તમારી આંખમાં વાંચી ગયા બીજા બધા,
એ કાગળ ખાનગીમાં વાંચવા જેવો હતો.
ભાવિન ગોપાણી

વરસે… – હર્ષ બ્રહ્મભટ્ટ

એની આંખોથી જ્યારે પણ આદર વરસે,
એવું લાગે મેઘો કાચા ઘર પર વરસે !

હોય નહીં આવી મીઠી ધારા વાદળની,
આકાશેથી સીધેસીધું ઈશ્વર વરસે !

મૂળ સુધી તો કોઈ રેલો પહોંચે ક્યાંથી?
સગપણનાં ચોમાસાં ઉપર-ઉપર વરસે.

રાતોની રાતો તાકીને મેં જોયો છે,
ઘરની છતથી ઝીણોઝીણો જે ડર વરસે.

કોણ કરે ફરિયાદ તડપની, માફ કરી છે,
તરસાવી તરસાવીને પણ આખર વરસે.

તારા હાથોમાં છત્રી જોઈને અટક્યો છે,
‘હર્ષ’ બિચારો ખુલ્લા મનથી નહિતર વરસે !

– હર્ષ બ્રહ્મભટ્ટ

કેવી મજાની ગઝલ! દરેકે દરેક શેર ધ્યાન માંગી લે એવા થયા છે…

16 Comments »

  1. Vinod Manek, Chatak said,

    March 18, 2021 @ 2:23 AM

    Varsadi lagni thi nitarti sadhyant sunder Gazal

  2. Sandip Pujara said,

    March 18, 2021 @ 3:23 AM

    વાહ – સરસ ગઝલ

  3. praheladbhai prajapati said,

    March 18, 2021 @ 6:32 AM

    સુપર્બ્

  4. મયૂર કોલડિયા said,

    March 18, 2021 @ 8:46 AM

    છતથી જે ડર વરસે – ક્યાં બાત….

  5. Shah Pravin said,

    March 18, 2021 @ 8:59 AM

    Saras..

  6. pragnajuvyas said,

    March 18, 2021 @ 9:29 AM

    સરસ ગઝલ
    તારા હાથોમાં છત્રી જોઈને અટક્યો છે,
    ‘હર્ષ’ બિચારો ખુલ્લા મનથી નહિતર વરસે !

    – વાહ્

  7. Parth Hirani said,

    March 18, 2021 @ 11:45 AM

    nice ghazal

  8. Anjana bhavsar said,

    March 18, 2021 @ 12:16 PM

    સરસ ગઝલ..

  9. preetam lakhlani said,

    March 18, 2021 @ 12:54 PM

    તારા હાથોમાં છત્રી જોઈને અટક્યો છે,
    ‘હર્ષ’ બિચારો ખુલ્લા મનથી નહિતર વરસે !

    – હર્ષ બ્રહ્મભ…..કયાં બાત હૈ, આખી ગઝલ ગમતાનો ગુલાલ છે

  10. Lalit Trivedi said,

    March 19, 2021 @ 6:35 AM

    વાહ વાહ

  11. MAHESHCHANDRA NAIK said,

    March 19, 2021 @ 11:28 PM

    સરસ્,સરસ…..

  12. Kajal kanjiya said,

    March 20, 2021 @ 1:00 AM

    વાહ સરસ ગઝલ

  13. anj said,

    March 22, 2021 @ 1:35 AM

    fdfsd

  14. dhruv kumar said,

    September 7, 2026 @ 9:12 AM

    પ્રથમ શેર (આદર અને કાચું ઘર): કાચા ઘર પર વરસાદ પડે ત્યારે આશ્રય છીનવાઈ જવાનો કે ઘર તૂટી પડવાનો ભય વધારે હોય છે, જ્યારે ‘આદર’ તો સુરક્ષા કે હૂંફ આપે છે. અહીં બંને વચ્ચેનું સામ્ય થોડું કૃત્રિમ લાગે છે અને કોઈ ઊંડો ચમત્કાર કે ચોટ સર્જાતી નથી.
    બીજો શેર “વાદળની ધારા નથી, આકાશેથી સીધો ઈશ્વર વરસે છે” – આ માત્ર એક ભાવનાત્મક વિધાન (statement) બનીને રહી જાય છે. તેમાં કોઈ નવું કલ્પન કે કાવ્યાત્મક વળાંક નથી.
    ત્રીજો શેર (રેલો અને સગપણનું ચોમાસું): રેલો’ એ સામાન્ય રીતે વહી જતાં પાણીનું નાનું વહેણ છે, જ્યારે ‘ચોમાસું’ એ સમગ્ર વાતાવરણને ભીંજવતી ઋતુ છે. ‘સગપણનું ચોમાસું’ જો માત્ર સપાટી પર જ રહી જતું હોય, તો તેને માટે ‘રેલો’ શબ્દ કાવ્યાત્મક રીતે બંધબેસતો નથી લાગતો.

    ચોથો શેર (છત અને ડરનું વરસવું): અહીં “ઝીણો ઝીણો ડર વરસે” એવો પ્રયોગ કરીને કવિએ ભયની અનુભૂતિને વરસાદ સાથે સાંકળવાનો પ્રયાસ કર્યો છે ખરો, પણ છત તરફ તાકી રહેવું અને ડર વરસવો એ બંને વચ્ચેનો સંબંધ અસ્પષ્ટ રહી જાય છે. વાચક તરીકે ભાવ સંક્રમણ થવામાં વિક્ષેપ પડે છે.
    પાંચમો શેર (તરસાવીને વરસવું): આ શેર ખરેખર ગઝલની પરંપરાનો બહુ ઘસાઈ ગયેલો વિચાર છે. વિરહ કે તડપ પછી મિલન થવું અથવા રડાવ્યા પછી પ્રેમ મળવો – આ ખ્યાલ કાવ્યાત્મક રીતે બહુ નવો નથી અને રચનામાં વિશેષ ઉમેરો કરતો નથી.
    મક્તાનો શેર (છત્રી અને હર્ષ): આ છ એ છ શેરમાં આ શેર પ્રમાણમાં થોડી રાહત આપે છે. છત્રી એ આવરણ કે સ્વ-બચાવનું પ્રતીક છે અને તખલ્લુસ ‘હર્ષ’નો દ્વિઅર્થી ઉપયોગ (કવિનું નામ અને આનંદ) અહીં કામ કરી જાય છે. છતાં, અભિવ્યક્તિની શૈલી થોડી સરળ અને સપાટ રહી ગઈ છે એ વાત પણ વજૂદવાળી છે.
    આખરી નિષ્કર્ષ:
    હર્ષ બ્રહ્મભટ્ટ જેવા અનુભવી ગઝલકાર પાસેથી વાચકને જે કાવ્યાત્મક ઉંચાઈ, ચમત્કૃતિ અને તાજગીની અપેક્ષા હોય છે, તેની સરખામણીમાં આ ગઝલ વિચાર અને કલ્પનની દ્રષ્ટિએ થોડી સપાટ અને પરંપરાગત વિધાનોથી ભરેલી લાગે છે.

  15. Kishor Ahya said,

    September 7, 2026 @ 3:13 PM

    કવિ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટની આ ગઝલનો એક એક શેર ધારદાર, ચોટદાર અને અર્થસભર છે. ભાષાનો કોઈ આડંબર નથી ગઝલ હદયસ્પર્શી છે.શેરની વાત કરીએ તો બધાજ શેર લયબદ્ધ થયા છે.

    “એની આંખોથી જ્યારે પણ આદર વરસે,એવું લાગે મેઘો કાચા ઘર પર વરસે !”
    વિદ્ધાન પુરુષ સાચા અર્થમાં આદરથી દૂર રહે છે અને પોતાની ગમે તેટલી લાયકાત હોવા છતાં પોતે એ માટે લાયક નથી એમ નમ્રતાપૂર્વક માને છે (કવિએ અહીં એ માટે કાચા ઘર શબ્દ પ્રયોગ કર્યો છે )

    “હોય નહીં આવી મીઠી ધારા વાદળની,આકાશેથી સીધેસીધું ઈશ્વર વરસે !”
    આ વરસાદ નહી સાક્ષાત ઇશ્વર વરસે છે!

    “મૂળ સુધી તો કોઈ રેલો પહોંચે ક્યાંથી?સગપણનાં ચોમાસાં ઉપર-ઉપર વરસે.”
    કવિ અહીં ઉપર ઉપરના માનવ સંબંધોની વાત ચોમાસાની ઉપમા લઈને કરે છે.

    “રાતોની રાતો તાકીને મેં જોયો છે,ઘરની છતથી ઝીણોઝીણો જે ડર વરસે.”
    રાતે સૂતા.પહેલા સંખ્યાબંધ વિચારો ચાલતા હોય છે જેમા કોઇ ડર ઉત્પન્ન કરનારા પણ હોય છે. સૂતી વખતે છત તરફ દૃષ્ટિ હોય છે જેથી કવિએ આહી છતથી ઝીણોઝીણો જે ડર વરસે વાક્ય પ્રયોગ કર્યો છે.

    “કોણ કરે ફરિયાદ તડપની, માફ કરી છે,તરસાવી તરસાવીને પણ આખર વરસે.”
    અહીં વરસાદની ઉપમા લઈને કવિ માનવસંબંધોની વાત કરે છે

    “તારા હાથોમાં છત્રી જોઈને અટક્યો છે,‘હર્ષ’ બિચારો ખુલ્લા મનથી નહિતર વરસે !”
    છત્રી એટલે વરસાદની પ્રવેશબંધી. ગઝલપુરુષ ખુલ્લાં દિલથી પ્રેમ વરસાવવા ઈચ્છે છે પણ આવી કોઈ પ્રવેશબંધીને કારણે પોતાનો પ્રેમ ખુલ્લા મનથી પ્રગટ કરી શકતા નથી.

    ગઝલ ખુબજ ગમી. શ્રી વિવેકભાઈએ ગઝલની સરસ પસંદગી કરી સરસ આસ્વાદ આપ્યો છે.

    🌹🌹🌹🌹

  16. વિવેક said,

    September 7, 2026 @ 5:36 PM

    @ કિશોર આહ્યા:

    આ ગઝલ લયસ્તરો પર લગભગ સાડા પાંચ વર્ષ પૂર્વે પોસ્ટ કરી હતી. ધૃવ કુમાર ઉર્ફે ધીરૂ નામક વ્યક્તિની ટિપ્પણીઓ વાંચતા એવો ખ્યાલ આવે છે કે આ ટિપ્પણી તેઓ એ.આઇ. પાસે પ્રોમ્પ્ટ્સ આપીને તૈયાર કરાવડાવે છે.

    મૃગજળની છાલકોથી…- ભગવતીકુમાર શર્મા
    ( https://layastaro.com/?p=20008 )

    આ પોસ્ટ ઉપરની એમની ટિપ્પણીમાંથી થોડા વાક્ય અહીં પોસ્ટ કરું છું:

    – તમારું સૂચન એકદમ સચોટ છે. માત્ર ‘રેતીને નદી માનીને…..

    – તમારું કહેવું વ્યાજબી છે કે તરસ હોવા છતાં….

    – ત્રીજો અને ચોથો શેર (મૃગજળથી ચહેરો ધોવો): વિવેચનની દ્રષ્ટિએ આ તમારો સૌથી પ્રહારાત્મક અને સાચો મુદ્દો છે…

    @કિશોર આહ્યા:
    એ.આઇ.ને પ્રોમ્પ્ટ આપ્યા પછી એ.આઇ. જે જવાબ આપે છે એને એડિટ કરવાની તસ્દી પણ એમણે લીધી નથી…

    લયસ્તરો પર તમામ પ્રકારના પ્રતિભાવોનું હરહંમેશ સહૃદય સ્વાગત છે. ધૃવકુમાર અથવા ધીરૂભાઈની ટિપ્પણીઓને પણ આવકાર જ છે… પણ જ્યારે તેઓ સ્વયં ટિપ્પણી લખવી શરૂ કરશે ત્યારે એ તરફ ધ્યાન આપીશું…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment