(બહુ સતાવે છે) – સંદીપ પૂજારા
રહી રહીને આ સચ્ચાઈ બહુ સતાવે છે
કરે છે એથી વધુ વ્હાલ સૌ જતાવે છે
ભલે એ હાર અને જીત બેઉ લાવે છે
છતાંય યુદ્ધ મને મારી સાથે ફાવે છે
જીવી રહ્યા છે જગતમાં હજી ઘણા શંકર
હસીને ઝેર રિવાજોનું ગટગટાવે છે
ઝડપથી મારું હૃદય હૃષ્ટપુષ્ટ થઈ જાશે
સવાર-સાંજ કોઈના સ્મરણને ધાવે છે
વિચારું છું કે તડીપારની સજા આપું
અમુક ઇચ્છાને, આતંક જે મચાવે છે
જો કોઈ મારી તરસ વિશે પૂછે તો કહું કે
છે માત્ર તન અહીં મારુ ને મન તળાવે છે
– સંદીપ પૂજારા
કેવી મજાની રચના! દરેક શેર ધીમેધીમે મમળાવવા જેવા થયા છે…
Sandip Pujara said,
January 11, 2020 @ 3:45 AM
આભાર વિવેકભાઈ અને ટીમ લયસ્તરો ….
Sandip Pujara said,
January 11, 2020 @ 3:57 AM
આભાર વિવેકભાઈ અને ટીમ લયસ્તરો
સુનીલ શાહ said,
January 11, 2020 @ 4:18 AM
વાહ.. સુંદર ગઝલ
કોઈના સ્મરણને ધાવે છે…
ક્યા બાત..!
Kajal kanjiya said,
January 11, 2020 @ 4:31 AM
Wahhh
pragnajuvyas said,
January 11, 2020 @ 11:53 AM
મઝાની ગઝલનો મત્લાનો શેર
રહી રહીને આ સચ્ચાઈ બહુ સતાવે છે
કરે છે એથી વધુ વ્હાલ સૌ જતાવે છે
ખૂબ ગમ્યો
યાદ આવે શ્રી કૃષ્ણની
પ્રીત રૂપે નીતરતી અધિકાર જતાવે,
‘કાળીયો કાળીયો’ કહી રોજ મુને ચીડાવે,
સુણ મૈયા…’રાધાગોરી’ મુને બહુ સતાવે…
….
વિચારું છું કે તડીપારની સજા આપું
અમુક ઇચ્છાને, આતંક જે મચાવે છે
વાહ
જીવનની અંતિમ ક્ષણો બહુ જ લાગણીશીલ હોય છે. લોકોની હાજરીથી સંતોષ થાય છે. મરવાનુ પણ મન થાય તો કોઇને મરતી વખતે ખાસ આવું ખાલીપણું બહુ સતાવે છે.
જો કોઈ મારી તરસ વિશે પૂછે તો કહું કે
છે માત્ર તન અહીં મારુ ને મન તળાવે છે
અદ્ભૂત મક્તાનો શેર યાદ આપે
આપની યાદ બહુ સતાવે,નઝરે ઝામર બાંધે છે,
નવખંડમાં નઝરું માંડું,બ્રહ્માંડમાં ચહેરો વર્તાય છે
ધન્યવાદ શ્રી સંદીપ પુજારાજી અને ડૉ વિવેકજી
મયૂર કોલડિયા said,
January 13, 2020 @ 5:29 AM
વાહ… સ-રસ…