(જોઈએ) – મયૂર કોલડિયા
‘હું-પણું’ મારું મને પીંછાંથી હળવું જોઈએ,
એક બસ, આ સ્વપ્ન છે, આ સ્વપ્ન ફળવું જોઈએ.
વરસાદમાં નીકળો તો એ શરતે નીકળવું જોઈએ,
ડિલ ભલે પલળે–ન પલળે, દિલ પલળવું જોઈએ.
છે રગોમાં લોહી તો લોહી ઉકળવું જોઈએ,*
માટીમાં દુશ્મન ભળે કાં તારે ભળવું જોઈએ.
ક્યાં? સતત ઉગેલ રહેવું એ કદાપિ શક્ય ક્યાં?
સૂર્યની માફક ફરી ઉગવાને ઢળવું જોઈએ.
આટલા નજદીક આવીને પછી અળગા રહો!
જો તમે મળવા જ આવો છો તો મળવું જોઈએ.
આ ગઝલ નામે દીવો પ્રગટે, શરત છે એટલી-
રાત સાથે જાતમાં પણ કંઈક બળવું જોઈએ.
જેમ કાંટો સોયથી કાઢી શકાતો હોય છે,
કારસો એવો કરીને મનને છળવું જોઈએ.
– મયૂર કોલડિયા
(*તરહી પંક્તિ: શ્રી ભગવતીકુમાર શર્મા)
સરસ મજાની ગઝલ… બધા જ શેર આસ્વાદ્ય… મળવા જ આવો છો તો મળવું જોઈએ વાળા શેરની બારીકી તો જુઓ!
Sandip Pujara said,
September 17, 2021 @ 1:19 AM
વાહ વાહ … સરસ
DILIPKUMAR CHAVDA said,
September 17, 2021 @ 2:36 AM
આ ગઝલ નામે દીવો પ્રગટે, શરત છે એટલી-
રાત બળવી જોઈએ ને જાતે બળવું જોઈએ.
ક્યા બાત હે કવિ જોરદાર ગઝલ…..
Aasifkhan said,
September 17, 2021 @ 2:41 AM
वाह मज़ानी ग़ज़ल
Shah Raxa said,
September 17, 2021 @ 2:42 AM
વાહ..વાહ..ક્યા બાત👌👌
રાજેશ હિંગુ said,
September 17, 2021 @ 3:00 AM
વાહ….સાદ્યંત મજાની ગઝલ..
ઊગવાને ઢળવું જોઈએ… ક્યા બાત..
અભિનંદન કવિ
હરીશ દાસાણી. said,
September 17, 2021 @ 4:10 AM
અત્યંત સુંદર ગઝલ
Anjana Bhavsar said,
September 17, 2021 @ 5:21 AM
સરસ ગઝલ મયુરભાઈ
praheladbhai prajapati said,
September 17, 2021 @ 6:46 AM
સરસ્
Sandip Koladiya said,
September 17, 2021 @ 7:05 AM
વાહ મયુરભાઈ વાહ, I’m touched with your line dear
Tushar.mangukiya said,
September 17, 2021 @ 7:07 AM
Very nice Mayurbhaii
Pravin Shah said,
September 17, 2021 @ 7:26 AM
ખૂબ સુંદર..
Kp said,
September 17, 2021 @ 7:38 AM
વાહ વાહ અદભુત…
Kp said,
September 17, 2021 @ 7:39 AM
વાહ જોરદાર વાલા…👍🙏
Harihar Shukla said,
September 17, 2021 @ 8:21 AM
ચોથા શેરમાં “ક્યાં” ની પુનરૂક્તિ 👌
pragnajuvyas said,
September 17, 2021 @ 8:57 AM
કવિશ્રી મયૂર કોલડિયાની મજાની ગઝલ
જેમ કાંટો સોયથી કાઢી શકાતો હોય છે,
કારસો એવો કરીને મનને છળવું જોઈએ.
અ ફ લા તુ ન મક્તા
HKPatel said,
September 17, 2021 @ 9:29 AM
Dear Mayur
Wonderful creation.
HKPatel said,
September 17, 2021 @ 9:31 AM
Dear Mayur
Wonderful creation.
Your are reaching high level.
Ravi Maru said,
September 17, 2021 @ 10:21 AM
વાહ, ગઝલ નામે દીવો પ્રગટે….
સતત જાતે બળવું જ જોઈએ…
Mayur Koladiya said,
September 17, 2021 @ 10:29 AM
સુંદર પ્રતિભાવો બદલ પ્રતિભવ પાઠવનાર દરેકનો દિલથી આભાર..
વિવેકભાઈનો તેમના સૂચનો માટે ખાસ આભાર….
Kaushal yagnik said,
September 17, 2021 @ 10:29 AM
Vaah gazal sundar rachana chhe .
Bahu j saras.
Milan Antala said,
September 17, 2021 @ 11:18 AM
Superb 👌👌👌👌👌👌👌લાજવાબ 🎊🎉🎊🎉
Nitin Goswami said,
September 17, 2021 @ 12:56 PM
વાહ
પીયૂષ ભટ્ટ said,
September 17, 2021 @ 1:04 PM
ખૂબ સરસ તરહી. ગઝલ. અભિનંદનીય રચના.
Mansuri Mohammed Jafar said,
September 17, 2021 @ 8:00 PM
Bahot khub
કમલ પાલનપુરી said,
September 18, 2021 @ 6:24 AM
ખૂબસરસ રચના…
વાહહહ
મિત્ર રાઠોફ said,
September 18, 2021 @ 6:55 AM
વાહ મયૂરભાઈ
ખૂબ સરસ ગઝલ
Lata Hirani said,
September 19, 2021 @ 3:50 AM
ખૂબ સરસ ગઝલ
Harikrushna vadher said,
September 19, 2021 @ 8:52 AM
Malvaj aavo chho to malvu joie!!
NARESH SHAH said,
September 20, 2021 @ 12:50 AM
Excellent Ghazal. Thanks Mayur-bhai.
What is the meaning of “Kaarso” in the last line?
Please help.
મયૂર કોલડિયા said,
September 20, 2021 @ 7:54 AM
@Naresh Shah
કારસો – કળ, યુક્તિ
કમલ said,
October 15, 2021 @ 12:29 AM
ખૂબ સુંદર કવિતા.