વસ્ત્ર માફક ગઝલ વણાતી ગઈ
શબ્દ ઉતરે છે સાળ પર જાણે
નયન દેસાઈ

(ભીના થયા) – રિન્કુ રાઠોડ ‘શર્વરી’

આપણે છત્રી નહીં, માણસ હતા,
એટલે પલળ્યા નહીં, ભીના થયા.

સપ્તરંગી આભના અશ્રુ ઝર્યાં,
એ જ દ્રાવણ મોરનાં પીંછા થયાં.

શ્વાસ તો દોડી ગયા ધસમસ પછી,
બંધ જોયાં દ્વાર તો ધીમા થયા.

જ્યાં ફક્ત રાધાનો ડૂમો ઓગળે ?
વાંસળીના સૂર પણ તીણા થયા.

મેં સતત ઔષધ ગણી લીધાં કર્યાં,
એ જ સગપણ આખરે પીડા થયાં.

– રિન્કુ રાઠોડ ‘શર્વરી’

આખી ગઝલ સ-રસ છે પણ હું મત્લા પર જ અટકી ગયો છું. પલળવું અને ભીના થવાનો તફાવત કવયિત્રીએ છત્રી અને માણસના રૂપક પ્રયોજી જે બખૂબીથી સમજાવ્યો છે, એ સાચે જ કાબિલે-દાદ છે.

14 Comments »

  1. Harihar Shukla said,

    March 25, 2021 @ 2:19 AM

    ધસમસતા શ્વાસનું બંધ બારણું જોઈને ધીમા પડવું 👌💐

  2. Kajal kanjiya said,

    March 25, 2021 @ 3:10 AM

    વાહ ખૂબ સરસ ગઝલ…અભિનંદન 💐

  3. Anjana bhavsar said,

    March 25, 2021 @ 3:14 AM

    વાહ…ખૂબ સરસ ગઝલ..અભિનંદન

  4. હર્ષદ દવે said,

    March 25, 2021 @ 4:37 AM

    વાહ…સરસ ગઝલ.
    અભિનંદન

  5. રાજુ પ્રજાપતિ said,

    March 25, 2021 @ 4:37 AM

    મસ્ત , મઝાની સુંદર રચના .. અભિનંદન … આનંદ

  6. Pravin Shah said,

    March 25, 2021 @ 6:40 AM

    ખૂબ સરસ !
    ખૂબ ગમી !

  7. ચંદ્રશેખર પંડ્યા said,

    March 25, 2021 @ 10:25 AM

    ખૂબ સરસ ગઝલ. અભિનંદન!

  8. Chetna said,

    March 25, 2021 @ 10:30 AM

    કેટલું સાચું..

    મેં સતત ઔષધ ગણી લીધાં કર્યાં,
    એ જ સગપણ આખરે પીડા થયાં.

    આપણે જે આપણા નજીક ના હોય એમને ઔષધ જ ગણતા હોઈએ.. પણ સૌથી વધારે પીડા પણ એજ આપતા હોય છે

  9. pragnajuvyas said,

    March 25, 2021 @ 10:36 AM

    ખૂબ સુંદર ગઝલ
    અને
    મજાનો આસ્વાદ
    આપણે છત્રી નહીં, માણસ હતા,
    એટલે પલળ્યા નહીં, ભીના થયા.
    વાહ્
    સૃષ્ટિને તરબોળ કરતી ભીની મોસમ
    બીજાને પણ ભીંજવવાની મોસમ
    અમારા રઇશજી કહે છે —
    સૃષ્ટિને તરબોળ કરતી ભીની મોસમ –
    યાદ આવે એક જણ વરસાદમા

  10. vasant sheth said,

    March 25, 2021 @ 12:45 PM

    છત્રી બહારથી ભીની થાય અંદરથી નહીં.
    પંખી સર્વાંગ પલડે,

  11. Rinku Rathod said,

    March 25, 2021 @ 1:06 PM

    લયસ્તરોનો અંતઃકરણપૂર્વક આભાર..🙏
    દ્રષ્ટિકોણને સલામ.
    શબ્દોની સરાહના કરનાર સહુનો આભાર.

  12. MAHESHCHANDRA NAIK said,

    March 25, 2021 @ 9:09 PM

    બધા જ શેર જાજરમાન છે….,સરસ ગઝલ્ કવિયત્રીને અભિનદન…..
    આપનો આભાર……

  13. Lata Hirani said,

    March 29, 2021 @ 10:26 AM

    ગઝલ નખશીખ સુંદર છે અને આ કવયિત્રીની કલમમાં દમ છે જ.

    પલળવું અને ભીના થવું, આ બંનેનો અર્થ કવયિત્રીએ અલગ કર્યો છે. એને beauty છે જ પરંતુ બંને એક અર્થમાં પણ પ્રયોજી શકાય – મનના સંદર્ભમાં.

  14. વિનાયકરાવ મોરે (ભારતીય ) said,

    August 17, 2021 @ 11:01 PM

    વાહ મેડમ ખુબ જ સરસ ગઝલ લખી છે.એટલી સરસ કે લોકો કોપી કરવા લાગ્યા છે.અફસોસ એટલો કે નામ પોતાનું ચડાવા લાગ્યા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment