જિંદગી સહદેવ જેવી છે કશું બોલે નહીં,
હું ય એવો છું કે સામેથી કશું પૂછું નહીં.
~ અનિલ ચાવડા

ધ્રિબાંગ ઢોલ બાજે – હિરેન ગઢવી

જે ક્ષણ સમય નવાજે ધ્રિબાંગ ઢોલ બાજે,
મન મોહતા અવાજે ધ્રિબાંગ ઢોલ બાજે.

ધ્રિબાંગ ઢોલ બાજે ધ્રિબાંગ ઢોલ બાજે,
ઘૂંઘટમાં ફૂલ લાજે ધ્રિબાંગ ઢોલ બાજે.

ના જાણું કોના કાજે ધ્રિબાંગ ઢોલ બાજે,
અંતરમાં મારા આજે ધ્રિબાંગ ઢોલ બાજે.

હાલત નથી એ દિલની ઉજવે પ્રસંગ કોઈ,
શું થાય ! લોક લાજે ધ્રિબાંગ ઢોલ બાજે.

કોઈના આંખે આંસુ, કોઈને મસ્તી મોઘમ,
આ કેવા રે મિજાજે ધ્રિબાંગ ઢોલ બાજે !

જીવ્યો છે ભવ્ય જીવન સાબિત થઈ રહ્યું છે,
જો ! રંકના જનાજે ધ્રિબાંગ ઢોલ બાજે.

એ નાદ એ હદે આ માનસ ઉપર છે હાવી,
લાગે બધાય સાજે ધ્રિબાંગ ઢોલ બાજે.

– હિરેન ગઢવી

નાદસૌંદર્ય કવિતાનું અભિન્ન અંગ છે. નરસિંહ મહેતાના ઝૂલણા છંદમાંથી શ્રીકૃષ્ણ ઝૂલે ઝૂલતા હોય એવું સંગીત સંભળાય છે તો કાન્તના ‘સાગર અને શશીનો ઝૂલણા દરિયાના મોજાંની આવ-જાનું સંગીત તાદૃશ કરી આપે છે. શ્રીધરાણીના ‘ભરતી’ કાવ્યમાં સમુદ્રમાંથી ઊઠતા મોજાંઓ હજારો ઘોડાઓ કૂચે ચડ્યા હોય એવો નાદ જન્માવી અવનિ-આભને ભરી દે છે. હિરેન ગઢવીની આ ગઝલમાંથી એ જ રીતે ધ્રિબાંગ ધમ ધ્રિબાંગ ધમ ઢોલ બાજતો ન સંભળાય તો કહેજો…

9 Comments »

  1. રાહુલ તુરી said,

    October 10, 2019 @ 4:13 AM

    જય હો

  2. Vipul Joshi said,

    October 10, 2019 @ 10:33 PM

    Wah wah wah!
    Gadhvi wah! ❤️

  3. Mayurika Leuva said,

    October 11, 2019 @ 12:15 AM

    સહજ સુંદર ગઝલ..
    કોઈ પ્રયત્ન વગર સહજ ઉતરી આવી હોય એવી સરળ છતાં ઊંડી ગઝલ.
    અભિનંદન કવિને. 💐

  4. Hiren gadhavi said,

    October 11, 2019 @ 2:52 AM

    લયસ્તરો 😍
    મહોબ્બત, આભાર 😍

  5. Lalit Trivedi said,

    October 11, 2019 @ 4:42 AM

    વાહ. કવિ… અભિનંદન

  6. શબનમ said,

    October 11, 2019 @ 11:18 AM

    અહઆઆ… જોરદાર ઢોલ વાગ્યા હોં..
    મજા આવી ..

  7. Vinod manek said,

    October 14, 2019 @ 8:16 AM

    Superb gazal n nad Brahma aa gazal ma sambhlay chhe.. Congratulations Hiren

  8. Vinod manek said,

    October 14, 2019 @ 8:17 AM

    Superb gazal n nad Brahma aa gazal ma sambhlay chhe.. Congratulations Hiren..kya andaz hai.

  9. MAHESHCHANDRA THAKORLAL NAIK said,

    October 15, 2019 @ 1:01 AM

    સરસ ગઝલ, કવિશ્રીને અભિન્દન,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment