સંબંધમાં સમતા નથી, બંધન છે, બસ !
આ નવલો આવિષ્કાર છે કે શું છે, બોલ ?
વિવેક મનહર ટેલર

અલવિદા… દિલીપ મોદી !!!

(સાહિત્યસંગમના કાર્યક્રમમાં ૦૬-૦૬-૨૦૧૦ના રોજ લીધેલી તસ્વીર)

*
સાવ તરડાયેલી ક્ષણનું બિમ્બ છું,
હું અનાગત વિતરણનું બિમ્બ છું.

રોજ શ્વાસોચ્છ્વાસમાં શોધ્યા કરું,
હું વિખૂટા આવરણનું બિમ્બ છું.

આ પ્રસંગોની તરસતી આંખમાં,
હું તૃષાના કો’ ઝરણનું બિમ્બ છું.

વિસ્તર્યો’તો એક ચ્હેરો સૂર્યમાં,
ને પળેપળ હું ગ્રહણનું બિમ્બ છું.

હું સપાટી પરથી પરપોટાઉં ને,
ભીતરે સ્પષ્ટીકરણનું બિમ્બ છું.

પંથના સાતત્યમાં ભૂલી ગયો,
હું ચરણ છું કે ચરણનું બિમ્બ છું !

હું જ મારા નામની દીવાલ પર,
મૌનનાં વિસ્તીર્ણ ધણનું બિમ્બ છું.

– દિલીપ મોદી
(૦૬-૦૯-૧૯૫૨ : ૧૫-૦૭-૨૦૨૦)

‘अपनी सब से दोस्ती नहीं किसी से बैर’ – આ સૂત્રનો જીવતોજાગતો દાખલો ગઈકાલે સાંજે જીવનની કિતાબમાંથી ભૂંસાઈ ગયો… આજન્મ અજાતશત્રુ અને હર કોઈના મિત્ર, સાચા અર્થમાં એકદમ સાલસ અને સરળ સ્વભાવના તબીબ-કવિમિત્ર ડૉ. દિલીપ મોદી કોરોના સાથે દોસ્તી ન કરાય એ વાત ચૂકી ગયા. સુરતમાં ઓફિસિઅલ આંકડાઓથી દસ-પંદર ગણી વધારે ફેલાયેલી મહામારીમાં પોતાના જીવની પરવાહ કર્યા વિના દર્દીઓની સારવાર આપતા-આપતા દિલીપભાઈ તથા એમના માતા બંને કોરોનાગ્રસ્ત થયા. ગયા બુધવારે એમના માતૃશ્રી કોરોના સામેની જંગ હારી ગયાં અને ગઈકાલે સાચા અર્થમાં ‘કોરોના વૉરિયર’ દિલીપભાઈએ કોરોનાના કારણે ફેફસાં ખરાબ થઈ જવાના કારણે શ્વાસની સમસ્યા (ARDS) થતાં હથિયાર હેઠાં મૂક્યાં…

ઈશ્વર સદગતના અને એમના માતૃશ્રીના આત્માને સદગતિ આપે એ જ અભ્યર્થના…

27 Comments »

  1. Tirthesh said,

    July 16, 2020 @ 2:21 AM

    Speechless……..May his soul rest in peace 🙏🏻🙏🏻🙏🏻

  2. Vipul Mangaroliya said,

    July 16, 2020 @ 3:26 AM

    It’s shocking news, he was a very good person and poet too. May God bless his soul

  3. નેહા said,

    July 16, 2020 @ 3:27 AM

    શ્રદ્ધાંજલિ 🙏🏻💐

  4. mahesh davadkar said,

    July 16, 2020 @ 3:31 AM

    ખૂબ જ પ્રેમાળ અને સરળ સ્વભાવ ધરાવનાર દિલીપભાઈ નથી રહ્યા એનું દુઃખ શબ્દમાં વ્યક્ત થઈ શકે એમ નથી.. ઓમ શાંતિ…!

  5. Sandhya Bhatt said,

    July 16, 2020 @ 3:35 AM

    કવિની અણધારી વિદાય માની શકાય એવી નથી.સૌના મિત્ર દિલીપ મોદીને ભારે હ્રદયે અલવિદા…

  6. Poonam said,

    July 16, 2020 @ 3:38 AM

    પંથના સાતત્યમાં ભૂલી ગયો,
    હું ચરણ છું કે ચરણનું બિમ્બ છું !

    – દિલીપ મોદી – Uff aa satatya…. Om Shanti 🙏🏻
    (૦૬-૦૯-૧૯૫૨ : ૧૫-૦૭-૨૦૨૦)

  7. સુનીલ શાહ said,

    July 16, 2020 @ 3:41 AM

    એક એવું વ્યક્તિત્વ કે એના સંપર્કમાં આવનાર કોઈને પણ એ પોતિકા લાગે. ચહેરા પર હાસ્ય, સાદગીપૂર્ણ વ્યવહાર, નિરાભિમાની વ્યક્તિત્વ. તબીબી પ્રેક્ટિસ દરમ્યાન ઊંચા આદર્શો અને માનવતાને એમણે જાળવી રાખ્યા હતા. આ મુઠ્ઠી ઊંચેરા માણસની ખોટ પૂરી શકાય એમ નથી.
    તેઓ તમામ ચાહકોમાં હદયસ્થ રહેશે. એમને મારી સ્મરણાજલિ આપું છું.

  8. આસિફખાન said,

    July 16, 2020 @ 3:47 AM

    Rip

    ખૂબ સાલસ સ્વભાવનું વ્યક્તિત્વ

    ભગવાન એમની આત્માને શાંતિ આપે

  9. SANDIP PUJARA said,

    July 16, 2020 @ 3:54 AM

    મારે એમના પરિચયમાં આવ્યાને બહુ સમય નથી થયો પણ છતાં ગમે ત્યારે એમનું નામ સાંભળીએ કે તરત એમનો હસમુખો ચહેરો આંખ સામે તરવરે – એમના કાવ્યો અને કર્મોની સુવાસ તો બધે જ પ્રસરેલી છે – ઈશ્વર સદ્દગતિ આપે એવી પ્રાર્થના

  10. Tushar shah (Close friend) said,

    July 16, 2020 @ 3:57 AM

    Dr. Dlipbhai is my close friend since 30 years.
    and family doctor n members.
    પ્રભુ દિયગંત આત્માને શાંતિ સાચી આપજો એવી હ્રદય થી પ્રાર્થના.
    પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
    ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી
    ઓમ શાંતિ શાંતિ શાંતિ ॐ
    🙏🌹જય શ્રી કૃષ્ણ 🌹🙏

  11. Tushar shah (Close friend) said,

    July 16, 2020 @ 3:58 AM

    Dr. Dlipbhai is my close friend since 30 years.
    and family doctor n members.
    પ્રભુ દિયગંત આત્માને શાંતિ સાચી આપજો એવી હ્રદય થી પ્રાર્થના.
    ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી
    ઓમ શાંતિ શાંતિ શાંતિ ॐ
    🙏🌹જય શ્રી કૃષ્ણ 🌹🙏

  12. Kajal kanjiya said,

    July 16, 2020 @ 3:59 AM

    ॐ શાંતિ શાંતિ શાંતિ 🙏😌
    અંતે સ્વીકારવો પડે છે એ પંથને
    જેનાં થકી ઉજળું થવાય છે.
    સદગતની આત્માને ઇશ્વર શાંતિ આપે🙏

  13. Kavita shah said,

    July 16, 2020 @ 4:00 AM

    વંદન 🙏દિવ્ય ચેતનાને

    મળી નથી રૂબરૂ પણ લોકમુખે શબ્દોની સુવાસથી ઉમદા વ્યક્તિત્વની ઝાંખી મળે છે!
    પ્રભુ ચરણમાં સ્થાન પામે એવી પ્રાર્થના.

  14. Anila patel said,

    July 16, 2020 @ 4:06 AM

    માતાજી અને ડો.પુત્રને હાર્દિક શ્રદ્ધાંજલિ
    ૐ શાંતિ શાંતિ શાંતિ

  15. Nehal Vaidya said,

    July 16, 2020 @ 5:22 AM

    સદગતના આત્માને ઈશ્વર પરમ શાંતિ અર્પે.
    આદરપૂર્વક શ્રધ્ધાંજલી 🙏🙏

  16. Pravin Shah said,

    July 16, 2020 @ 5:30 AM

    ઑમ શાન્તિ , શાન્તિ, શાન્તિ !
    પ્રભુ તેમના આત્માને શાન્તિ આપે .

  17. Jayshree Bhakta said,

    July 16, 2020 @ 6:40 AM

    કવિશ્રી અને એમના માતૃશ્રી ના આત્માની શાંતિ માટે પ્રભુ પ્રાથના!!

  18. Nayan said,

    July 16, 2020 @ 6:42 AM

    કવિશ્રી અને એમના માતૃશ્રી ના આત્માની શાંતિ માટે પ્રભુ પ્રાથના!!

  19. નયન said,

    July 16, 2020 @ 6:45 AM

    ઑમ શાન્તિ , શાન્તિ, શાન્તિ !
    પ્રભુ તેમના આત્માને શાન્તિ આપે .

  20. Mayur Doshi said,

    July 16, 2020 @ 7:05 AM

    Deeply shocked to know about the sad demise.

    HEARTFELT CONDOLENCES TO THE FAMILY.

  21. pragnajuvyas said,

    July 16, 2020 @ 9:49 AM

    ખૂબ આઘાતજનક..હાર્દિક શ્રધ્ધાંજલિ…એક ઉમદા કવિ અને એવા જ ઉમદા તબિબ અને વ્યક્તિની ખોટ સાલશે. ઓમ્ શાન્તિ
    એક ડોક્ટર તરીકે એમણે આરોગ્ય વિષયક અનેક પુસ્તકો લખ્યા હતા. વર્તમાન પત્રમાં તેઓ વારંવાર ચર્ચાપત્રો દ્વારા સામાજિક સમસ્યાઓ પર પણ લખતા રહેતા.
    યાદ આવે
    કેટલાક મૂક્તકો …
    દોસ્તો, સુંદર ગઝલ કહેતા બધા,
    ઇચ્છું કે મારી કલમને બળ મળે.
    વીતી ગઈ તે વાતનો ઉલ્લેખ ના કર,
    જાગરણની રાતનો ઉલ્લેખ ના કર;

  22. Rajendra K Daftary said,

    July 16, 2020 @ 9:51 AM

    પરમકૃપાળુ પરમાત્મા સદ્દગત અને એમના માતૃશ્રીના આત્માને સદ્દગતિ આપે એ જ અભ્યર્થના…

  23. Pankaj Vakharia said,

    July 16, 2020 @ 12:47 PM

    ભયંકર હતાશ વ્યક્તિને પણ હસતો – રમતો કરી દે એવું એમનું સદાય પ્રસન્ન અને નિર્મળ પ્રેમાળ વ્યક્તિત્વની સુગંધ જીવનભર યાદ કરતા સાથે અનુભવાશે .

  24. Pankaj Vakharia said,

    July 16, 2020 @ 12:50 PM

    ભયંકર હતાશ વ્યક્તિને પણ પળભરમાં હસતો – રમતો કરી દે એવું એમના સદાય પ્રસન્ન અને નિર્મળ પ્રેમાળ વ્યક્તિત્વની સુગંધ જીવનભર યાદ કરતા સાથે અનુભવાશે .

  25. ભરત ભટ્ટ said,

    July 16, 2020 @ 1:44 PM

    नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः।
    न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः।।
    પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે.ખુબ આઘાત લાગ્યો.
    એક સેવાભાવી ડૉક્ટર ની અને અનેકના મિત્રની અણધારી વસમી
    વિદાય .

  26. Ketan said,

    July 16, 2020 @ 8:39 PM

    🙏🏼💐

  27. Maheshchandra Naik said,

    July 17, 2020 @ 9:31 PM

    હ્ર્દયપુર્વક ની શ્રધ્ધાન્જલી ….કવિશ્રી ડૉ. દિલીપ મોદી ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment