વૃક્ષ પાસે એ કસબ છે, આપણી પાસે નથી,
સાવ લીલાંછમ થઈ વરસાદનું સ્વાગત કર્યું.
ઉર્વીશ વસાવડા

અભ્યાસ – ગીતા પરીખ

અભ્યાસ કક્કા સમ જિંદગીનો
આરંભ કીધો ‘અ’ થકી અહો મેં,
અંતે પહોંચી ‘જ્ઞ’ સુધી છતાંયે,
રહી ખરા જીવનથી જ ‘અજ્ઞ’ !

– ગીતા પરીખ

આખી જિંદગી ભારે અભ્યાસમાં રચ્યા પચ્યા રહેતા લોકો ખરા જીવનને ચૂકી જાય છે. મુકુલભાઈનો યાદગાર શેર છે: હાથમાં રાખ્યા જીવનભર પેન ને પોથી સજનવા / પણ લખી અંતે જીવનની જોડણી ખોટી સજનવા !

8 Comments »

  1. pragnaju said,

    February 26, 2009 @ 11:30 PM

    સુંદર મુક્તક
    ગીતામા ધર્મ પ્રથમ શબ્દ
    અને
    અંતે મમ આવે
    તેનો અભ્યાસ વૈરાગ્ય સાથે કરવામા આવે
    તો ઋતંભરા પ્રજ્ઞા આવે!
    ———-
    અંતે પહોંચી ‘જ્ઞ’ સુધી છતાંયે,
    રહી ખરા જીવનથી જ ‘અજ્ઞ’ !
    મુકુલ ચોકસીની યાદ આપી
    કોરા અંતરપટના કંઈ ઓછા નથી કામણ સજનવા
    આપણે નાહક ઉપર શાં કરવાં ચિતરામણ સજનવા
    ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા
    આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા

  2. Pinki said,

    February 26, 2009 @ 11:43 PM

    આમ તો કક્કો ‘અ’ થી શરુ થઈ ‘જ્ઞ’ પર પૂરો.

    પણ જિંદગીનો કક્કો સાચે જ અઘરો છે.
    તેનો પ્રારંભ ને અંત પણ અ જ્ઞ થી જ થાય
    તે વાત ખૂબ ચોટદાર રીતે ચાર જ લીટીમાં કરીને
    જિંદગીનું ગણિત ઉકેલી નાંખ્યું.

  3. વિવેક said,

    February 27, 2009 @ 12:24 AM

    સુંદર મુક્તક…

  4. Meena Chheda said,

    February 27, 2009 @ 12:41 AM

    સુંદર મુક્તક…

  5. Meena Chheda said,

    February 27, 2009 @ 12:42 AM

    સુંદર મુક્તક

  6. Jina said,

    February 27, 2009 @ 1:20 AM

    ખૂબ સુંદર….

  7. Shriya said,

    March 4, 2009 @ 1:44 AM

    કેટલી સરસ વાત છે આ મુક્તકમાં…

    આરંભ કીધો ‘અ’ થકી અહો મેં,
    અંતે પહોંચી ‘જ્ઞ’ સુધી છતાંયે,
    રહી ખરા જીવનથી જ ‘અજ્ઞ’ !

    વાહ્!

  8. kalpan said,

    March 5, 2009 @ 4:14 AM

    અતિ સુન્દર……..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment