દિવસો જુદાઇના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હાથ ઝાલીને લઇ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ગની દહીંવાલા

ઊંચા ગજાનો – પીયૂષ ચાવડા

રોજ પજવે અવનવી રીતે, કરું હું શું ખુલાસો?
હું સમયના ગાલ પર મારી નથી શકતો તમાચો.

કોઈ મારી ભીતરે ખોદી જુઓ, લાશો પડી છે,
રોજ ઇચ્છાઓ મરે છે, ને ઊઠે રોજે જનાજો.

ફૂલ સુધી પહોંચતી નહિ, કેદ દૃષ્ટિ કંટકોમાં,
આંખ સામે છે બગીચો કેટલો સુંદર મજાનો!

એક પળમાં માલિકે ખાલી કરાવ્યું શ્વાસનું ઘર,
સાથમાં પણ લઈ શક્યો નહિ, વિસ્તરેલો મુજ લબાચો.

જન્મ તો દીધો પરંતુ ‘મોત’ પાસે રાખ્યું છે તેં,
તુંય ખેલાડી નીકળ્યો કેટલા ઊંચા ગજાનો.

– પીયૂષ ચાવડા

આમ તો બધા જ શેર ગણગણી શકાય એવા છે પણ મને કંટકોમાં કેદ થઈને રહી ગયેલી દૃષ્ટિ વધુ ગમી ગઈ. નજરની સામે મજાનો આખો બગીચો ખીલ્યો હોય પણ માણસની નજરમાં ખોડ હોય તો એને ફૂલ નહીં, કાંટા જ દેખાશે. શાળામાં અભ્યાસ કરતા હતા એ સમયે હિંદીના પાઠ્યપુસ્તકમાંના એક પાઠનું લાંબુલચ શીર્ષક –युधिष्ठिर को कोई दुर्जन नहीं मिला, और दुर्योधन को कोई सज्जन नहीँ मिला- યાદ આવી ગયું.

10 Comments »

  1. Pravin Shah said,

    April 24, 2020 @ 4:39 AM

    વાહ, વાહ.!
    ખૂબ સરસ !

    તમે પણ કવિ ઊ*ચા ગજાના !

  2. Palash P Shah said,

    April 24, 2020 @ 5:53 AM

    સુંદર ઞઝલ….
    મજા આવી ગઈ…

  3. Prahladbhai Prajapati said,

    April 24, 2020 @ 8:32 AM

    superb

  4. Harihar Shukla said,

    April 24, 2020 @ 9:08 AM

    શ્વાસનું ઘર અને લબાચો વિસ્તરેલો
    👌💐

  5. saryu parikh said,

    April 24, 2020 @ 9:34 AM

    જીવનનું સત્ય સમજાવતી સરસ રચના.

  6. Pravin Shah said,

    April 24, 2020 @ 10:55 AM

    તુંય ખેલાડી નીકળ્યો કેટલા ઊંચા ગજાનો…
    Wah.. wah..

  7. pragnajuvyas said,

    April 24, 2020 @ 11:36 AM

    કવિશ્રી પીયૂષ ચાવડાની સુંદર ગઝલ.
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ.
    ફૂલ સુધી પહોંચતી નહિ, કેદ દૃષ્ટિ કંટકોમાં,
    આંખ સામે છે બગીચો કેટલો સુંદર મજાનો!
    વાહ
    મુક્ત દ્રુષ્ટિ રાખો અને ગાઓ
    પ્રેમ કી ગલીમેં એક છોટાસા ઘર બનાયેંગે
    કલીયાં ના મિલે ના સહી કાંટો સે સજાયેંગે
    બગિયા સે સુંદર વો બન હોગા રીમઝીમ

    તેમા મક્તાનો શેર અફલાતુન…
    જન્મ તો દીધો પરંતુ ‘મોત’ પાસે રાખ્યું છે તેં,
    તુંય ખેલાડી નીકળ્યો કેટલા ઊંચા ગજાનો.
    જીવનના સત્યથી ઘભરાવવું શું ? યાદ આવે…
    સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?
    જીવવા માટે બહાનું જોઈએ.
    એક જણ સાચું રડે તો બ્હૌ થયું,
    મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?
    એક પરપોટો ઘણો સુંદર હતો,
    પણ હવાને ચાલવાનું જોઈએ.
    સીમમાંથી ઘર તરફ પાછા જતાં,
    આ ક્ષણે પંખી મજાનું જોઈએ.
    વાટ વચ્ચે લૂંટશે અધવચ તને,
    જીવ, તારે ચોરખાનું જોઈએ.
    આંસુ જ્યાં થીજી ગયેલાં હોય છે,
    સાંભરણ એવી જગાનું જોઈએ.
    તું કહે ત્યાં આવશે ‘ઈર્શાદ’ પણ,
    એક ઢેફું આ ધરાનું જોઈએ.

  8. Kajal kanjiya said,

    April 24, 2020 @ 11:01 PM

    વાહહહ
    બીજો અને પાંચમો શેર વિશેષ ગમ્યાં

  9. Dr Sejal Desai said,

    April 25, 2020 @ 2:18 AM

    સરસ ગઝલ…બગીચા વાળો શેર ઉત્તમ

  10. સુરેશ પરીખ said,

    April 26, 2020 @ 7:58 PM

    એક પળમા ખાલી કરાવ્યુ શ્વાસ નુ ઘર…. વાહ વાહ આફરીન !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment