તું આવે જો સાથે
એકલતા આ હલેસીએ હોવાને પેલે કાંઠે…
- વિવેક મનહર ટેલર

પ્રતીક્ષાની ક્ષણો – મોના લિયા

દરરોજ તું વહેલો આવે તેની રાહ જોઉં છું.
લિફ્ટનો અવાજ આવે કે સહેજ બારણું ખખડે
પણ બીજું કોઈ હોય.
તને રિંગ કરવા મોબાઇલ ઉપાડું પણ
ડ્રાઇવિંગનો વિચાર આવે ને માંડી વાળું
તું આવે, તારી સાથે આવે આખું દફતર
બૅગમાંથી ખાલી ટિફિન ને કાગળથી ભરેલી ફાઇલો
લેપટોપમાં ઇમેલનો ઢગલો
વૉટ્સઅપમાં અનરીડ મેસેજનો વધતો આંક
મેં આ બધાંની રાહ જોઈ નહોતી
તો પણ કેમ આવી જતાં હશે? વણબોલાવ્યા મે’માનની જેમ?
મહેમાન તો બેચાર દિવસમાં જતાં રહે…
પણ આ બધાં તો… જવાનું નામ નથી લેતાં
આપણી વચ્ચે રહે છે પરિવારના સભ્યોની જેમ,
દરરોજ તારા આવવાની રાહ જોઉં છું
પણ તું આવતો નથી.

– મોના લિયા

કેવી સટીક રચના! કાપો તો લોહી ન નીકળે એવી ધારદાર અભિવ્યક્તિ! પોતાની ઑફિસ અને પોતાનો અંગત સંસાર ઘરમાં લઈ આવતો પુરુષ હકીકતમાં ઘરમાં આવે છે ખરો? કે સ્ત્રી એ આવે એની અંતહીન પ્રતીક્ષામાં જ રત રહે છે?

10 Comments »

  1. Pravin Shah said,

    April 2, 2020 @ 4:03 AM

    Very nice

  2. Prahladbhai Prajapati said,

    April 2, 2020 @ 5:38 AM

    સરસ

  3. Haresh Jamnadas Nimavat said,

    April 2, 2020 @ 6:22 AM

    धारदार अभिव्यक्ति.

  4. PALASH SHAH said,

    April 2, 2020 @ 6:27 AM

    સરસ

  5. PALASH SHAH said,

    April 2, 2020 @ 7:17 AM

    આમાંથી પુરુષો એ ધડો લેવા જેવો ખરો

  6. pragnajuvyas said,

    April 2, 2020 @ 2:26 PM

    મોના લિયાનું સટીક અછાંદસ અને ડૉ વિવેકનો ધારદાર આસ્વાદ
    દરરોજ તારા આવવાની રાહ જોઉં છું
    પણ તું આવતો નથી.
    પ્રતીક્ષા કોઈ સ્વજન દુર હોય તોજ કરી શકાય તેવું નથી હોતું. સાવ અડોઅડ બેઠેલા બે હૈયા પણ એકમેકના પ્રેમની,સહકારની રાહ જોતા જોવા મળે છે. આવા લોકો નદીના બે કિનારા જેવા હોય છે. સાથે હોવા છતાં સાવ અલગ, અહી જો તેમની રાહ જોવાનો ક્ષણો લંબાતી જાય છે તો તેમની પ્રતીક્ષામાં નિરાશા જોવા મળે છે.પ્રતીક્ષાની ક્ષણો ક્યારેક જીવલેણ પણ નીવડે છે. આ નાનકડો શબ્દ જેને ખરેખર જીરવવો પડ્યો હોય તેની સ્થિતિ દયનીય બની જતી હોય છે. સામાન્ય લાગતો શબ્દ તેની ઉચ્ચ્તાની સ્થિતિમાં પીડાદાયક છે. હૈયું મુઠ્ઠીમાં ભીસાતું અનુભવાય છે. ભરી મહેફિલમાં એકલતા ભરડો લેતી જણાય છે
    ડો મુકુલ ચોક્સી કહે છે
    પ્રતીક્ષાની પીડાઓ તો અ.સૌ. છે ને અ.સૌ. રહેશે
    ભલે એક આંખ વિધવા છે અને બીજી કુંવારી છે
    બીજી એક ગઝલમાં એ કહે છે
    ઉઘાડી આંખથી સીંચેલ સપના પાંચ દસ મળશે
    અનિદ્રાવાન ઓશિકાંઓને પણ થોડો જશ મળશે

    મળે એને તમારું ઘર સમીસાંજે અને તમને
    મરેલી હાથણીને સૂંઢમાં ખાલી કળશ મળશે

    હવે તારી કદીનહીંતાને જો મારી હજુપણતા
    ભૂલે ચૂકે મળે તો કેટલી આભારવશ મળશે
    તો આવી પ્રતીક્ષા એક સ્વપ્ન…
    આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ,
    ચાંદ પણ ખીલ્યો નહીં ને ચાંદની ફેલાઈ ગઈ.

  7. Meena Chheda said,

    April 3, 2020 @ 7:06 AM

    Sunder abhivyakti

  8. હરિહર શુક્લ said,

    April 4, 2020 @ 8:43 AM

    સટીક અછાંદસ રચના, hats off!👌💐

  9. મોના લિયા said,

    December 17, 2020 @ 1:53 AM

    સહુ મિત્રોનો આભાર
    વિવેકભાઇ આસ્વાદ માટે વિશેષ આભાર.

  10. વિવેક said,

    December 17, 2020 @ 1:59 AM

    @ મોના લિયા:

    વેબસાઇટ ઉપર કવયિત્રીની હાજરી અમારો પુરસ્કાર!
    આભાર..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment