હાસ્યમેવ જયતે : ૦૭ : પન્નીને પહતાય તો કે’ટો ની -રઈશ મનીઆર
પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.
અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.
અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.
”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.
હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.
– ડો. રઇશ મનીયાર
થોડી હુરતી ને થોરી પારહી નઈં લાગ્તી આ હઝલ?
હાસ્ય-કવિતાઓની આખી સીરીઝ સર્જાતી હોય અને એમાં જો અમારા બડે ગુરુ રઈશભાઈની આ હઝલની હાજરી ના હોય, તો તો સાલી આખ્ખી સીરીઝ નક્કામી!! એમ તો આ હઝલ એટલી પ્રખ્યાત થયેલી છે કે લગભગ બધાય ગુજરાતીઓએ ક્યારેક ને ક્યાંક તો એને માણી જ હશે… આઈ મીન… નક્કી હાંભળી જ અહે. પન્નીને હાચેહાચ પહતાવાવારાઓ પન એને વાંચીને જરા-તરા તો મરક્યા જ અહે… હાચું કે નઈં?! 🙂
રઈશભાઈનાં કંઠે આ હઝલનું પઠન માણો.
મેહુલ સુરતીના સંગીત સાથે સત્યેન જગીવાલાના અવાજમાં માણો આ હઝલ, ટહુકો.કૉમ પર…
pragnajuvyas said,
December 9, 2020 @ 11:05 AM
ડો. રઈશ મનીઆર સુરતના પ્રખ્યાત બાળરોગ નિષ્ણાત છે. એમના એક હઝલ સંગ્રહ “પન્નીને પહતાય તો કેટો ની!” પણ પ્રકાશિત થયો છે. ડો. રઈશભાઈને સાંભળવા એ એક લ્હાવો છે. કવિ સંમેલનમાં ઘણી વાર એમને સાંભળવાનો મોકો મને મળ્યો છે. ડો. રઈશભાઈ ગમે તેટલી ગઝલો સંભળાવે તો પણ શ્રોતાઓની એક ફરમાઈશ તો કાયમની હોય જ છે.અને તે ઉપરોક્ત હઝલ સાંભળવાની.
આજે ફરી રઈશભાઈનાં કંઠે આ હઝલનું પઠન માણવાની મજા આવી અને મેહુલ સુરતીનાં સંગીત સાથે સત્યેન ઝરીવાલાનાં અવાજમાં આ હઝલ, ટહુકો.કૉમ પર પણ માણી.
ધવલ said,
December 9, 2020 @ 7:46 PM
વિનોદ, વિષય અને ભાષા એમ બધી રીતે ઉત્તમ અને લોકોનો ખૂબ પ્રેમ પામેલી રચના… ફરી એક વાર માણી!
Suresh said,
December 9, 2020 @ 10:04 PM
ધૃષ્ટતા બદલ માફ કરશો પણ, ‘પછી ડોળા ‘ડેખાય’ ટો કે’ટો ની’. બીજી બે ટન જગા એ હુરટી
સુધારવા ની જરુર છે, પન અમના ટો ચાલહે.
Maheshchandra Naik said,
December 10, 2020 @ 1:15 PM
કાયમી પંસદગી પામતી કવિશ્રી રઈશભાઈની હાસ્યથી સભર ગઝલ…..
કવિશ્રીને અભિનદન
આપનો આભાર….
Purvi Brahmbhatt said,
December 11, 2020 @ 1:31 AM
જ્યારે પણ આ હઝ્લ વાંચીએ ચોક્કસ સ્માઇલ આવી જ જાય 😃😃
રઈશભાઈ ઉમદા કવિ ઉપરાંત એક ઉમદા વ્યક્તિ
કવિને અભિનંદન.