તપ્ત યાદોથી સભર સહવાસનું
આંખ સામે છે નગર આભાસનું
વ્રજેશ મિસ્ત્રી

એવો આ પ્રેમનો સંબંધ છે… – હિતેન આનંદપરા

પ્રીતનો એ નાતો, એ વરસાદી રાતોની વાતોની યાદો મોઘમ છે
તું હજીયે આંખોમાં અકબંધ છે, તું હજીયે શ્વાસોમાં અકબંધ છે.

ઝરમર વરસાદ તને આછી આછી ભીંજવે ને ભીનું ભીનું મલકાય
હોઠો પર આવીને અટકેલું નામ પછી કાગળના કાળજે લખાય.

જેની શરૂઆત નથી, જેનો કોઈ અંત નથી
એવો તું શાશ્વત નિબંધ છે

જોઈ તને એકલીને વાદળ વિચારે છે ચાલ આજ આની પર વરસું
ગાલ પરનાં ટીપાં તું લૂછે જેનાથી એ દુપટ્ટો બનવા હું તરસું

આંખોમા તારી બનાવીશ હું ઘર
છોને દુનિયાના દરવાજા બંધ છે

પહેલો વરસાદ અને પહેલું મિલન અને પહેલી તે વિશે શું કહું
એ પળની મજા કંઈ કહેવાથી સમજાય નહીં ચાલે તમે કો’કે હું કહું

ભૂલવાને ચાહો તોય ભૂલી શકાય નહીં
એવો આ પ્રેમનો સંબંધ છે…

– હિતેન આનંદપરા

4 Comments »

  1. Vineshchandra chhotai said,

    March 31, 2020 @ 7:25 AM

    મને ખબર નથી કે ગુજરાતી કવિ પણ એટલા બધા રોમેન્ટિક
    હોય સકે છે.

    હિતેંભાઈ ,અભિનદન .

    બહુજ સરસ મજાની વાત

  2. pragnajuvyas said,

    March 31, 2020 @ 1:41 PM

    પ્રીતનો સાદ… વરસાદી વાત….
    સ્મરણોની સૃષ્ટિમાં અટવાતી રાત….આ વરસાદ એ ખરેખર તો પાણીના બિંદુ નથી પણ કેટલીય આશાઓ,આસ્થાઓ અને શ્રદ્ધાની ભક્તિનો પ્રસાદ છે.વરસાદી વાતાવરણમાં જ્યારે હૈયાની ધરતી પણ ભીંજાય છે અને સ્મરણો ફરી લીલાછમ બની જાય છે… એ લાગણીઓને કવિ હિતેન આનંદપરા એ’ એવો આ પ્રેમનો સંબંધ છે…’મા આલેખી છે .
    બીજી રચનામા કહે છે
    કામ પર જાવાનું મન થાતું નથી તો નહીં જઉં,
    બહુ જ થોડા જણને આવું પરવડે વરસાદમાં
    – વરસાદી વાતાવરણમાં જ્યારે હૈયાની ધરતી પણ ભીંજાય છે અને સ્મરણો ફરી લીલાછમ બની જાય છે… એ લાગણીઓને તેમની અન્ય રચનામા પણ આ રીતે આલેખી છે
    પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,એ વિનાની સર્વ વાતો તર્ક છે.
    ગાલ પર ખંજનો હોતાં હશે ?એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.

    શેર ઉપર વાહ જો એની મળે,એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે.
    હોઠ તારા એ જ છે પણ તે છતાં નામ ત્યાં મારું નથી- નો ફર્ક છે.

    હું તને વાંચું નહીં તો શું કરું ? તું બધીયે વાતનો સંદર્ભ છે.
    હું કરચલાથી સદા ડરતો રહ્યો,આમ જોકે મારી રાશિ કર્ક છે.

  3. PALASH SHAH said,

    April 11, 2020 @ 7:24 AM

    Love at first sight nu sachot nirupan…..
    હિતેન ભાઈ……
    અભિનદન…..hats off…

  4. Parth Sheth said,

    August 24, 2024 @ 1:46 PM

    જોઈ તને એકલીને વાદળ વિચારે છે ચાલ આજ આની પર વરસું
    ગાલ પરનાં ટીપાં તું લૂછે જેનાથી એ દુપટ્ટો બનવા હું તરસું

    ekdam adbhut

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment