મને કાગળ-કલમ ને અક્ષરો સૂવા નથી દેતાં,
કવિતાનાં બળૂકાં લશ્કરો સૂવા નથી દેતાં.
-પારુલ ખખ્ખર

પળમાંય તૂટે … – હિતેન આનંદપરા

કેટલુંયે સાચવો તોય આ તો સંબંધ છે
પળમાંય તૂટે…
વર્ષોથી લાડમાં ઉછરેલા શ્વાસ કદી
એકદમ અણધાર્યા ખૂટે…
સંબંધ છે, પળમાંય તૂટે…

સીંચીને લાગણી વેલને ઉછેરો
ને વેલ કેવું વીંટળાતી જાય
આછેરી ઘરમાં એ બાકી રહે
ને ઝાઝેરી ફંટાતી જાય
ડાળીને અંધારા ફૂટે…
સંબંધ છે, પળમાંય તૂટે…

અળગા થવાનું કંઇ સહેલું નથી
ને સાથે ટહુકા રૂંધાય,
નાનકડા ઘરમહીં ધીરે ધીરે પછી
દીવાલો બંધાતી જાય
આ મૂંઝારો માણસને લૂંટે
સંબંધ છે, પળમાંય તૂટે…

– હિતેન આનંદપરા

સાચા દિલના સંબંધ બાંધવામાં આખું જીવતર નીકળી જતું હોય છે, અને તોડવામાં જોઈએ એક ક્ષણ…..

4 Comments »

  1. pragnajuvyas said,

    March 16, 2020 @ 11:50 AM

    હિતેન આનંદપરાનું સુંદર ગીત
    ડૉ તીર્થેશજીએ આસ્વાદમા ‘સાચા દિલના સંબંધ બાંધવામાં આખું જીવતર નીકળી જતું હોય છે, અને તોડવામાં જોઈએ એક ક્ષણ…’સ રસ સાચી વાત કહી છે.
    મનમેળ ન હોય તો તિરાડ વીજળીના ચમકારા સાથે આખું ઘર ચીરી નાખે.એક સમયે એકમેક માટે પ્રગટતી તીવ્ર ઝંખના ભીંસ અને ચીસનું સ્વરૂપ ક્યારે લઈ લે એ ખબર નથી પડતી. પળ વગર પણ જેના વગર ચાલતું ન હોય એની સાથે પળભર પણ ગાળવી મુશ્કેલ થઈ જાય. સમય કોઈ એવા વળાંક પર લાવીને મૂકી દે જ્યાં આપણે જાણે મળ્યા જ નહોતા એવી અનુભૂતિ થવા લાગે.
    કિરીટ ગોસ્વામીનો શેર છે…
    એક ટીપું ગેર-સમજણનું પડ્યે થઈ જાય ઝેર
    સગપણોની ચાસણી આખરે તો દુ:ખનું મુળ…

  2. Nilesh Rana said,

    March 17, 2020 @ 3:31 PM

    Man Bhavan Geet Reality

  3. mahendra S.Dalal said,

    March 22, 2020 @ 12:30 AM

    ખુબજ સરસ

  4. MAHESHCHANDRA THAKORLAL NAIK said,

    April 3, 2020 @ 3:23 AM

    સરસ,સરસ,સરસ્……કવિશ્રી ને અભિનદન્…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment