આજ ભલેને તારી હોડી
મજલ કાપતી થોડી થોડી,
યત્ન હશે તો વહેલી મોડી,
એ જ ઊતરશે પાર,
ખલાસી! માર હલેસાં માર.
ગની દહીંવાલા

કે આહા! – લલિત ત્રિવેદી

અગનમાં જ આરામગાહા કે આહા!
છે કેવા રૂહાના પલીતા કે આહા!

નિભાવી છે કેવી તો આતિશમિજાજી…
ઊડે છે બદનમાંથી તણખા કે આહા!

કલમ છે કે લોબાન છે, માસાઅલ્લા…
ગઝલ થૈ ગઈ ઈદગાહા કે આહા!

કટારી હજી ઔર ઊંડે… ઓ કામિલ
રહમ! ઔર ઊંડે હો એક ઘા કે આહા!

ઋચાઓ ઋચાઓ.. ગહન લગ શિખાઓ…
પ્રગટ હો શમન લગ ધખારા કે આહા!

સમિધ થૈ ગયેલા અભરખા કહે છે-
-શમનમાંથી પ્રગટે છે સ્વાહા કે આહા!

ને પરછાઈ પણ કાષ્ઠ પર ચેતવીને
ચિરંતન કરી દ્યો રે શાતા કે આહા!

લલિત તારા ભાણામાં ક્યાંની આ રોટી
પરબ થૈ ગયા જેના પ્યાલા કે આહા!

– લલિત ત્રિવેદી

3 Comments »

  1. Harihar Shukla said,

    March 5, 2020 @ 5:40 AM

    આહા જ આહા !

  2. pragnajuvyas said,

    March 5, 2020 @ 12:13 PM

    કવિશ્રી લલિત ત્રિવેદીની કે આહા! ગઝલ માણતા થાય- કે આહા !
    ડૉ વિવેકજી આસ્વાદમા કહે છે તે પ્રમાણે ‘ભાષારીતિ અને કથનશૈલી સાવ અલગ જ તરી આવે છે.
    ક્યારેક આ રચનાઓ દુર્બોધ કે કૃતક બનતી પણ નજરે આવે છે’ આ ગઝલ ફરી ફરી માણતા…
    અગનમાં જ આરામગાહા કે આહા!
    છે કેવા રૂહાના પલીતા કે આહા!
    મત્લાના વિચારવમળે… તેમના જે શબ્દોમા કહીએ તો-
    કળીઓ સરખી અચરજમાંથી ગઝલ ઘડું છું …,
    ઊડતા પંખીની રજમાંથી ગઝલ ઘડું છું …

    કાં તો બળશે પોત અગર તો ઝગશે જ્યોત,
    ધીરા ! ધખતી ધીરજમાંથી ગઝલ ઘડું છું …

    પોતીકું વેરાન અને ઈમાન લઈને ,
    ભીતર બેઠાં પૂર્વજમાંથી ગઝલ ઘડું છું …

    રાસ રમંતાં રજરજ એમાં ભળી ગઈ છે ,
    હે કરસન ! હું એ વ્રજમાંથી ગઝલ ઘડું છું …

    જે કાગજથી સીવ્યું પહેરણ મિર્ઝાજીએ ,
    પંડિતજી !એ કાગજમાંથી ગઝલ ઘડું છું…

    ફાટેલા નભ માટે થીગડાં ઘડવાનાં છે ,
    દરજી ! લેખણની ગજમાંથી ગઝલ ઘડું છું …

    ઢોલક ને મંજીરાંની જ્યાં ઠાકમઠોરું,
    એ રાત્રિના ગુંબજમાંથી ગઝલ ઘડું છું…

    કાગળિયાની નાતને જમવા તેડી છે ,
    ગાલિબ !તારાં કારજમાંથી ગઝલ ઘડું છું…
    સાથે ગુંજે હરીશ ઉમરાવ, નયના ભટ્ટના સ્વરમા ડૉ મુકુલનું ગીત.
    .આહા એટલે આહા એટલે આહા…
    हमनें तुमको चाहा…. આહા.

    ચોમાસાની જળ નિતરતી આગ એટલે આહા
    છત્રીમાં ભેગા પલળ્યાનો સ્વાદ એટલે આહા
    ભીના હોઠોમાં થઇ ગઇ એક ભીની મૌસમ….સ્વાહા…

    આહા એટલે આહા એટલે આહા…
    हमनें तुमको चाहा…. આહા.

    સાંજે કોઇને અમથું અમથું મળવું એટલે આહા
    પાછા ફરવા મન ન પછી કરવું એટલે આહા
    રાતની એકલતામાં ગાયા કરવા ગીતો…. મન-ચાહા…

    આહા એટલે આહા એટલે આહા…
    हमनें तुमको चाहा…. આહા…

  3. Lalit Trivedi said,

    March 27, 2020 @ 11:23 AM

    ખૂબ ખૂબ આભાર.. આનંદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment