છેલ્લું જ પાનું છે! – શૈલેશ ગઢવી
કહે છે બોલવાથી શું થવાનું છે?
બહાનું ચૂપ રહેવાનું મજાનું છે!
ભર્યું છે ઘેન એવું સૌની આંખોમાં,
ખબર નહિ કોણ ક્યારે સૂઈ જવાનું છે!
દિલાસો આપના શબ્દોનો મારે મન,
તરુને આભ આખું ઓઢવાનું છે!
અરીસો પ્રશ્ન જાણે પૂછતો કાયમ:
મજાનું પાત્ર છે, કોની કથાનું છે?
લખું છું એવી રીતે મારી કવિતાને,
કે લખવા માટે બસ છેલ્લું જ પાનું છે!
– શૈલેશ ગઢવી
મજાની ગઝલ!
pragnajuvyas said,
May 2, 2020 @ 4:40 PM
કવિશ્રી શૈલેશ ગઢવીની મજાની ગઝ લ
અમારા જૈનાચાર્ય રત્નસુરીશ્વરજીએ કહ્યુ કે, જીંદગી ત્રણ પાનાનું પુસ્તક છે એમા પહેલા નંબરનુ જન્મ છેલ્લા નંબર નુ પાનુ છે મરણ- આ બે પાના પહેલા થી જ લખાયેલા આવ્યા છે પણ બીજા નંબર નું જીવન નું પાનુ ખાલી છે તેમાં શું લખવુ તે આપણા હાથની વાત છે. સામી વ્યક્તિ પર પ્રેમ જયારે વધુ હોય ત્યારે તેની ભૂલ ઓછી દેખાતી હોય છે.
સાંપ્રત સમયે ડોક્ટર સામે પોતાનો રોગ છુપાવનારો જલ્દી મોત પામે છે કનેકશન -ભૂલને કબુલ કરવી તે છે કન્ફેશન અને ભૂલને સુધારવી તે છે કરેક્શન. જેને જાગવું છે એના માટે કોઈ સમય નથી હોતો.
Dhaval Shah said,
May 2, 2020 @ 5:11 PM
અરીસો પ્રશ્ન જાણે પૂછતો કાયમ:
મજાનું પાત્ર છે, કોની કથાનું છે?
લખું છું એવી રીતે મારી કવિતાને,
કે લખવા માટે બસ છેલ્લું જ પાનું છે!
– સરસ !
હરિહર શુક્લ said,
May 3, 2020 @ 12:52 AM
ઓહો, મોજ ગઢવીજી!👌💐
MAHESHCHANDRA NAIK said,
May 3, 2020 @ 5:13 AM
સરસ મઝાની ગઝલ
થોડા શબ્દોમા ઘણુ કહી દીધુ છે
આભિનદન
આભાર
Pravin Shah said,
May 4, 2020 @ 9:50 AM
વાહ.. ખૂબ સુંદર ગઝલ…
Sikandarmultani said,
July 25, 2022 @ 2:02 PM
Wahh
Shailesh Gadhavi said,
July 25, 2022 @ 2:15 PM
Thank you