એક ક્ષણ જો યુધ્ધ અટકાવી શકો -
ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં…
માધવ રામાનુજ

કેટલું? – હર્ષ બ્રહ્મભટ્ટ

કર્યું છે જીવનભર સહન કેટલું?
ખબર ક્યાં છે એનું વજન કેટલું?

તમે વર્ષોથી આવી રહ્યા છો સતત.
છે બાકી હજી આગમન કેટલું?

અકડ પાંદડાની જો હદને વટાવે,
પછી માન રાખે પવન કેટલું?

ચલો પાણીને માપી લીધું તમે,
એ વાદળનું પરખાય મન કેટલું?

પછી ચઢ-ઉતર આકરી લાગશે હોં,
તું બાંધીશ ઊંચું સદન કેટલું?

પધાર્યા છો ઝભ્ભો કડક પ્હેરીને,
હવે સ્પર્શવાનું કવન કેટલું?

– હર્ષ બ્રહ્મભટ્ટ

સહજ સંતર્પક રચના…

8 Comments »

  1. naren said,

    May 28, 2020 @ 6:01 AM

    ખૂબ સુંદર અને સરળ રચના

  2. naren said,

    May 28, 2020 @ 6:03 AM

    ખૂબ સુંદર રચના

  3. Nilesh Rana said,

    May 28, 2020 @ 8:42 AM

    સુન્દર રચના

  4. Pravin Shah said,

    May 28, 2020 @ 9:25 AM

    સુંદર રચના..

  5. HarshadMistry said,

    May 28, 2020 @ 10:32 AM

    Fine

  6. pragnajuvyas said,

    May 28, 2020 @ 11:33 AM

    નખશિખ સરળ, સહજ રચના
    મજાનો મત્લાનો શેર
    કર્યું છે જીવનભર સહન કેટલું?
    ખબર ક્યાં છે એનું વજન કેટલું? એ યાદ આવે એમનો શેર
    કોણ એને ઝાંઝવા સીંચ્યા કરે, રોજ રાત્રે સ્વપ્ન એક ફણગાય છે
    મારી ભીતર કેટલું વરસ્યા તમે, આખેઆખું અંગ લીલું થાય છે….
    મક્તાનો અદભુત શેર
    પધાર્યા છો ઝભ્ભો કડક પ્હેરીને,
    હવે સ્પર્શવાનું કવન કેટલું?
    યાદ આવે
    ’હર્ષ’ સદા મન શંકા કરતું ડગલે ને પગલે
    કદી એ જ મન પર શંકા લાવી તો જો.

  7. હરિહર શુક્લ said,

    May 28, 2020 @ 10:34 PM

    👍

  8. Lata Hirani said,

    June 2, 2020 @ 5:02 AM

    મસ્ત રચના
    ત્રેીજો અને છેલ્લો
    મજા પડેી ગૈ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment