ફાવી નથી શકતો – અમીન આઝાદ
જમાનો એક એવા શ્વાસ પર ફાવી નથી શકતો,
કદી જે આવ-જામાં જઈ ફરી આવી નથી શકતો.
હજી મ્હેફિલથી અંધારાં ઉલેચાવી નથી શકતો,
બળે છે દીપ દિલનો, રોશની લાવી નથી શકતો.
સમાજ ઉજવી રહ્યો છે આપણા બન્નેની મજબૂરી,
તમે આવી નથી શકતાં, હું બોલાવી નથી શકતો.
ન ખાલી થાય, ના ઊભરાય; એવી રીતે પીઉં છું,
નયન-પ્યાલા ભર્યા રાખું છું, છલકાવી નથી શકતો.
દયાની એને પાબંદી, ઈબાદતમાં મને મુશ્કિલ!
અહીં ફાવી શકું છું, ખુદા ફાવી નથી શકતો.
મોહબ્બતના કસમ, બંધન જરૂરી છે મોહબ્બતમાં,
‘અમીન આઝાદ’ જેવો પણ અહીં ફાવી નથી શકતો.
– અમીન આઝાદ
કેવી મજાની ગઝલ! હું તો મત્લા પરથી જ આગળ વધી નથી શકતો…
pragnajuvyas said,
February 14, 2020 @ 11:39 PM
.
મોહબ્બતના કસમ, બંધન જરૂરી છે મોહબ્બતમાં,
‘અમીન આઝાદ’ જેવો પણ અહીં ફાવી નથી શકતો.
અમીન આઝાદ ની સ રસ ગઝલનો અફલાતુન મક્તા
આમ જોતાં ગઝલના વિવિધ અર્થો, મતમતાંતરો છે. મનુષ્યને મનુષ્યના પ્રેમ. સાથે ગઝલનો સંબંધ છે. આ સંબંધ આજે પણ … શકતો નથી. આમ છતા સ્ત્રીના પ્રેમ અને વર્ણનની ખૂબીઓમાં ઈમલ-ઉલ-કયસને કોઈ. આંબી શકયુ નથી. એક પ્રશ્ન થાય છે કે, એ વખતના ગઝલકાર સ્ત્રીને કઈ દ્રષ્ટિથી … રહેવુ ફાવ્યું નથી. ગઝલ તો … એક બીજી નવી દુનિયા કિરતાર બનાવી દે.
આમ ગઝલમાં અભિવ્યક્તિ રીતિની સાથે વિષય બદલાતા જાય છે.
ધન્યવાદ ડૉ વિવેકજી
Vineshchandra chhotai said,
February 21, 2020 @ 9:12 AM
અહી કવિ દુનિયા ના સદ્રભામાં
નવીન દુનિયા નો પરિચય કરાવી
મોહબ્બત ની દુનિયા માં મહાળવાની
વાતો રજૂ કરી રહ્યાં છે