ચૂમે છે ભૂમિને બંને ય, પણ વૃક્ષો જ કરમાયા,
હવાની જેમ એ અસ્તિત્ત્વ મિટાવી નથી શકતા.
વિવેક મનહર ટેલર

ચાકર રાખોજી – મીરાંબાઈ

મ્હાંને ચાકર રાખોજી,
.         ગિરધારી લાલ, મ્હાંને ચાકર રાખોજી!

ચાકર રહસું, બાગ લગાસૂં,
.         નિત ઊઠ દર્શન પાસૂં;
વૃંદાવન કી કુંજ – ગલનમેં
.         ગોવિંદા – લીલા ગાસૂં રે !
.                                   મ્હાંને ચાકર રાખોજી!

ચાકરી મેં તો દરસન પાઊં,
.         સુમરિન પાઊં ખરચી;
ભાવ–ભગતિ જાગીરી પાઊં,
.         તીનોં બાતાં સરસી રે !
.                                   મ્હાંને ચાકર રાખોજી!

મોર મુકુટ પીતામ્બર સોહે,
.         ગલે બૈજંતી માલા;
વૃન્દાવનમાં ધેનુ ચરાવે,
.         મોહન મૂરલીવાલા રે!
.                                   મ્હાંને ચાકર રાખોજી!

ઊંચે ઊંચે મહલ બનાઊં
.         બિચ બિચ રાખુ બારી;
સાંવરિયા કે દરસન પાઊં
.         પહિર કસુમ્બી સારી રે !
.                                   મ્હાંને ચાકર રાખોજી!

જોગી આયા જોગ કરનકો,
.         તપ કરને સંન્યાસી;
હરિભજન કો સાધુ આયે
.         વૃન્દાવનકે વાસી રે !
.                                   મ્હાંને ચાકર રાખોજી!

મીરાં કે પ્રભુ ગહિર ગંભીરા,
.         હૃદે રહોજી ધીરા;
આધી રાત પ્રભુ દરસન દીજો
.         પ્રેમનદીને તીરા રે!
.                                   મ્હાંને ચાકર રાખોજી!

– મીરાંબાઈ

મિશ્ર ગુજરાતી-રજસ્થાની (મારૂ ગુર્જર) ભાષામાં મીરાંબાઈના પ્રેમલક્ષણા ભક્તિનાં પદો છે..ક એના દિલના તળિયેથી કોઈપણ આયાસ વિના ઉદભવ્યાં હોવાથી આટઆટલા વર્ષોનાં વહાણાં વાઈ જવા છતાંય આપણને મંત્રમુગ્ધ કરતાં રહે છે. એની વાણીમાં અંતરની સચ્ચાઈ અને સર્વાંગ સમર્પિતતા સિવાય બીજું કશું નહીં જડે.

કૃષ્ણને શેઠ તરીકે એ કલ્પે છે એટલે ગિરધારી સાથે ‘લાલ’નો તડકો લગાવે છે. ગિરધારીલાલના ચાકર બનવાની અરજી લઈ મીરાં આપણી સમક્ષ આવે છે. ચાકર બનવા પાછળની એની મંશા તો જુઓ… ચાકર બનશે તો એ બાગનું ધ્યાન રાખશે, કૃષ્ણ રોજ સવારે બાગમાં તો આવશે જ એટલે રોજ ઊઠીને એના દર્શન કરવા મળશે. આ દર્શન એનો પગાર, નામસ્મરણ ખર્ચી; અને ભાવભક્તિ એની જાગીર. પ્રેમનદીના કિનારે અડધી રાત્રે ગહન-ગંભીર શ્રી કૃષ્ણના દર્શન થાય એટલે મીરાંને મન તો ભયો-ભયો…

7 Comments »

  1. Kajal Kanjiya said,

    June 19, 2020 @ 2:41 AM

    મીરા કે પ્રભુ ગહિર ગંભીરા
    હદે રહો ધીરા;
    આધી રાત પ્રભુ દરસન દીજો
    પ્રેમ નદીને તીરા રે!

    વાહહહ…..જય શ્રીકૃષ્ણ

  2. Pravin Shah said,

    June 19, 2020 @ 7:03 AM

    વાહ.. ગિરધારી લાલ, મ્હાંને ચાકર રાખોજી!

  3. Prahladbhai Prajapati said,

    June 19, 2020 @ 8:01 AM

    સુન્દર્

  4. pragnajuvyas said,

    June 19, 2020 @ 10:26 AM

    જય શ્રીકૃષ્ણ

  5. Bharat Bhatt said,

    June 19, 2020 @ 1:15 PM

    આભાર વિવેકભાઈ મીરાંબાઈનું આ અતિ પ્રખ્યાત ભજન મુકવા બદલ .
    આ ભજન ઘણા કલાકારોએ જુદા જુદા રાગ માં ગાયું છે. સૌથી સુન્દર અને ભાવ વિભોર એમ .એસ સુબલક્ષમી એ પ્રસ્તુત કર્યું .જે YOU TUBE માં માણી શકાય છે .

  6. Lata Hirani said,

    June 20, 2020 @ 3:52 AM

    મીરાબાઈ એટલે મીરાબાઈ.

    એનો જવાબ નહીં….

  7. હરિહર શુક્લ said,

    June 22, 2020 @ 11:43 PM

    બીચ બીચ રાખું બારી…
    સાંવરિયા કે દરસન પાઉં …

    ઓહો ઓહો મોજ, ઊંચો મહેલ અને “બીચ બીચ ” બારી 👌💐

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment