એક વૈરાગીને જોયો તો થયું
કંઈ ન કરવામાંય સાહસ જોઈએ
– રઈશ મનીઆર

(ઘાયલ કરો) – મધુસૂદન પટેલ ‘મધુ’

જો ખરેખર પ્રેમ છે તો જાવ ‘ને હાંસલ કરો,
ઘુંઘરૂની જાત પર જાદુ કરી પાયલ કરો.

પ્રેમમાં કંઈ ખાસ કરવાનું કશું હોતું નથી,
જેમણે ઘાયલ કર્યા છે, એમને ઘાયલ કરો.

હોય હા, તો સ્હેજ બસ માથું હલાવો, કાં પછી
‘ના’ લખીને સહી કરો ‘ને વાત રદબાતલ કરો.

આ જગત પાગલ ન લાગે તો પછી કહેજો મને,
કોઈ પણ વાતે પ્રથમ તો જાતને પાગલ કરો.

એનું સરનામું કે નંબર કંઈ નથી તો શું થયું?
આંખ મીંચીને મનોમન નામને ડાયલ કરો.

– મધુસૂદન પટેલ ‘મધુ’

ખુમારી! નકરી ખુમારી! અને એ પણ કેવી! વાહ, કવિ! એક પાગલવાળો શેર પ્રમાણમાં ઠીકઠાક લાગ્યો પણ એ સિવાયના ચારેય પર તો સમરકંદો-બુખારા ઓવારી દેવાનું મન થાય એવા સશક્ત!

4 Comments »

  1. Rajesh hingu said,

    June 26, 2020 @ 6:48 AM

    વાહ … મજાની ગઝલ

  2. કિશોર બારોટ said,

    June 26, 2020 @ 10:24 AM

    ખુમારી સભર સુંદર ગઝલ

  3. pragnajuvyas said,

    June 26, 2020 @ 11:18 AM

    ઘાયલ કરો– મધુસૂદન પટેલ ‘મધુ’ની ખુમારીવાળી ગઝલ અને ડૉ વિવેકજીનો સમરકંદો-બુખારા ઓવારી દેવાનું મન થાય તેવો આસ્વાદ
    યાદ આવે કબીર ‘જા ઘર પ્રેમ ન સંચરે, તા ઘર જાન મસાન’
    હોય હા, તો સ્હેજ બસ માથું હલાવો, કાં પછી
    ‘ના’ લખીને સહી કરો ‘ને વાત રદબાતલ કરો.
    શેરે યાદ આવે..
    નાઝીરજી
    નથી લેવા મને ઈચ્છા,
    સમરકંદો – બુખારા
    પરાં બે લાગણીનાં
    માગું છું,
    હું અશ્રુ ખારાં!

  4. Kajal kanjiya said,

    June 27, 2020 @ 6:09 AM

    આવી ખુમારી તો સાચા પ્રેમમાં જ જોવા મળે સમાજથી ડરીને કદી પ્રેમ કરી શકાય નહીં

    વાહ શાનદાર જાનદાર ગઝલ….જય હો…આસ્વાદની પણ જરૂર નથી બધાં જ શેર જાતે જ સમજણા હોય તેમ સમજાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment