અંધારું છે એથી ના દેખાઉં પરંતુ,
દૂર કરીશ તું ક્યાંથી ? તારો પડછાયો છું.
હરદ્વાર ગોસ્વામી

બદલે – ડૉ.મનોજ જોશી ‘મન’

પરિસ્થિતિ તો હજાર બદલે;
ન વેદનાઓ લગાર બદલે.

તું જેમ બખ્તર ધરાર બદલે,
ક્ષણોય એમ જ પ્રહાર બદલે.

‘હ’કાર બદલે; ‘ન’કાર બદલે,
‘હું’કારનો બસ પ્રકાર બદલે.

જનમથી રાતે સૂતાં રહો છો;
તો આમ ક્યાંથી સવાર બદલે!

સળંગ બદલે મૂળેથી માણસ;
જરાક એ જો વિચાર બદલે.

કદાચ બદલે તો રીત બદલે,
મરણ ન તિથિ, ન વાર બદલે.

યુગોયુગોથી જીવે પ્રતીક્ષા;
બસ આંખ, રસ્તો કે દ્વાર બદલે.

– ડૉ.મનોજ જોશી ‘મન’

દેખાવમાં ટૂંકી ટચરક પણ નિભાવવી દોહ્યલી થઈ પડે એવી ‘બદલે’ સાતે-સાત શેરમાં કેવી બ-ખૂબી નિભાવી છે તે જુઓ… બધા જ શેર વિચારણીય થયા છે.

 

4 Comments »

  1. મયૂર કોલડિયા said,

    December 21, 2019 @ 4:25 AM

    વાહ….

  2. pragnajuvyas said,

    December 21, 2019 @ 11:36 AM

    ડૉ. મનોજ જોશી ‘મન’ની ગઝલના દરેકે દરેક શેર ચિરસ્મરણીય…
    તેમા મત્લાનો શેર
    પરિસ્થિતિ તો હજાર બદલે;
    ન વેદનાઓ લગાર બદલે.
    વધુ વિચારણીય
    યાદ આવે તેમનો શેર
    ક્યાં કહું છું કે દાવ છોડી દો?
    ખેલ ખેલો, તણાવ છોડી દો.
    જિંદગી મોટાભાગનાની વેદનાઓનું કારણ તણાવની ધુંસરી ખભે ઉપોડીને ચાલ-ચાલ કરવાનો આપણો સ્વભાવ જ છે. તણાવ પડતો મૂકી શકાય તો જીવન આસાન અને આહલાદક બની રહે છે.

    .

  3. Pravin shah said,

    December 21, 2019 @ 10:31 PM

    સરસ્..

  4. NARENDRA said,

    December 24, 2019 @ 8:10 AM

    ખુબ સુન્દર રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment