પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
જીવવાની જીદ્દ ઝાકળ ના કરે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

સૂફીનામા : ૦૭ : જો તુમ તોડો, પિયા! – મીરાંબાઈ

જો તુમ તોડો, પિયા! મૈં નહિ તોડું,
તો સોં પ્રીત તોડ, મૈં! કૌન સંગ જોડું?

તુમ ભયે તરુવર, મૈં ભઈ પંખિયા,
તુમ ભયે સરોવર, મૈં તેરી મછિયા.

તુમ ભયે ગિરિવર, મૈં ભઈ મોરા,
તુમ ભયે ચંદા, મૈં ભઈ ચકોરા.

તુમ ભયે મોતી હમ ભયે ધાગા;
તુમ ભયે સોના, હમ ભયે સોહાગા.

મીરાં કહે: પ્રભુ! વ્રજ કે વાસી!
તુમ મેરે ઠાકુર, મૈં તેરી દાસી.

– મીરાં

ઈસ્લામિક રહસ્યવાદ તસવ્વુફ તરીકે ઓળખાય છે. અરબી ભાષામાં તસવ્વુફ એટલે ઊનના વસ્ત્રો પહેરવાં. એ જમાનામાં મુસ્લિમ દરવેશો ઊનના વસ્ત્રો પહેરતાં હતાં એ પરથી આ શબ્દ ઊતરી આવ્યો હોઈ શકે. ઓગણીસમી સદીના પ્રારંભમાં પાશ્ચાત્ય જગતે તસવ્વુફને ‘સૂફી’ નામથી ઓળખવાનું શરૂ કર્યું. સૂફી શબ્દ ‘સૂફ’ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ પણ ઊન થાય છે. સૂફીવાદનો ઇતિહાસ મહંમદ પયગંબર સુધી લંબાયેલો છે, પણ આજે જેને આપણે ખરા અર્થમાં સૂફીવાદ કહીએ છીએ એની શરૂઆત સાતમી-આઠમી સદીમાં થઈ હતી. મુસ્લિમોએ જેને સૂફીવાદ કહ્યો, એ આપણી સંસ્કૃતિમાં પ્રેમલક્ષણા ભક્તિના નામે સદીઓથી પ્રચલિત હતો જ. આપણે ત્યાં શ્રીમદ્ ભાગવતમાં પણ કૃષ્ણ તરફની ગોપીઓની આસક્તિ પ્રકટ થઈ જ છે. નરસિંહના પ્રભાતિયાંઓ અને મીરાંના પદોમાં પણ આ પ્રેમલક્ષણા ભક્તિ જોવા મળે છે. ઈસ્લામિક સૂફીવાદથી સાવ અણજાણ આપણી ભોમકા પરના ભક્તકવિઓએ પણ ઈશ્વરને પોતાની માશૂકા-માશૂક ગણીને, પોતાની જાત એને અર્પણ કરી દેવાની તત્પરતામાં જીવનનું સાફલ્ય સમજ્યું હતું.

મીરાંબાઈનું આ લોકપ્રિય પદ લતા મંગેશકરે અમર કરી દીધું છે, પણ એ બાદ કરતાં કવિતાની દૃષ્ટિએ એને મૂલવીએ તો આ રચના આત્મસમર્પણની શ્રેષ્ઠતમ કવિતાઓમાંની એક છે.

1 Comment »

  1. pragnajuvyas said,

    December 10, 2019 @ 9:13 AM

    મા ડો વિવેકે ‘મુસ્લિમોએ જેને સૂફીવાદ કહ્યો, એ આપણી સંસ્કૃતિમાં પ્રેમલક્ષણા ભક્તિના નામે સદીઓથી પ્રચલિત હતો જ’ ખૂબ સરસ સમન્વય આસ્વાદ કરાવ્યો.રહસ્યવાદ તસવ્વુફ સંતો રાબિયાને પથ્થર મારીને, મન્સૂરને મા ડૉ તીર્થેશભાઇએ કહ્યું તેમ’ “અહં બ્રહ્માસ્મિ”…… રૂઢિચૂસ્તો આ ગુસ્તાખી માટે એના એક પછી એક અંગો છેદતા ગયા અને તેને પોતાનો અભિપ્રાય બદલવાનો મોકો આપતા ગયા, પણ તે ટસનો મસ ન થયો. અંતે ગળા પર તલવાર મૂકાઈ ત્યારે પણ એનો સૂર દ્રઢ રહ્યો. તેની હત્યા આખા ઇસ્લામને હચમચાવી ગઈ. ‘ફરીદુદીન અટ્ટારને ચંગીઝખાને સર કલમ કર્યું,અમીર ખુશરોને ગુરુ પાસે જવાની વાતે કાઢી મૂક્યા રુમી એ શરણાર્થી જેમ જીવન પસાર કરવુ પડ્યું તેમ આપણા સૂફી સંતો કબિર ને મારી નાખવાના પ્રયાસ થયા અને જયારે રાણાએ મીંરાબાઈ ઝેર મોકલ્યું તે વખતે મીંરાબાઈએ પોતાની સાથે સમાઘાન કરીને વિચારયું કે રાણોતો ઝેર જ મોકલેને એમને ન તો એ વ્યક્તિ પર ગુસ્સે થયા કે ન નિરાશ થયા. પણ પોતાના લક્ષ્ય પર જ નજર રાખી .આત્મસમર્પણનુ શ્રેષ્ઠતમ આ ભક્તિપદ,
    જો તુમ તોડો, પિયા! મૈં નહિ તોડું,
    તો સોં પ્રીત તોડ, મૈં! કૌન સંગ જોડું? શાંત ચિતે ગાન કે શ્રવણ કરતા પ્રસન્નતા અનુભવાય…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment