(વાત જો થાય તો) – શબનમ ખોજા
વાત સુધરી શકે, વાત જો થાય તો,
આટલી વાત બંનેને સમજાય તો!
આપ સીધા જ રસ્તે જતા હો અને
માર્ગ સામે ચડી જાતે ફંટાય તો?
એ જ ડરથી અરીસો એ જોતા નથી
સામે છેડેથી આરોપી ઝડપાય તો!
પ્રેમમાં ઊંડા ઊતરો પછી ભય રહે
હો ગળાડૂબ ને શ્વાસ રૂંધાય તો?!
આ ક્ષણોની રમત ત્યાગવી નહિ પડે,
સાત કોઠા સમો કાળ ભેદાય તો!
– શબનમ ખોજા
સરળ બાનીમાં ઘણીવાર જે વાત થઈ જાય છે, એ કરવામાં ક્લિષ્ટ શબ્દો અને ભારઝલ્લા વિશેષણો ઘણીવાર નિષ્ફળ જતા હોય છે. પ્રસ્તુત ગઝલ એનો પ્રત્યક્ષ દાખલો છે. લગભગ બધા જ શેર સહજસાધ્ય અને મનનીય થયા છે. અભિવ્યક્તિની મૌલિકતા પણ ઘણીવાર ગઝલનું જમા પાસું બનતી હોય છે. એક વાત જે અગાઉ હજારો વાર કહેવાઈ, સંભળાઈ ચૂકી હોય એ જ વાત પણ અંદાજે-બયાં મજબૂત હોય તો સાવ તરોતાજા લાગે છે. પ્રસ્તુત ગઝલનો મત્લા જુઓ. શેર યાદ આવે- વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે, સીવેલા હોઠ લઈ જવાની છૂટ છે તને. આ જ વાત શબનમની ગઝલમાં આવે છે ત્યારે કેવી નવીન લાગે છે! કવિતાની આ મજા છે…
Varun kalsariya said,
October 15, 2020 @ 2:06 AM
સુંદર!
Anjana bhavsar said,
October 15, 2020 @ 3:16 AM
પહેલી વાર જ્યારે આ ગઝલ વાંચેલી ત્યારે મત્લા ખૂબ ગમેલો..શબનમ બેનને અભિનંદન
narendrasinh said,
October 15, 2020 @ 4:32 AM
ખુબ સુન્દર રચના
Rinku Rathod said,
October 15, 2020 @ 7:21 AM
અત્યંત સુંદર.
yogesh tailor said,
October 15, 2020 @ 7:55 AM
આપ સીધા જ રસ્તે જતા હો અને
માર્ગ સામે ચડી જાતે ફંટાય તો?
સુંદર
Preeti dixit said,
October 15, 2020 @ 10:08 AM
Very nice
Dr.Bharat Sanjot said,
October 15, 2020 @ 10:16 AM
વાહ્
અગન રાજ્યગુરુ said,
October 15, 2020 @ 12:21 PM
ખૂબ સરસ..👏👏
pragnajuvyas said,
October 15, 2020 @ 12:35 PM
આ ક્ષણોની રમત ત્યાગવી નહિ પડે,
સાત કોઠા સમો કાળ ભેદાય તો!
વાહ્
– શબનમ ખોજાની સરળ બાનીમાં સ રસ ગઝલ
Kajal kanjiya said,
October 15, 2020 @ 10:33 PM
વાત સુધરી શકે વાત જો થાય તો
આટલી વાત બંનેને સમજાય તો.
ખૂબ સરસ…અભિનંદન શબનમ
લલિત ત્રિવેદી said,
October 16, 2020 @ 4:07 AM
સરસ ગઝલ… સરસ matlaa… વાહ
શબનમ said,
October 17, 2020 @ 2:41 AM
સર્વે મિત્રો અને વડીલોની દિલથી આભારી છું.. 💐🙏
ખૂબ ખૂબ આભાર લયસ્તરો🙏🙏🙏💐
હેમંત પુણેકર said,
October 19, 2020 @ 2:03 PM
Overall સરસ ગઝલ. મત્લા વિશેષ. બીજો અને પાંચમો શેર પણ સારા. અરીસાવાળો ઠીકઠીક. ચોથા શેરમાં ગળાડૂબ હોવ – ગળા સુધી ડૂબેલા હોવ – તો શ્વાસ રૂંધાય એ બરાબર બેઠું નહીં.
વિવેક said,
October 20, 2020 @ 1:39 AM
@ હેમંત પુણેકર
સાચી વાત. ગળાડૂબવાળી વાત વિચારનીય… આભાર.
Dhaval Shah said,
October 20, 2020 @ 10:58 AM
વાત સુધરી શકે, વાત જો થાય તો,
આટલી વાત બંનેને સમજાય તો!
– સરસ !
VJ said,
October 20, 2020 @ 10:51 PM
Nice one 👍🏻
Dr Sejal Desai said,
October 29, 2020 @ 7:01 AM
ખૂબ સરસ ગઝલ…મત્લા વિશેષ ગમ્યો
વાત જો થાય તો – અમૂલ્ય રત્નો said,
October 29, 2020 @ 9:19 PM
[…] From, https://layastaro.com/?p=18051 […]