ભીડભાડ દુનિયાની અમને તો કદી ન નડી,
આપણે તો મસ્તીથી આપણી ભીતર ચાલ્યા.
વિવેક મનહર ટેલર

(વાત કરતા નથી) – ભરત વિંઝુડા

આપણે આપણી વાત કરતાં નથી,
એમ નહીં, ખાનગી વાત કરતાં નથી.

કેમ લાગી રહી છે અધૂરી મને?
કાં તમે પણ પૂરી વાત કરતા નથી!

એક સંવાદ ચાલ્યા કરે છે સતત,
કોઈ પણ આખરી વાત કરતા નથી.

હાથમાં હાથ મૂકીને બેઠાં રહે,
ને કલાકો સુધી વાત કરતા નથી.

એક આદિ અનાદિથી ચાલ્યા કરે,
એ જ છે, કંઈ નવી વાત કરતા નથી.

આપણે પણ હતા એમ શરૂઆતમાં,
જેમ બે અજનબી વાત કરતા નથી.

એકલી સાવ પોતાની હોતી નથી,
એટલે ખાનગી વાત કરતા નથી.

– ભરત વિંઝુડા

ભરતભાઈ સાવ સરળ શબ્દોમાં મર્માળી વાત કરવામાં માહેર છે. વાત નથી કરતા કહી કહીને કવિએ જે રીતે વાત મલાવી મલાવીને કહી છે એનો જવાબ જડે એમ નથી… એકવાર વાંચી લીધા પછી ધરવ નહીં જ થાય એટલે તુર્ત જ ફરી વાંચવાનું મન થાય એવી ગઝલ…

6 Comments »

  1. Kajal kanjiya said,

    October 1, 2020 @ 2:48 AM

    વાહહ

  2. yogesh tailor said,

    October 1, 2020 @ 4:31 AM

    WAHH NICE

  3. Nimesh Naik said,

    October 1, 2020 @ 4:35 AM

    Very good . Nice Lines.

  4. Nimesh Naik said,

    October 1, 2020 @ 4:39 AM

    Very good Lines.

  5. Pravin Shah said,

    October 1, 2020 @ 5:51 AM

    સુંદર ગઝલ..

  6. pragnajuvyas said,

    October 1, 2020 @ 11:02 AM

    કવિશ્રી ભરત વિંઝુડાની મર્માળુ ગઝલનો ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    આમ તો માણસના અનેક ચહેરા હોય છે દરેક માણસ અલગ અલગ સ્થળે અને અલગ અલગ સંજોગોમાં અલગ વ્યવહાર કરતો હોય છે. કોઈ એક જ ચહેરો જોઈ કોઈ માણસ આવો જ છે તેવું ધારી લેવાની જરૂર નથી. ખરેખર આપણને જે દેખાય છે તેવું મોટા ભાગે હોતુ નથી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment