ભીડ – રાવજી પટેલ
એકાંતમાં પણ ભીડ કેટલી જામી!
આ
કો’ક મીઠી છોકરી જેવી હવા
મુજને ઘસાતી જાય.
કાંઠા બેઉ છલકાતા.
વધી અંધારની હેલી.
ડગલું ભરાતું માંડ
ત્યાં,
રોમ પણ ઊંચું જરી ના થાય એવો તો
હવાનો પાશ!
આ પુલની પેલી તરફના લોકમાં
થોડું ફરી આવું.
ડગલું ભરાતું માંડ.
રે
એક જણની ભીડનો આવો મને ન્હોતો જરીયે ખ્યાલ!
– રાવજી પટેલ
એકાંત અને પ્રિય વ્યક્તિની યાદનો કેવો અદભુત મહિમા!
પહેલી નજરે અછાંદસ લાગતી આ રચનામાંથી ગાલગાગા અને ગાગાલગાના નિયત આવર્તનોના કારણે મજાનું સંગીત પણ સંભળાય છે…
હરિહર શુક્લ said,
August 6, 2020 @ 6:21 AM
આ પુલ ….
આ લોક …
એ લોક પુલની પેલી પાર …
👌💐
pragnajuvyas said,
August 6, 2020 @ 10:42 AM
ત્યાં,
રોમ પણ ઊંચું જરી ના થાય એવો તો
હવાનો પાશ!
આ પુલની પેલી તરફના લોકમાં
થોડું ફરી આવું.
ડગલું ભરાતું માંડ.
રે
એક જણની ભીડનો આવો મને ન્હોતો જરીયે ખ્યાલ!
સ્વ રાવજી પટેલની સ રસ રચના માણતા કસક બાદ કરુણ રસ વિગલીત થઈ આનંદ
Kajal kanjiya said,
August 6, 2020 @ 12:31 PM
👌👌👌🙏
Maheshchandra Naik said,
August 6, 2020 @ 8:23 PM
સરસ, સરસ…..કવિશ્રીને અભિનદન….