એ તમારામાં હજી હમણાં જ તો જન્મી હતી ને વૃદ્ધ પણ થઈ ગઈ તરત?
બાળવયની છે, કમરથી તોય ખુમારી વળી ગઈ હોય એવું લાગે છે.
– અનિલ ચાવડા

(કાળજી રાખો) – અંજના ભાવસાર ‘અંજુ’

છતી ના થાય હૈયાની ઉદાસી, કાળજી રાખો,
કહી આંસુને સ્ટેચ્યુ, દ્વાર પાંપણના તમે વાખો.

વલોવી છે વ્યથા ખાસ્સી, જો ના વિશ્વાસ હો તમને-
તરીને આવ્યું છે જે સ્મિતનું માખણ, જરી ચાખો.

પ્રણય પ્રકરણ ભલે નાનું હતું જીવનના પુસ્તકમાં,
મને મમળાવવા આપી ગયું સંભારણા લાખો.

ગગન તો હાથ લાગે, પણ છૂટી જાશે ઘણા અંગત,
બસ, એ કારણથી ફેલાવી નથી ક્ષમતાની મેં પાંખો.

તમે કહો છો કે સુંદર છે તો ઓઢી લઉં કફન, ચાલો!
પ્રથમ એ ખાતરી આપો કે કોરી રાખશો આંખો.

– અંજના ભાવસાર ‘અંજુ’

નિભાવવા અઘરા પડે એવા ચુસ્ત કાફિયા સાથેની આવી સ-રસ હમરદીફ-હમકાફિયા ગઝલ તરોતાજા કલમ પાસેથી મળી આવે ત્યારે ગુજરાતી ગઝલના ભવિષ્ય બાબત ચિંતા હળવી થઈ જાય.

કવયિત્રી કહે છે કે હું મારી ક્ષમતા વિસ્તારીશ તો ગગન તો હાથમાં આવી જ જશે. ખાતરી જ છે. પરંતુ આમ કરવામાં અંગત લોકો સાથેનો સંબંધ જોખમાવાનો ડર છે. કવયિત્રીને પોતાના વિકાસ કરતાં જેઓને એ પોતાનાં ગણે છે, એમની સાથેનો સંબંધ વિશેષ કિંમતી લાગે છે. આખી ગઝલમાં અન્યોને ખાતર જાતને સંકોરી રાખવાનો આ વિવેક નજરે ચડે છે. અને આ કાળજી મત્લાથી જ નજરે ચડે છે. હૈયાની ઉદાસી ક્યાંય અન્યો પર જાહેર ન થઈ જાય એ માટે આંસુને સ્ટેચ્યુ કહી દઈને પાંપણના દરવાજા બંધ કરી દેવાના છે. જોઈ, આ ‘ડબલ’ કાળજી! આંસુને અટકાવી દીધા હોવા છતાં ગફલતને અવકાશ ન રહે એ માટે આંખોય બીડી દેવાની છે. અને બાળસહજ સ્ટેચ્યુની રમત ગઝલમાં કેવી સહજતાથી આવી છે એય ધ્યાન આપવા જેવું છે. ચહેરા પર દેખાતું સ્મિત હકીકતે તો વ્યથાઓના સતત વલોણાના પરિણામે તરી આવેલું માખણ હોવાનું કલ્પન પણ કેવું સબળ છે! પ્રિયજન છેતરે તો કવયિત્રી મૃત્યુને પણ હસતે મુખે સ્વીકારવા તૈયાર છે અને તોય એ અપકૃત્યનો બદલો તો સ્નેહભાવથી જ વાળવા ઇચ્છે છે. પોતાના ગયા બાદ સ્વજન સહેજ પણ રડશે નહીં, એની ખાતરી મળે તો એ પોતાની જીવનલીલા તરત જ સંકેલવા તૈયાર છે… સમર્પિત પ્રેમનો આવો શેર તો એક સ્ત્રીની કલમમાંથી જ અવતરી શકે…

26 Comments »

  1. Sandip Pujara said,

    December 25, 2020 @ 12:40 AM

    ખુબ સરસ ગઝલ છે – આસ્વાદ પણ ગમ્યો 

  2. Jay kantwala said,

    December 25, 2020 @ 12:45 AM

    Waah…..

  3. Kajal kanjiya said,

    December 25, 2020 @ 12:48 AM

    Wahhh
    Congratulations 💐😊

  4. સુનીલ શાહ said,

    December 25, 2020 @ 12:53 AM

    બહુ સુંદર ગઝલ..
    મજાનો આસ્વાદ

  5. બીરેન ટેલર said,

    December 25, 2020 @ 1:32 AM

    અતિસુંદર. દરેક શેર જોરદાર. વિચારોનું પણ વલોણું કર્યું હશે ત્યારે આવી સુંદર ગઝલ નીતરી હશે.

  6. Hiteshkumar 'Tapsvi' said,

    December 25, 2020 @ 1:33 AM

    મજાની ગઝલ અને મજાનો આસ્વાદ… 👌🏻👌🏻

  7. CA વિજ્ઞેશ ભેદા said,

    December 25, 2020 @ 1:39 AM

    બંધારણીય રીતે ઉચ્ચ સ્તર ની અને મનોસ્થિતિ ની રીતે ઉચ્ચતમ સ્તર ની ગઝલ. વિવેક ભાઈ સાથે સંમંત થાઉં છું કે અંજના જેવી કવિયત્રી ને લીધે ગુજરાતી ભાષા અને ગઝલ નો દબદબો અને લોકપ્રિયતા વિસ્તરતી જશે. રસાસ્વાદ નાં લીધે સોના માં સુગંધ ભળી .

  8. Dilip Chavda said,

    December 25, 2020 @ 1:43 AM

    ગગન તો હાથ લાગે, પણ છૂટી જાશે ઘણા અંગત,
    બસ, એ કારણથી ફેલાવી નથી ક્ષમતાની મેં પાંખો.

    મજાનો શેર

    અભિનંદન કવિયત્રીને
    સરસ ગઝલ સાથે સુંદર આસ્વાદ

  9. કૌશિક પરમાર ' ઉસ્તાદ ' said,

    December 25, 2020 @ 2:55 AM

    ત્રીજા શેરના સાનીમાં વ્યાકરણ દોષ લાગે છે.

  10. Uma Parmar said,

    December 25, 2020 @ 3:07 AM

    ખૂબ સુંદર

  11. Anjana bhavsar said,

    December 25, 2020 @ 3:20 AM

    વિવેકભાઈ મારી ગઝલને લયસ્તરોમાં સ્થાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર….સરસ આસ્વાદ કરાવ્યો છે.

  12. Pragna vashi said,

    December 25, 2020 @ 3:35 AM

    સરસ ગઝલ
    આને સરસ‌ આસ્વાદ . અભિનંદન

  13. Dharmendravora said,

    December 25, 2020 @ 3:38 AM

    Excellent presentation in simple word

  14. Dharmendra vora said,

    December 25, 2020 @ 3:40 AM

    Excellent presentation in simpleword

  15. Parbatkumar said,

    December 25, 2020 @ 4:33 AM

    વાહ ખૂબ સરસ ગઝલ

  16. Lata Hirani said,

    December 25, 2020 @ 4:40 AM

    સરસ ગઝલ. સરસ ભાવ.

  17. મિત્ર રાઠોડ said,

    December 25, 2020 @ 5:33 AM

    ખૂબ સરસ ગઝલ
    અને
    એટલો જ સરસ આસ્વાદ

  18. Pravin H. Shah said,

    December 25, 2020 @ 5:42 AM

    વાહ..

  19. Mayannk Trivedi said,

    December 25, 2020 @ 7:44 AM

    ખરેખર સમર્પિત ગઝલ, સુંદર ગઝલ નો અપ્રતિમ આસ્વાદ 🙏👍🙋✅અભિઊ

  20. pragnajuvyas said,

    December 25, 2020 @ 10:11 AM

    અંજના ભાવસાર ‘અંજુ’ની અફલાતુન ગઝલનો ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ

  21. પ્રેમ કમલ said,

    December 25, 2020 @ 12:19 PM

    સાદ્યંત સુંદર ગઝલ . સલામ !

  22. Rajesh Hingu આ said,

    December 25, 2020 @ 1:23 PM

    વાહ .. સરસ ગઝલનો સરસ આસ્વાદ.. કવયિત્રીનેં અભિનંદન.

  23. Suresh said,

    December 25, 2020 @ 6:05 PM

    વ્યાકરણ દોષ નથી. કતૉ પર ધ્યાન આપો. સમજાય જાશે,

  24. Poonam said,

    December 28, 2020 @ 11:51 PM

    વલોવી છે વ્યથા ખાસ્સી, જો ના વિશ્વાસ હો તમને-
    તરીને આવ્યું છે જે સ્મિતનું માખણ, જરી ચાખો… swadishth Sighnata…
    Aasawad 👌🏻

  25. Rinku Rathod said,

    December 29, 2020 @ 4:30 AM

    કવિતા અને આસ્વાદ બંને લાજવાબ.

  26. આરતીસોની said,

    December 29, 2020 @ 7:37 AM

    Waaah
    તરીને આવ્યું છે જે સ્મિતનું માખણ, જરી ચાખો
    સુંદર ગઝલ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment