નીકળી ગયો છું કેમ તે ના પૂછ તું મને,
ખાલી પડી છે કેમ જગા ? કાફલાને પૂછ
મનોજ ખંડેરિયા

(આસપાસમાં) – કિરણ જોગીદાસ ‘રોશન’

કાયમ રહે છે કોઈ અહીં આસપાસમાં,
લાગ્યું ન એકલું કદી તેથી પ્રવાસમાં.

કોને ખબર કે ધબકે છે કોના લગાવમાં?
આવ્યુ કશું ન હાથ હૃદયની તપાસમાં.

ભાગ્યા કરે છે રાત દિ’ અંદર ને બહાર, બસ
તો પણ હજી ક્યાં થાક છે આ મારા શ્વાસમાં?

સાથે મશાલ લઈ અને ચાલે છે કોઈ તો
અંધાર છે છતાં ભરું છું ડગ ઉજાસમાં.

મંઝિલ મળે કે ના મળે એની ત્યજી ફિકર,
રાખો કચાશ ના કદી ‘રોશન’ પ્રયાસમાં.

– કિરણ જોગીદાસ ‘રોશન’

સરળ સહજ ભાષામાં સુંદર ગઝલ. કોઈ અઘરી-અઘરી કે મોટી-મોટી વાત ન કરી હોવા છતાં દરેક શેર સંતર્પક થયા છે. ગીતાના कर्मण्ये वाधिकारस्तेની યાદ અપાવી, મંઝિલ મળે કે ન મળે એની ફિકર પડતી મૂકીને પ્રયાસમાં કચાશ ન રાખી જીવન ‘રોશન’ કરતાં શીખવતી આ રચના થોડી ભાષાગત કચાશ દૂર કરવાનો પ્રયાસ કરાયો હોત તો હજી વધુ રોશન થઈ શકી હોત.

10 Comments »

  1. Kajal kanjiya said,

    February 28, 2020 @ 2:15 AM

    કોને ખબર કે ધબકે છે કોના લગાવમાં !

    ખૂબ સરસ
    ખૂબ ખૂબ અભિનંદન વ્હાલી💐

  2. kiran Jogidas said,

    February 28, 2020 @ 2:55 AM

    Khub Aabhaar Saheb🙏🏻

  3. Anjana bhavsar said,

    February 28, 2020 @ 3:03 AM

    સરસ ગઝલ

  4. રેખા said,

    February 28, 2020 @ 3:28 AM

    વાહ મજની ગઝલ

  5. ગૌરાંગ ઠાકર said,

    February 28, 2020 @ 3:46 AM

    વાહ.. સરસ ગઝલ

  6. Vaishali Radia said,

    February 28, 2020 @ 5:00 AM

    વાહ! બીજો શેર મસ્ત

  7. pragnajuvyas said,

    February 28, 2020 @ 7:59 AM

    કવિશ્રી કિરણ જોગીદાસ ‘રોશન’ની સરળ સહજ ગઝલનો ડૉ વિવેકનો સુંદર આસ્વાદ
    મઝાના મત્લા
    કાયમ રહે છે કોઈ અહીં આસપાસમાં,
    લાગ્યું ન એકલું કદી તેથી પ્રવાસમાં…ના અનુસંધાન જેવી મનમા ગુંજે અંકિતના સ્વરના ગઝલ
    તું મને ન શોધ ક્યાંય આસપાસમાં
    હું તને મળી શકું તારા જ શ્વાસમાં
    ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
    સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…
    સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી;
    અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં…
    માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે;
    નીકળ્યો હશે પછી પવન તપાસમાં…
    તું મથામણો કરી ગઝલ લખી તો જો !
    હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં…
    ન કેવળ મારી આસપાસમાં તુ,,,
    મારી સાસ સાસમાં તુ…

  8. આરતી સોની said,

    February 28, 2020 @ 11:39 AM

    ખૂબ સરસ
    મજાની ગઝલ છે
    આવ્યું કશું ન હાથ હ્રદયની તપાસમાં
    વાહ

  9. Dr Sejal Desai said,

    February 29, 2020 @ 7:32 AM

    ઉત્તમ ગઝલ..

  10. પારુલ બારોટ said,

    August 30, 2020 @ 2:59 PM

    ખૂબ સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment