કશુંક ક્યાંક કાયમ રહી જાય કોરું, ખૂણાખાંચરાઓ ચહે એક ફોરું,
પરંતુ કણેકણની રાખે ખબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
વિવેક મનહર ટેલર

સૂફીનામા : ૦૨ : અનાયાસે – મન્સૂર

I do not cease swimming
in the seas of love,
rising with the wave,
then descending;
now the wave sustains me,
and then I sink beneath it;
love bears me away
where there is no longer any shore.

Al Hallaj Mansoor

પ્રેમસિંધુઓ મહીં
તરવું બંધ કરતો નથી.
ઉપર જતો મોજા સાથે,
પછી નીચે.
હમણા મોજું મને ટકાવે છે
ને પછી હું એની નીચે ડૂબું છું.
કિનારાના તો ઓછાયામાત્રથી
પ્રેમ મને આઘો રાખે છે.

– મન્સૂર

આ મારો સૌથી પ્રિય માથાનો ફરેલો સૂફી છે. અંગત રીતે મને આ સંત સૌથી હિમતવાન અને નીડર લાગે છે. એને સત્ય સિવાય કશાનો ખપ પણ નહોતો અને ખોફ પણ નહોતો. એ સારી પેઠે જાણતો હતો કે એના વિચારો પ્રગટ કરવાનો અર્થ શું હતો અને અંત શું હતો,છતાં એણે ડંકાની ચોટ પર એલાન કરેલું – ‘ અનલહક ‘ – અર્થાત ‘ હું જ સત્ય છું ‘ – બીજા શબ્દોમાં – “અહં બ્રહ્માસ્મિ”…… રૂઢિચૂસ્તો આ ગુસ્તાખી માટે એના એક પછી એક અંગો છેદતા ગયા અને તેને પોતાનો અભિપ્રાય બદલવાનો મોકો આપતા ગયા, પણ તે ટસનો મસ ન થયો. અંતે ગળા પર તલવાર મૂકાઈ ત્યારે પણ એનો સૂર દ્રઢ રહ્યો. તેની હત્યા આખા ઇસ્લામને હચમચાવી ગઈ. હૃદયથી બધા જ એની સામે નતમસ્તક થયા. ખાનગીમાં તે ઇસ્લામનો મહાનાયક કહેવાયો.

કાવ્ય સરળ છે…..જયારે કર્તા અદ્રશ્ય થાય છે ત્યારે જે રહી જાય છે તે છે અદ્વૈત….. આ જ વાત જિબ્રાન,રવીન્દ્રનાથ અને જે.કૃષ્ણમૂર્તિ ભિન્નભિન્ન શબ્દોમાં કહે છે…..

2 Comments »

  1. pragnajuvyas said,

    December 5, 2019 @ 8:48 AM

    ‘કિનારાના તો ઓછાયામાત્રથી
    પ્રેમ મને આઘો રાખે છે.’
    અદભૂત
    મા તીર્થેશભાઇએ સરળ સમજાવ્યુ ‘..જયારે કર્તા અદ્રશ્ય થાય છે ત્યારે જે રહી જાય છે તે છે અદ્વૈત .મન્સુરે પોતાની એ ઉક્તિને સ્પષ્ટ કરતા કહ્યું,” ખુદા સાથેની મારી નિકટતાથી હું અને ખુદા અલગ નથી રહ્યા. ખુદા અને તેની ઈબાદત કરનાર તેનો બંદો એકાકાર થઈ ગયા છે.”
    ઘણા બ્લોગમા પ્રગટેલી મન્સુરની વાત મનમા ગુંજે
    ” અગર હૈ શૌક્ મિલને કા ,
    તો હરદમ લૌ લગાતા જા
    જલા કર ખુદ નુમાઈ કો
    ભસમ તન પર ચઢાતા જા
    કિતાબે ડાલ પાની મૈ,
    પકડ દસ્ત તું ફરીશતો કા
    ગુલામ ઉનકો કહાતા જા,
    ન જા મસ્જિદ, ન કર સિજદા,
    હુકુમ હૈ શાહ કલન્દેર કા
    અનલ હક તું કહાતા જા
    હક મૈને દિલમે પહેચાના
    વહી મસ્તો કા મૈખાના
    ઉસી કે બીચ આતા જા” અને આંખ નમ થાય.
    મિર્ઝા ગાલિબે મન્સુરને આપેલ અંજલી
    ” દી ગઈ મન્સુર કો સૂલી અદબ કે તર્ક પર
    થા અનલહક હક્ક મગર યક લફજે ગુસ્તાખાના થા “

  2. ધવલ said,

    December 5, 2019 @ 7:46 PM

    કિનારાના તો ઓછાયામાત્રથી
    પ્રેમ મને આઘો રાખે છે.

    – સરસ વાત !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment