તમારી યાદની કેવી અસર છે જોઈ લો જાતે,
ધ્રુજી ઊઠશે અમારી પીઠના સળ ગમે ત્યારે.
મકરંદ મુસળે

સોશ્યલ ડિસ્ટન્સિંગ – વિવેક મનહર ટેલર

સોશ્યલ ડિસ્ટન્સિંગ કે ઝીરો ડિસ્ટન્સ? ચોવીસે કલાક ઘર વિમાસે
કોરોના છીંકે છે કે ભૂલથીય કોઈ કોરો ના રહી જાય
ઊઘાડી ભીડ જોઈ ગ્રોસરી સ્ટોર ભાગ્યો માસ્ક શોધવા
કર્ફ્યૂનો અમલ બરાબર થાય છે કે કેમ એ જોવા થોડા શ્વાસ સળવળ્યા
મોબાઇલની બેટરીની આવરદા અચાનક અડધી થઈ ગઈ
બધાં બધું જ જાણે છે પણ કોઈ જ કંઈ જ જાણતું નથી.
કામવાળાંઓના વેકેશને ગૃહિણીઓને (કદાચ) ગૃહસ્થોનેય માંજી નાંખ્યાં
તીનપત્તી રમતો માણસ હવે ઓળખાયો બાપ નીકળ્યો
વર્ષોથી ડાઉન થઈ ગયેલાં લૉક અવાજ કરી-કરીને પણ ખૂલ્યાં ખરાં
ચાદરો હાંફતી’તી: બંધનમાં આઝાદી? લ્યા આ ખરું
રસ્તા એટલા સૂમસામ કે ડરે છે સાક્ષાત્ યમ પણ આવતા
ગંગા સાફ હિમાલય સાફ હવા સાફ ઘરનાં ને ઘટનાં જાળાં સાફ
રૂઝ આવી રહી છે

– વિવેક મનહર ટેલર
(૦૯-૧૪/૦૪/૨૦૨૦)

[પ્રેરણાબીજ: વ્હાન ફેલિપે હરેરા (Juan Felipe Herrera)]

કોઈપણ હથિયાર વિના આખી દુનિયા નરસંહાર, ધનસંહાર અને વિશ્વયુદ્ધના લૉક-ડાઉનની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. નરી આંખે જોઈ પણ ન શકાતા સૂક્ષ્મતમ વિષાણુએ દુનિયાની મોટા ભાગની વસ્તીને ઘરની ચાર દીવાલોમાં કેદ કરી દીધી છે. કોરોના મહામારીના પ્રતાપે સર્જાયેલ વૈશ્વિક લૉક-ડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગની વાત કરતી એક કવિતા આજે આપના માટે… આ એક આકાર-કાવ્ય છે. અંગ્રેજીમાં કોન્ક્રિટ પોએટ્રી, શેપ પોએટ્રી અથવા વિઝ્યુઅલ પોએટ્રી કહી શકાય. શબ્દો દ્વારા વ્યક્ત થતી વાત શબ્દાકૃતિ કે ગોઠવણના કારણે વધુ મર્મસ્પર્શી અને અસરદાર બને છે. શબ્દાકાર કવિતાના અર્થમાં ઉમેરો કરે છે. પ્રસ્તુત કાવ્ય સૂર્યનો અને કિરણોને રજૂ કરતું સૌર વર્તુળ કાવ્ય છે. સૂર્યનો આકાર, કેમકે સૂર્યથી વધીને કોઈ જંતુનાશક કે સેનિટાઇઝર નથી. બાર કિરણ સમયનો સંદર્ભ છતો કરે છે, કેમકે સમય વિના આ મહામારીનો ઉકેલ પણ નથી. અને ખાસ તો ૩૦ ડિગ્રીના સમાન અંતરે પથરાયેલાં આ કિરણો કવિતાના હાર્દ –સોશ્યલ ડિસ્ટન્સિંગ-ને ઉજાગર કરે છે. કોઈપણ પંક્તિને પહેલી ગણીને ક્લોકવાઇઝ વાંચતા જઈ કેન્દ્રમાં આવો અથવા કેન્દ્રથી શરૂ કરી ગમે ત્યાંથી આખું વર્તુળ પૂરું કરો, વાંધો નથી. કવિતા એનો અર્થ જાળવી રાખે છે. ગઝલના શેરની જેમ બધી પંક્તિ સ્વતંત્ર હોવા છતાં સૂક્ષ્મ તાંતણે બંધાયેલ પણ છે.

5 Comments »

  1. Shailesh said,

    April 18, 2020 @ 7:25 AM

    ખુબ સુંદર શબ્દાકૃતિ. કોઇકને આમાં કોરોના વાઈરસનો ક્રાઉન પણ દેખાય?

    Musings of a quarantined soul – waiting for RT-PCR Result

    Have you ever felt as if
    you were in the middle of nowhere
    with everything you
    love, like, hate, want, or reject – in sight, at an arm’s length;
    and yet beyond reach?

    Have you been jolted by the realisation of
    your worthlessness,
    your insignificance,
    your weakness?

    Have you felt the pangs of helplessness
    not being able to live, feel, express at will?

    Have you seen friends and loved ones filled with the fear of unknown,
    blocking you from their field of vision?

    Have you gazed across the vast expanse of your world that has turned into nothingness in an instant?

    Have you seen lush green vistas and serene lakes turn into a mirage?

    Have you felt the mirage flood your eyes blurring your vision?

    What do you do when
    you can’t imagine anything
    on the other side of this brutal nothingness?

    In stupor
    you turn to scriptures.*
    Cryptic as the message is,
    it may perhaps help you make sense of it all:

    Sah Eekshata (स: ईक्षत) – He saw.

    Sah Akamayat (स: अकामयत) – He desired.

    Sah Tapoatapyat (स: तपोઽतप्यत) – He acted…

    …to create from nothingness!

    (* Brihadaranyaka Upanishad)

  2. વિવેક said,

    April 18, 2020 @ 8:34 AM

    વાહ, શૈલેષભાઈ… અતિસુંદર

    આભાર…

  3. ASHWIN K SHAH said,

    April 18, 2020 @ 11:19 AM

    I APPRECIATE BORN POET SHRI VIVEKBHAI.

    IT COVERS FROM SKY TO SENDOF EARTH.

    CONGRATULATION.

    KEEPIT UP VIVEKBHAI.

  4. pragnajuvyas said,

    April 18, 2020 @ 11:34 AM

    ડૉ વિવેક ટેલરનુ સાંપ્રત સમયે વિશ્વપ્રશ્ન કોવિડ૧૯ નાથવાના અંગે સુંદર અછાંદસ વાઈરસ આકાર-કાવ્ય . ઈમોશનલ પ્લેઝર માટે ટચ, હગ, ‘ કિસ જોઈએ પણ હાલ તો સોશ્યલ ડિસ્ટન્સના ચુસ્ત અમલથી કાળમુખા કોવિડ૧૯ વાઈરસને એકલો પાડી દેવાનો છે ! હાથ હલાવી ને વેવ સાથે હાઈ કે હેલો કરવાનુ અને આપણા નમસ્તેને પોપ્યુલર કરવાનુ છે.
    આ વાત પ્રકૃતિમા સહજ સ્વીકારાયલી છે.ચિમ્પાન્ઝીને પોલીયો રોગ થતા સોશ્યલ ડિસ્ટન્સ પાળતા , કીડીમાં ય ચેપ લાગ્યો હોય એ બિમારને દૂર તો કરે ! આવા તો અનેક દાખલા જોવા મળે છે.
    તો બીજી તરફ સારી વાત-
    ‘ગંગા સાફ હિમાલય સાફ હવા સાફ ઘરનાં ને ઘટનાં જાળાં સાફ
    રૂઝ આવી રહી છે.’

    આયુષ્માન ખુરાનાએ
    ‘અબ અમીર કા હર દિન રવિવાર હો ગયા ઔર ગરીબ હૈ અપને સોમવાર કે ઇન્તઝાર મેં.
    અબ અમીર કા હર દિન સે પરિવાર હો ગયા હૈ ઔર ગરીબ હૈ અપને રોઝગાર કે ઇન્તઝાર મેં.’

  5. વિવેક said,

    April 20, 2020 @ 1:54 AM

    સહુ મિત્રોનો આભાર….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment