વેર લીધા પછી શું શાંતિ થશે?
શોધ, બીજો કશો ઉપાય નથી?
પ્રશાંત સોમાણી

(બે વાત પર) – રિન્કુ રાઠોડ ‘શર્વરી’

હું ગઝલ લખતી રહું બે વાત પર,
એક તારા પર, બીજી વરસાદ પર.

હું અરીસો થઈ જરા ઊભી રહી,
પથ્થરો આવી ગયા છે જાત પર.

હું પ્રથમ આખું નગર ભેગું કરું,
ને પછી ચર્ચા કરું એકાદ પર.

મેં કહ્યું કે, માપમાં રહેજે જરા,
યાદ ત્યાં આવી ચડી વિખવાદ પર.

તું બધી ફરિયાદ લઈને આવજે,
પણ શરત છે, આવજે વરસાદ પર.

– રિન્કુ રાઠોડ ‘શર્વરી’

વરસાદ પર કંઈ કેટલાંય કાવ્યો લખાયાં હશે, લખાતાં રહેશે. આ ગઝલમાં મત્લા અને આખરી શેર- એમ બે શેર વરસાદ પર છે પણ કેવા મજાના! ગઝલ લખવાનું કારણ ક્યારેક ‘આંખના ખૂણે હજીય ભેજ છે’ હોય તો ક્યારેક ‘સ્વયંથી એક પ્રકારે અલગ થવાનું છે’ હોય છે; ક્યારેક એ ‘કોઈ લખાવે છે ને લખ્યે જાઉં છું ‘ફના’’, તો વળી ક્યારેક ‘સમયનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે’ એમ પણ હોય. કવચિત્ ‘મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું’નો જાસો મળે ત્યારે ગઝલ લખાય છે. કવયિત્રી પણ બે વાત પર ગઝલરત રહેવાનું કબૂલે છે, એક પ્રિયજન પર ને બીજી વરસાદ પર. વરસાદની સર્વવ્યાપક અખિલાઈને પ્રિયજન સાથે સાંકળી લઈ કવયિત્રી બંનેનું સમાન ગૌરવ કરે છે. છેલ્લો શેર પણ એવો જ મજાનો છે. ફરિયાદ લઈને આવવાની મનાઈ નથી. એક-બે નહીં, બધી જ ફરિયાદ લઈને આવવાની સામા પાત્રને છૂટ છે પણ શરત માત્ર એટલી જ છે કે વરસાદ પડતો હોય ત્યારે જ આવવું, જેથી આંસુ આંખથી દડે તો ફરિયાદ કરનારને ખબર ન પડે. પોતીકી દર્દ છૂપાવીને સામાને સંપૂર્ણ અભિવ્યકત થવાની આઝાદી આપતો આ શેર પણ ચિરસ્મરણીય થવા સર્જાયો છે.

18 Comments »

  1. Vipul Joshi said,

    September 11, 2020 @ 5:24 AM

    Very beautiful Gazal.
    Ocha samay ma Rinku Rathod ‘sharvari’ e khub saras Gazalo aapi che . Khub khub abhinandan 💐💐

  2. DINESH said,

    September 11, 2020 @ 5:55 AM

    હુ પોસ્ટ કેવેી રેીતે મોકલાવું.. ઇમેઇલ એદ્રસ આપો. મને કચ્ચ્હેી કવિતાઓ, ઇમજેીસ્ વગેરે મોકલવવેી
    ——————–
    ગઝલ

    અસાંકે અસાંજી,
    વડાઈ નડ઼ેતી,
    સુખેંજી સવારી,
    પરાઈ નડ઼ેતી.

    નિમાણાં લગોંતા,
    પુઠીયાં ફિરેનેં,
    સચો ચેં ત નાં જી,
    ચડાઈ નડ઼ેતી.

    અજોગો વખત નેં,
    ભવાઈ ભવેંજી,
    રમોં નોરતેંમેં,
    મનાઈ નડ઼ેતી.

    અસાં ભેફિકર નેં,
    રુલોંતા સજો ડીં,
    સચે માડુએંજી,
    સચાઈ નડ઼ેતી.

    કલમજા પુજારી,
    અખરજો ઉજારો,
    સુણો, ‘કાંત’ કે
    પુઠભરાઈ નડ઼ેતી.
    *
    -કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત’

  3. NARENDRASINH said,

    September 11, 2020 @ 6:24 AM

    ખુબ સુન્દર રચના

  4. Lata Hirani said,

    September 11, 2020 @ 7:17 AM

    ફરિયાદ લઈને વરસાદમાં જ આવવાનું ઇજન

    એનો અર્થ એવો પણ થઈ શકે કે

    વરસાદી વાતાવરણ બધી ફરિયાદ ભુલાવી છે… ખુદ ફરિયાદ પણ ભીંજાઈ જાય ! મન તરબોળ કરી મૂકે…

    બહુ સરસ ગઝલ

  5. વિવેક said,

    September 11, 2020 @ 8:25 AM

    @ કૃષ્ણકાંત ભાટિયાઃ

    આપ આપની રચનાઓ અહીં મોકલી શકો છોઃ dr_vivektailor@yahoo.com

  6. વિવેક said,

    September 11, 2020 @ 8:26 AM

    @ લતા હિરાણીઃ

    આપની વાત સાચી છે. કવિતાની આ જ તો ખરી મજા છે. ભાવકે ભાવકે અર્થઘટન બદલાઈ શકે.

    આભાર

  7. રાજુલ said,

    September 11, 2020 @ 8:44 AM

    સરસ ગઝલ

  8. Juhi Joshi Shah said,

    September 11, 2020 @ 9:36 AM

    ગઝલના હર એક શેર સુંદર બન્યા છે. કવયિત્રી ને અભિનંદન.

  9. Rinku Rathod said,

    September 11, 2020 @ 9:53 AM

    લયસ્તરોનો અંતઃકરણપૂર્વક આભાર.

  10. Rinku Rathod said,

    September 11, 2020 @ 9:56 AM

    લયસ્તરોનો અંતઃકરણપૂર્વક આભાર. ગુજરાતી ભાષાની આગવી સેવા કરવાની આપની પ્રવૃત્તિને શત શત વંદન.મારી ગઝલને લયસ્તરો પર સ્થાન મળ્યું , એ બદલ ધન્યતા અનુભવું છું.પુનઃ આભાર.

  11. Rinku Rathod said,

    September 11, 2020 @ 9:57 AM

    ગુજરાતી ભાષાની આગવી સેવા કરવાની આપની પ્રવૃત્તિને શત શત વંદન.મારી ગઝલને લયસ્તરો પર સ્થાન મળ્યું , એ બદલ ધન્યતા અનુભવું છું. અંતઃકરણપૂર્વક આભાર.

  12. Rinku Rathod said,

    September 11, 2020 @ 9:57 AM

    ગુજરાતી ભાષાની આગવી સેવા કરવાની આપની પ્રવૃત્તિને શત શત વંદન.મારી ગઝલને લયસ્તરો પર સ્થાન મળ્યું , એ બદલ ધન્યતા અનુભવું છું.

  13. Kajal kanjiya said,

    September 12, 2020 @ 12:59 AM

    ખૂબ સરસ

  14. Ranjit said,

    September 12, 2020 @ 6:10 AM

    અતિ સુંદર રચના

  15. Ranjit said,

    September 12, 2020 @ 6:17 AM

    અહીં વરસાદની સાથે વિરહની વ્યથા વ્યક્ત કરી સુંદર રચના બની

  16. હરિહર શુક્લ said,

    September 13, 2020 @ 8:24 AM

    … આવજે વરસાદ પર 👌💐

  17. pragnajuvyas said,

    September 13, 2020 @ 9:00 AM

    તું બધી ફરિયાદ લઈને આવજે,
    પણ શરત છે, આવજે વરસાદ પર.
    સરસ અભિવ્યક્તી
    – મજાની ગઝલ
    સ રસ આસ્વાદ

  18. Lalit Trivedi said,

    September 14, 2020 @ 9:22 AM

    સરસ ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment