પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.
વિવેક મનહર ટેલર

(ભરડામાં) – ભાવેશ શાહ ‘શહેરી’

અતીતે એ રીતે લીધા છે સૌને ભરડામાં
ભૂલાવ્યા હોય એ કિસ્સા બતાવે સપનામાં

તમે જે તક ગણીને ઝડપી છે ચકાસી લો
બને કે એણે ફસાવ્યા હો તમને છટકામાં

વધેલી રાશિની અંતે તો બાદબાકી થઈ
વિતાવી જિંદગી આખી ઉમેરો કરવામાં

કદાચ સાદ ભળ્યો હોય એમાં અંતરનો
હું બોલ્યો એથી વધુ પાછું આવ્યું પડઘામાં

કદીક કામ મૂકીને કરીશ ગમતું કૈંક
શું એવું શહેરીએ વિચાર્યું હોય અથવામાં

– ભાવેશ શાહ ‘શહેરી’

સરળ. સહજ. સુંદર. સંતર્પક.

8 Comments »

  1. Shah Raxa said,

    December 3, 2020 @ 2:39 AM

    વાહ..ખૂબ સરસ ને સરળ ..ખૂબ ખૂબ અભિનંદન ભાવેશભાઈ

  2. ભાવેશ શાહ શહેરી said,

    December 3, 2020 @ 3:10 AM

    ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ 💐💐

  3. Chetan Framewala said,

    December 3, 2020 @ 3:38 AM

    Kya khub…

  4. Nitin goswami said,

    December 3, 2020 @ 4:08 AM

    વાહ..

  5. Pravin Shah said,

    December 3, 2020 @ 7:26 AM

    ક્યા બાત !
    બધા કામ મૂકીનૅ, મળીશુ શહેરીને !

  6. pragnajuvyas said,

    December 3, 2020 @ 9:40 AM

    ભાવેશ શાહ ‘શહેરી’ની સ રસ ગઝલ
    ડૉ વિવેકનો ‘સરળ. સહજ. સુંદર. સંતર્પક.’ સટિક આસ્વાદ
    મસ્ત મત્લા
    યાદ આવે
    સમયના જળનો આ જન્માન્તરો જૂનો ભરડો,
    ઘર બેઠા જે લખીએ છીએ-સંભળાય છે સૌને,

  7. Maheshchandra Naik said,

    December 3, 2020 @ 1:47 PM

    સરસ,સરળ અને સહજ….કવિશશ્રીને અભિનદન….

  8. Suresh Vithalani said,

    December 4, 2020 @ 7:12 AM

    બહુ જ સુંદર રચના. કવિશ્રીને અઢળક અભિનંદન અને શુભેચ્કછાઓ .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment