રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું ‘મરીઝ’
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.
- મરીઝ

થાય છે – પન્ના નાયક

યુદ્ધમાં
એક બાળકને હણીને
સૈનિક
એને ઊંચકીને જુએ છે –
ધરતી પરથી પાક ઉતાર્યા હોય
એવા ખેડૂતના સંતોષની મુદ્રાથી !
મને થાય છે
કે
આ બાળકે સૈનિક જ થવાનું હોય
તો બહેતર છે
કે
અહીંયા જ એનો અંત આવે !

– પન્ના નાયક

દૈવનો દરેક અંશ સમય સાથે ‘મોટો’ અને ‘સમજદાર’ થઈ જાય છે એ આપણી મોટી તકલીફ છે. દેવ થવું આપણા હાથમાં નથી. પણ માણસ થવું તો જરૂર આપણા હાથની વાત છે.

6 Comments »

  1. Pinki said,

    February 18, 2009 @ 12:33 AM

    ધવલભાઈ,

    રચના તો સુંદર જ ….. પણ આપની ફૂટનોટ પણ એટલી જ સુંદર

    બાળકનો નિર્ણય માણસે જાતે જ લઈ લીધો …….. !!

  2. વિવેક said,

    February 18, 2009 @ 1:26 AM

    કવિતાનો ભાવ તરત જ સ્પર્શી ગયો… પણ આ વાત પચી નહીં:

    ‘યુદ્ધ’માં ‘બાળક’ને હણીને સૈનિક ‘ખુશ’ થાય?

  3. pragnaju said,

    February 18, 2009 @ 8:36 AM

    યુદ્ધમાં
    એક બાળકને હણીને
    —————-
    આને આપણે સિદ્ધાંતની સુરક્ષા માટે, કરવામાં આવેલું ધર્મ કે નીતિના સર્વસામાન્ય સિદ્ધાંતો કે નિયમોની મર્યાદામાં રહીને કરાયલું યુદ્ધની સાથે સરખાવી ન શકીએ કે ગીતાના ‘અગ્રણી યોદ્ધાઓ વિકરાળ દાઢોવાળા આપનાં ભયાનક મુખોમાં ઉતાવળા પ્રવેશી રહ્યા છે ને તેઓમાં કેટલાક ચૂર્ણ થઈ ગયેલાં મસ્તકો સાથે દાંતના મધ્ય ભાગોમાં વળગેલા દેખાય ”
    આ તો આસુરી યુધ્ધ છે.
    હંમણાની સ્થિતી જોઈએ તો મોટી સંખ્યામાં અમેરિકી સુરક્ષા દળોના જવાનો અને અધિકારીઓ આત્મહત્યા કરી રહ્યાં છે.આત્મહત્યા કરતાં સૈનિકોનો દર 1૯ પ્રતિ ૧00,000 સૈનિક થયો છે. મોટાભાગના સૈનિકો હતાશ થયા છે
    બ્રાઇટ સાઇડ ઓફ ધી થિંગ જેવું કશું ગણવું જ હોય તો માત્ર એક જ સત્ય હતું કે –
    આ બાળકે સૈનિક જ થવાનું હોય
    તો બહેતર છે
    કે
    અહીંયા જ એનો અંત આવે !
    … કેવી માનવસહજ વેદના!
    કદાચ ફિલાડેલ્ફિઆના ઈન્ડીપેન્ડન્સ નેશનલ હીસ્ટોરિક પાર્કમા કે જયની ડ્રેક્ષેલ યુનિવર્સિટી ની એન્જિનિયરીંગ લાયબ્રેરીમા આવી સચોટ રચના થઈ હશે?

  4. bharat said,

    February 18, 2009 @ 11:55 AM

    આ યુદ્ધમાં યુદ્ધનીતિ નહી પણ આસુરીનીતિ દેખાય છે.

  5. Pinki said,

    February 24, 2009 @ 11:48 PM

    યુદ્ધમાં બાળક હણીને સૈનિક રાજી થાય છે……

    કારણ યુદ્ધનો જો અંત આવવાનો જ નથી
    આ નિર્દોષ બાળકે પણ મોટા થઈને સૈનિક જ બનવાનું છે
    ને આવી જ ખૂનામરકી ને અશાંતિ જોવાની અને અંતે યુદ્ધમાં મોતને ભેટવાનું હોય
    તો બહેતર છે કે હું જ એનો અંત લાવી દઉં !!

  6. kanchankumari parmar said,

    October 28, 2009 @ 12:26 PM

    હું અને તમે; ના આખિ દુનિયા જ રાત દિવસ યુધ અને વિનાશ ના સમાચારો વાં ચિએ સાંભળિએ અને જોઈએ છિએ ,ખાવા પિવા અને સુવા જેવોજ આ નિત્ય ક્રમ બનિ ગયો છે.પણ તેનો અંત ક્યારે??/

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment