(અંધારની ચાદર સજાવીને) – રાકેશ હાંસલિયા
બધે અંધારની ચાદર સજાવીને,
હવા ચાલી ગઈ દીવા બુઝાવીને.
સમય આવે ભલે બાંયો ચઢાવીને,
નથી ઊભો હુંયે મસ્તક નમાવીને.
ચરણ મૂકે ને થઈ જાતો તરત રસ્તો
તમે આવ્યાં નસીબ એવું લખાવીને.
પૂછો એને જરા આ ઢેબરાંનો સ્વાદ,
જીવે છે જાતને કાયમ દળાવીને.
હતાં જે સાવ અક્કડ, ઉંબરે ઊભા,
પ્રવેશી ગ્યાં ઘણાં માથું નમાવીને.
પહાડોને કહે છે કે હટી જાઓ,
થયો મગરૂર કાગળ બે ઉડાવીને.
કર્યો સોનેટનો ઉલ્લેખ અમથો ત્યાં,
ગઝલ બેસી ગઈ લ્યો મોં ફૂલાવીને.
– રાકેશ હાંસલિયા
રાકેશ હાંસલિયાના નવા સંગ્રહ ‘ક્યારેક ઉત્તર પણ મળે’માંથી એક ગઝલ આજે આપ સહુ મિત્રો માટે… મત્લા જ કેવો મજાનો થયો છે… હવાથી દીવો હોલવાઈ જતાં ફેલાઈ વળતા અંધારાનું સહજ દૃશ્ય કવિએ કેવું બખૂબી દોરી આપ્યું છે! એ પછીના પણ બધા શેર નિતાંત આસ્વાદ્ય થયા છે…
સુનીલ શાહ said,
February 29, 2020 @ 2:17 AM
સુંદર ગઝલ.. બધા જ શેર ગમ્યા. કવિને અભિનંદન
લલિત ત્રિવેદી said,
February 29, 2020 @ 4:13 AM
બહુ સરસ ગઝલ… વાહ
Kajal kanjiya said,
February 29, 2020 @ 6:17 AM
વાહહહ ખૂબ સરસ
હતા જે સાવ અક્કડ ઉંબરે ઊભા…
Dr Sejal Desai said,
February 29, 2020 @ 7:30 AM
વાહ…
સુંદર ગઝલ
pragnajuvyas said,
February 29, 2020 @ 8:31 AM
.
રાકેશ બી. હાંસલિયાની નખશિખ સુંદર ગઝલ… ! દરેક શે’ર મજાનાં,
ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
બધે અંધારની ચાદર સજાવીને,
હવા ચાલી ગઈ દીવા બુઝાવીને.
અદભુત અભિવ્યક્તિ
.
પૂછો એને જરા આ ઢેબરાનો સ્વાદ,
જીવે છે જાતને કાયમ દળાવીને.
વાહ
જિંદગીની વાસ્તવિકતા !
.
ભલે આવે સમય બાંયો ચઢાવીને,
નથી ઊભો હું યે મસ્તક નમાવીને.
અનુસંધાનમા તેમની ટૂંકી બહરની ગઝલ યાદ
એક બે નહિ અપાર વાવીશું ,
આ હવામાં વિચાર વાવીશું
જ્યાં કદીયે કશું નથી ઊગ્યું,
એ જગાએ ખુમાર વાવીશું
નાત તડકાની છો થતી દુશ્મન,
એક વડલો ધરાર વાવીશું .
રાહ તારી ફરી ફરી જોવા,
આંખમાં ઇન્તેજાર વાવીશું
જીદ કરી છે જો વાવવાની તો,
સાવ થઇને ખુવાર વાવીશું
પથ્થરો તોડીને ઊગી નીકળે,
સઘળું યે ધારદાર વાવીશું
આ જગતના ખૂણે ખૂણે ‘રાકેશ’,
લાગણીની જુવાર વાવીશું
હર્ષદ દવે said,
February 29, 2020 @ 8:50 AM
Good
Anjana bhavsar said,
March 1, 2020 @ 10:07 AM
અંતિમ શેર ખૂબ ગમ્યો…
Rahul said,
March 28, 2020 @ 4:59 AM
Bauj mast hoo i m gujarati