    આભાર લયસ્તરો અને વિવેકભાઈ.

  6. Paresh Jethwa said,

    January 8, 2021 @ 11:07 AM

    Superb Ninadbhai.

  7. Amit Khorasiya said,

    January 8, 2021 @ 11:08 AM

    Superb.

  8. Rajesh Joshi said,

    January 8, 2021 @ 11:08 AM

    ખૂબ જ સરસ…હરેક શેર લાજવાબ…માણસ બન્યો તવંગર મૂર્તિ બનાવી તારી,
    ઈશ્વર તને મળ્યું શું માણસ ઘડી-ઘડીને ?

  9. Dhruvbhai said,

    January 8, 2021 @ 11:10 AM

    Good Nice

  10. Jagdish Trivedi said,

    January 8, 2021 @ 11:12 AM

    Dear Poet Ninad Adhyaru
    First my congratulations to you for launching your website.
    You are a God Gifted Poet and a Talented Artist.
    This website will make Happy to lots of Art lovers and literature lovers.
    All the best and always waiting for your new poem.
    Thanks
    – Jagdish Trivedi

  11. Dr.Amit Agravat said,

    January 8, 2021 @ 11:21 AM

    Dear Ninad,

    Its always pleasure to hear from you. You are spontaneous poet and always realistic. Many best wishes.

  12. Vikram said,

    January 8, 2021 @ 11:25 AM

    Congrtulatons and very All the best for your new web.

    You are a very wel Talented poet & Artist.❤️

    This website will Help and Happy lots of Art lovers.🎉🎉

  13. કૌશિક વાઘેલા said,

    January 8, 2021 @ 11:37 AM

    ખૂબ સુંદર નિનાદભાઈ…સિદ્ધુ અંતર માં ઉતરી જાય છે…,😍👌

  14. Mital Adhyaru Dave said,

    January 8, 2021 @ 11:41 AM

    Very nice Ninad

  15. Adhyaru Ajay said,

    January 8, 2021 @ 11:59 AM

    Excellent Kaviraj

  16. Hiren Shah said,

    January 8, 2021 @ 12:54 PM

    Good Poet. I used to enjoy a lot by reading your poetry.

  17. Hiren Shah said,

    January 8, 2021 @ 12:56 PM

    Wah Excellent

  18. Mayankkumar Bhatt said,

    January 8, 2021 @ 1:30 PM

    ઈશ્વર તને મળ્યું શું માણસ ઘડી-ઘડીને ?

    જીવનના છોડ માટે ‘નિનાદ’ ખુશખબર છે:
    ખાતર બની ગયા છે સપના સડી-સડીને !

    – નિનાદજી. 🙏 🌹 🙏
    જીવન ના તથ્યો ને બખૂબી નિભાવ્યા છે, એમાંય ઉપર ના 2 શેર તો લાજવાબ છે 👍

    ખૂબ ખૂબ ધન્યવાદ 🙏

  19. pragnajuvyas said,

    January 8, 2021 @ 2:17 PM

    કવિશ્રી નિનાદ અધ્યારુની અફલાતુન ગઝલ
    લસરીને ગાલ પરથી સીધ્ધું હૃદયને અડતું,
    આંસુય જાય તો ક્યાં આખર દડી-દડીને ?
    વાહ.
    અમારા મગજમાંથી જુગ્યુલર વેઇન મારફત હ્રુદયમા ઉતરી ગયો !

  20. Maheshchandra Naik said,

    January 8, 2021 @ 6:16 PM

    સરસ ગઝલ, બધા જ શેર મનભાવન…..
    કવિશ્રીને અભિનદન્…..
    આપનો આભાર….

  21. Rakesh Patel said,

    January 8, 2021 @ 8:35 PM

    Superb Poem !!! Congratulation for launching your website !!!

  22. Hitendrabhai champaneri said,

    January 8, 2021 @ 10:11 PM

    ખાતર બની ગયા છે, સપના સડી સડીને !
    વાહ ! જિંદગી ને માણવાની પણ કલા હોવી જોઈએ😊👍

  23. Biren Tailor said,

    January 9, 2021 @ 9:11 AM

    વાહ

  24. Bharat gor said,

    August 29, 2021 @ 1:41 AM

    Proud moments Ninad for us.Your poetry has deep meaning.Keep writing.we keep waiting.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment