તારે ઝરૂખે વ્યોમ થઈ વેરાયો છું હવે
વરસાદી કો’ક સાંજે તું મલ્હારજે મને
-ભગવતીકુમાર શર્મા

સૂફીનામા : ૦૪ : પ્રેમમાં – ફરીદુદ્દીન અટ્ટાર

પ્રેમમાં યુવાન અને વૃદ્ધ એક સમાન છે
પ્રેમમા ખોટ અને નફો એક સમાન છે
પ્રેમમાં દુનિયાના બધા રંગ એક સમાન છે
પ્રેમમાં વસંત અને પાનખર એક સમાન છે
પ્રેમમાં ઊંચું અને નીચું એક સમાન છે
પ્રેમમાં ધરતી અને સ્વર્ગ એક સમાન છે
પ્રેમનું સ્થાનક વર્તુળાકાર છે
એના પરનું દરેક બિંદુ એક સમાન છે
પ્રિયતમનું વ્હાલ ને આક્રોશ એક સમાન છે
પ્રેમની પરંપરામાં મૃત્યુ ને અમરત્વ એક સમાન છે

-ફરીદુદ્દીન અટ્ટાર

પ્રેમ માત્ર સાધન નથી સાધ્ય છે: આ જરા જેટલા વિચારમાં આખી દુનિયાને ક્ષણાર્ધમાં સરળ કરી નાખવાની તાકાત છે.

2 Comments »

  1. pragnajuvyas said,

    December 7, 2019 @ 10:08 AM

    આપણે સુફી સંત રુમીને માણ્યા.હવે તેના ગુરુ ફરીદુદ્દીન અટ્ટાર, સૂફીને માણીએ .
    પ્રેમનું સ્થાનક વર્તુળાકાર છે
    એના પરનું દરેક બિંદુ એક સમાન છે સૂફીવાદ માને છે કે, પ્રેમબ્રહ્મ સચરાચર વ્યાપ્ત છે અને તેનું વિરાટ સ્વરૂપ જોવું, પૂજવું અને છેવટે તેમાં લીન થઈને ગુમ થઈ જવું, એ જ આ શરીરધારણનો મહાન હેતુ છે. ‘ઈશ્ક હકીકી’ અને ‘ઇક મિઝાજી’ એવા બે ભેદ યદ્યપિ હૃદયના પ્રેમપ્રવાસની ગતિ પિછાનવાને પાડવામાં આવ્યા છે, તથાપિ વસ્તુતાએ તો એનો પ્રવાહ એક જ છે.
    મા ધવલભાઈએ સ રસ આસ્વાદમા જણાવ્યુ તેમ ‘પ્રેમ સાધન નથી સાધ્ય છે: આ જરા જેટલા વિચારમાં આખી દુનિયાને ક્ષણાર્ધમાં સરળ કરી નાખવાની તાકાત છે.’ આપણા કવિ પ્રીતમદાસે કહ્યું,
    ‘પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
    માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.’ તેમની અનેક રચનાઓમા મને આ વધુ ગમી
    “A man whose eyes love opens risks his soul –
    His dancing breaks beyond the mind’s control.”
    “Among lovers, only those with wings
    flee this worldly cage before death comes.
    The condition of these lovers is hard to recount,
    for such souls speak a different tongue.
    The one who learns and speaks their language
    will hold the elixir of happiness at Simorgh’s court.”
    ― Farid ud-Din Attar, The Conference of the Birds

  2. Shriya said,

    December 11, 2019 @ 1:02 PM

    ખુબજ સુંદર રચના!! વાહ!
    પ્રેમમાં દુનિયાના બધા રંગ એક સમાન છે
    પ્રેમમાં વસંત અને પાનખર એક સમાન છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment